Home /News /sport /World Cup Final : ઓવર થ્રો પર ICCએ તોડ્યું મૌન, કહી આ વાત
World Cup Final : ઓવર થ્રો પર ICCએ તોડ્યું મૌન, કહી આ વાત
નિયમ પ્રમાણે અહીં ઇંગ્લેન્ડને છની જગ્યાએ પાંચ રન મળવા જોઈતા હતા.
માર્ટિન ગુપ્ટિલના થ્રો પર સ્ટોક્સનું બેટ લાગ્યું હતું, જે બાદમાં બોલ બાઉન્ડ્રી સુધી ગયો હતો. નિયમ પ્રમાણે અહીં ઇંગ્લેન્ડને છની જગ્યાએ પાંચ રન મળવા જોઈતા હતા.
યજમાન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ 2019ની ફાઇનલે છેલ્લા થોડા દિવસોથી ચર્ચા જગાવી છે. તમામ લોકો નિયમોને લઈને આઈસીસી પર ગુસ્સો કાઢી રહ્યા છે. ચાહકો જ નહીં પરંતુ ક્રિકેટના દિગ્ગજો પણ આઇસીસી પર ગુસ્સો કાઢી રહ્યા છે. આ મેચ ભલે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી પરંતુ વિજેતાનો નિર્ણય બાઉન્ડ્રીને આધારે લેવામાં આવ્યા બાદ બીજા દેશના ચાહકો પણ નારાજ છે. છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં તેની ચર્ચા પણ ચાલી રહી છે.
બાઉન્ડ્રી ઉપરાંત મેચ દરમિયાન ઓવર થ્રો પર ઇંગ્લેન્ડને મળેલા વધારે રનને લીધે પણ લોકો આઈસીસીને આડેહાથ લઈ રહ્યા છે. હવે આ અંગે આઈસીસીએ પોતાનું મૌન તોડ્યું છે.
લોર્ડ્સના મેદાન પર ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઇલનમાં સુપર ઓવરમાં પણ ટાઇ પડી હતી. જે બાદમાં યજમાન ઇંગ્લેન્ડને બાઉન્ડ્રીના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. મેચ દરમિયાન ઇંગ્લેન્ડને એક થ્રો પર પાંચ રન મળવા જોઈતા હતા ત્યાં અમ્પાયરે તેને છ રન આપી દીધા હતા. કદાચ આ વધારાના રનને કારણે મેચનું પરિણામ બદલાય શક્યું હોત.
આ અંગે આઈસીસી તરફથી નિવેદન આવ્યું છે કે, તેમના માટે કોઈ નિર્ણય પર ટિપ્પણી કરવું નીતિની વિરુદ્ધ છે.
આઈસીસીના પ્રવક્તાએ કહ્યું કે, રૂલ બુકના નિયમોને આધિન જ ઓન ફિલ્ડ અમ્પાયરો નિર્ણય લેતા હોય છે.
forxsports.com.au સાથે વાતચીત કરતા આઈસીસીના પ્રવક્તાએ કહ્યું કે, નિયમ પ્રમાણે જ ફિલ્ડ અમ્પાયરો નિર્ણય લેતા હોય છે. પોલીસ પ્રમાણે અમે આ અંગે કોઈ ટિપ્પણી ન કરી શકીએ.
ફિલ્ડ અમ્પાયરની ભૂલ
પાંચ વખત આઈસીસી અમ્પાયર ઓફ ધ યર રહી ચુકેલા ટોફેલે કહ્યું કે, ઓન ફિલ્ડ અમ્પાયરે ઇંગ્લેન્ડને પાંચના બદલે છ રન આપીને સ્પષ્ટ રીતે ભૂલ કરી છે.
ટોફેલે આઇસીસી નિયમ 19.8ની ચર્ચા કરતા આવો દાવો કર્યો છે. બેટ્સમેનને વધારોનો રન ત્યારે મળે છે જ્યારે બેટ્સમેન ફિલ્ડરના થ્રો પહેલા ક્રોસ કરી લે. જ્યારે માર્ટિન ગુપ્ટિલ થ્રો કરે ત્યાં સુધી બેન સ્ટોક્સ અને આદિલ રશિલે ક્રોસ કર્યું ન હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર