ઋષભ પંતને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા પર ICCએ આપ્યો આ જવાબ

News18 Gujarati
Updated: June 20, 2019, 10:56 AM IST
ઋષભ પંતને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા પર ICCએ આપ્યો આ જવાબ
ઋષભ પંત અને વિરાટ કોહલી

અંગૂઠામાં ઈજા થતાં શિખર ધવન થયો વર્લ્ડ કપથી બહાર, પંતે લીધું સ્થાન

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : બુધવાર સાંજે ટીમ ઈન્ડિયાને તે સમયે આંચકો લાગ્યો જ્યારે અંગૂઠામાં ઈજાના કારણે શિખર ધવન વર્લ્ડ કપથી બહાર થઈ ગયો. જોકે, ટીમ ઈન્ડિયાની પાસે તેના વિકલ્પ તરીકે ઋષભ પંત છે. જેને ટીમમાં સામેલ કરવાને લઈ બીસીસીઆઈએ આઈસીસી પાસે મંજૂરી માંગી હતી. આઈસીસીએ બુધવાર મોડી રાત્રે પંતને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. ઋષભ પંત હવે ઓફિશિયલ રીતે ટીમ ઈન્ડિયામાં સામેલ થઈ ગયો છે.

બીસીસીઆઈએ પોતાની વેબસાઇટ પર તેની જાણકારી આપતાં લખ્યું કે, આઈસીસીએ આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તેમની ટૂર્નામેન્ટ ટેકનિકલ સમિતિએ આઈસીસી પુરુષ વિશ્વ કપ-2019માં પંતને ધવનના વિકલ્પ તરીકે મંજૂરી આપી દીધી છે. પંત બાકીની મેચોમાં ભારતીય ટીમનો ભાગ હશે.

ધવન વર્લ્ડ કપની બહાર


શિખર ધવનને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પેટ કમિન્સના બોલ પર અંગૂઠામાં ઈજા થઈ હતી. તેમ છતાંય તેણે સદી ફટકારી ટીમ ઈન્ડિયાને જીત નોંધાવી હતી. વર્લ્ડ કપથી બહાર થયા બાદ ધવન ઇમોશનલ થઈ ગયો. જોકે, તેણે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી કહ્યું કે, વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયા જ જીતશે. ધવને ટ્વિટ કરેલા વીડિયોમાં કહ્યું કે, હું એ વાત જણાવીને ખૂબ જ ભાવુક થઈ રહ્યો છું કે હું હવે આઈસીસી વર્લ્ડ કપ-2019માં નહીં રમી શકું. દુર્ભાગ્યવશ, મારા અંગૂઠો સમય પર ઠીક નથી થઈ શક્યો, પરંતુ જિંદગી ચાલતી રહેવી જોઈએ. મને મારી ટીમના સાથીઓ, ક્રિકેટ ફેનસ અને સમગ્ર દેશથી જે પ્રેમ અને સમર્થન મળ્યું તેનો હું ખૂબ આભારી છું. ધવને આગળ કહ્યું કે, ટીમના પ્લેયર શાનદાર રમી રહ્યા છે, અમે સારું કામ ચાલુ રાખીશું અને વિશ્વ કપ જીતીશું.

શિખર ધવન
આ પણ વાંચો, આખી પાકિસ્તાન ટીમની કમાણી કરતા વધારે છે એકલા કોહલીની સેલેરી

ધવનના જવાથી ટીમ ઈન્ડિયાને થશે આ નુકસાન


શિખર ધવને આઈસીસી ટૂર્નામેન્ટમાં રમાયેલા 20 મુકાબલમાં કુલ 65.16ની સરેરાશથી 1238 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 4 અડધી સદી પણ સામેલ છે. આઈસીસી ટૂર્નામેન્ટની 20 મેચોમાં શિખર ધવને એકલા 25.81 ટકા રન બનાવ્યા છે, આ કારનામો કરનારો તે દુનિયાનો એકમાત્ર પ્લેયર છે.

આ પણ વાંચો, ધવનના સ્થાને પંત ટીમમાં આવતા ટીમ ઇન્ડિયાને થશે આવા ફાયદા

First published: June 20, 2019, 10:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading