ICC T20I Rankings: આઈસીસી રેન્કિંગમાં રાહુલનું સ્થાન ગગડ્યું, કોહલીને ન નફો નુકસાન

કે.એલ. રાહુલનું આઈસસી રેન્કિંગમાં સ્થાન ગગડ્યું છે.

ICC Batters Ranking : રાહુલે છેલ્લી ત્રણ મેચમાં ત્રણ અડધી સદી ફાટકરી હતી. રાહુલે અફઘાનિસ્તાન સામે 69, સ્કોટલેન્ડ સામે 50 અને નામીબિયા સામે 54 રન કર્યા હતા. જેથી તેની પાસે 727 પોઇન્ટ છે

  • Share this:
    આઈસીસી (ICC) દ્વારા નવું T20 રેન્કિંગ (T20 ranking) જાહેર કરાયું છે. જેમાં વિરાટ કોહલી (Virat kohli) 8માં ક્રમે બરકરાર છે. જ્યારે કે એલ રાહુલનું રેન્કિંગ ઘટ્યું છે. તે છઠ્ઠા સ્થાને પહોંચ્યો છે. રાહુલે છેલ્લી ત્રણ મેચમાં ત્રણ અડધી સદી ફાટકરી હતી. રાહુલે અફઘાનિસ્તાન સામે 69, સ્કોટલેન્ડ સામે 50 અને નામીબિયા સામે 54 રન કર્યા હતા. જેથી તેની પાસે 727 પોઇન્ટ છે. બીજી તરફ કોહલી પાસે 698 પોઇન્ટ્સ છે.

    આઈસીસીના ટી-20 રેન્કિંગમાં ટોચના 10માં ભારતમાંથી માત્ર રાહુલ અને કોહલીને જ સ્થાન મળ્યું છે. અન્ય ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયન મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલમાં 50 બોલમાં અણનમ 77 રન ફટકારી પ્લેયર ઓફ ધ મેચ બનેલો ઓલરાઉન્ડર માર્શ છ ક્રમ આગળ આવ્યો છે. તે બેટર્સમાં 13મા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ વોર્નરે તેની સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે 49 અને ફાઈનલમાં 53 રન ફટકાર્યા હતાં. વર્લ્ડ કપમાં અદભુત રમતના કારણે તે 8 ક્રમ ઉપર આવ્યો છે. તે 33મા ક્રમે છે.

    વિલિયમસનને ફાયદો

    ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં સૌથી વધુ 85 રનની ઈનિંગ રમનાર ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને સાત ક્રમનો ફાયદો થયો છે. તે 32મા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે અબુધાબીમાં પ્રથમ સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે 46 રન ફટકાર્યા બાદ ડેવોન કોન્વે ત્રણ સ્થાન ઉપર ચોથા સ્થાને છે.

    આ પણ વાંચો : Aus Vs Nz: ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ ભારતીય પ્રેમિકા સાથે કરી છે સગાઈ, જાણો કોણે છે મેક્સવેલની મંગેતર

    ફખર ઝમાનને પણ ફાયદો

    દુબઈમાં રમાયેલી બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 55 રનને પગલે પાકિસ્તાનના ફખર ઝમાનને આઠ ક્રમનો ફાયદો થયો છે. તે 40મા ક્રમે છે. જ્યારે સ્પિનર શાદાબ ખાને આ જ મેચમાં 16 રનમાં ચાર વિકેટ મેળવી હતી. તેથી તે સાત ક્રમનો કૂદકો લગાવી 16મા ક્રમે આવી ગયો છે.



    એડમ ઝામ્પાને લાભ

    નવા રેન્કિંગમાં લાભ મેળવનાર બોલરોમા ઓસ્ટ્રેલિયાનો લેગ સ્પિનર એડમ ઝમ્પા પણ છે. જે બે સ્થાન ઉપર આવી ત્રીજા ક્રમે છે. જ્યારે ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડ છઠ્ઠા ક્રમે આવી ગયો છે.

    ટ્રેન્ટ બોલરને પણ ફાયદો

    બીજી તરફ ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર બોલ્ટ ફાઈનલમાં 18 રનમાં બે વિકેટે બે રન લીધા બાદ સાત સ્થાન ઉપર આવ્યો છે. તે 14મા ક્રમે છે. જ્યારે પેટ કમિન્સ 37મા ક્રમે અને ક્રિસ વોક્સ 46મા ક્રમે આવી ગયા છે.

    આ પણ  વાંચો :  Highest Paid Female Cricketer: સૌથી વધુ આવક ધરાવતી આ છે 5 મહિલા ક્રિકેટરો, જાણો સ્મૃતિ મંધાનાનો પગાર

    આ દરમિયાન ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ અમેરિકાઝ રિજનલ ક્વોલિફાયરમાં કેનેડાના નવનીત ધાલીવાલના સતત સારા દેખાવને કારણે તેને રેન્કિંગમાં ફાયદો થયો છે. તેને 36મું સ્થાન મળ્યું છે. તેણે પનામા સામે 65, આર્જેન્ટિના સામે 49 અને કેનેડા સામે 44 રન ફટકાર્યા હતા.
    First published: