Anurag Thakur: ભારત 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જશે? રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે આપ્યો જવાબ

અનુરાગ ઠાકુરે ભારતના સંભવિત પાકિસ્તાન પ્રવાસ અંગે નિવેદન આપ્યું છે. ફાઈલ તસવીર

ICC champions Trophy 2025 : આઈસીસીના નવા કેલેન્ડર મુજબ વર્ષ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની જવાબદારી પાકિસ્તાનને સોંપવામાં આવી છે. આ સ્થિતિમાં ભારત પાકિસ્તાનની ધરતી પર રમવા માટે જશે કે કેમ આ અંગે અનુરાઠ ઠાકુરે જવાબ આપ્યો છે.

  • Share this:
    ICC Tournaments: આઈસીસી દ્વારા આગામી વર્ષ 2024થી વર્ષ 2031 વચ્ચે યોજાનારી ટુર્નામેન્ટનું (ICC Tournaments calendar) નવું કેલેન્ડર બહાર પાડી દીધું છે. આ કેલેન્ડર મુજબ વર્ષ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં (ICC champions Trophy 2025 Pakistan) કરવામાં આવ્યું છે. એટલે કે પાકિસ્તાનમાં આ ટુર્નામેન્ટ યોજાશે. આ સ્થિતિમાં ભારતે પાકિસ્તાનમાં રમવા જવું પડશે. જોકે, વર્ષ 2008ના મુંબઈ આતંકી હુમલા પછી બંને દેશો વચ્ચે દ્વી-પક્ષીય ક્રિકેટ સંબંધોને પૂર્ણ વિરામ લાગી ગયું છે. ભારત પાકિસ્તાનમાં રમવા નથી જતું કે પાકિસ્તાનને ભારતમાં નથી બોલાવતું. આઈસીસી સિવાયની તમામ સ્પર્ધાઓમાં ભારત-પાકિસ્તાનના ક્રિકેટ સંબંધો પર પૂર્ણ વિરામ છે. આ સ્થિતિમાં શું ભારત 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન જશે કે કેમ? આ અંગે મોટો સવાલ સર્જોયો છે. જોકે, આ સવાર અંગે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે (Sports Minister Anurag Thakur Answered ind vs pak tour 2025) પ્રાથમિક જવાબ આપ્યો છે.

    ગૃહ મંત્રાલય નિર્ણયમાં શામેલ થશે : બુધવારે અનુરાગ ઠાકુરે આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. ઠાકુરે કહ્યું કે સમય આવે વિચારીશું. આ નિર્ણયમાં ગૃહમંત્રાલય પણ શામેલ થશે. હાલમાં તો અનેક દેશ સુરક્ષાના કારણોસર પાકિસ્તાનમાં રમવા નથી જતા. એ વખતે સુરક્ષાની સ્થિતિ શું છે તેની સમીક્ષા કરી નિર્ણય લઈશું.

    જો સ્થિતિ ન સુધરે તો યુએઈમાં જ યોજાઈ શકે કાર્યક્રમ

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં પાકિસ્તાનના લાહોરમાં શ્રીલંકાની ટીમની બસ પર આતંકવાદી હુમલો થયો હતો. ત્યારબાદ પાકિસ્તાન આંતરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન કરી શક્યું નથી.

    આ પણ વાંચો : અનુષ્કા શર્માએ શેર કરી ગ્રીન બિકિની પહેરેલી તસવીર, વિરાટ કોહલીએ આપ્યું આવું રિએકશન

    છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફી વર્ષ 2017માં બ્રિટનમાં થઈ હતી. ત્યારબાદ પાકિસ્તાનની મોટી ટુર્નામેન્ટ યુએઈમાં જ રમાય છે. હાલમાં ઈન્ગલેન્ડ અને ન્યૂઝીલેન્ડે પણ પાકિસ્તાન સામે રમવાની પીછેહઠ કરી હતી. આમ સ્થિતિ ન સુધરે તો પાકિસ્તાન પાસે યુએઈ સિવાય ચારો નથી.

    આ પણ વાંચો :  Virat Kohli watch collection : વિરાટ કોહલીને પણ છે મોંઘી ઘડિયાળનો શોખ, જુઓ તેની 57-70 લાખની ઘડિયાળ

    ભારતને મળી છે ત્રણ ટુર્નામેન્ટની જવાબદારી

    આ કેલેન્ડર મુજબ ભારતને ત્રણ મોટી સ્પર્ધાઓની જવાબદારી આપવામાં આવી છે. આ સ્પર્ધામાં વર્ષ 2031ના વર્લ્ડકપનો સમાવેશ પણ થાય છે. નવા કેલેન્ડર મુજબ ભારતમાં વર્ષ 2026નો ટી-20 વર્લ્ડકપ (T20 world Cup 2026 India) પણ યોજાશે. જ્યારે વર્ષ 2029ની ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં રમાશે. વર્ષ 2030ના ટી-20 વર્લ્ડરકપની જવાબ ઇન્ગલેન્ડ અને સ્કોટલેન્ડને આપવામાં આવી છે જ્યારે વર્ષ 2031નો વર્લ્ડકપ ભારત અને બાંગ્લાદેશમાં યોજાશે.
    Published by:Jay Mishra
    First published: