T20 world Cup 2026- World cup 2031 સહિત 3 મોટી ટુર્નામેન્ટ થશે ભારતમાં, ચેક કરો ICCનું નવું કેલેન્ડર

ICC New Tournaments આઈસીસીની નવી આઠ વિશ્વ સ્પર્ધાઓમાંથી 3નુ આયોજન થશે ભારતમાં

ICC Tournaments: આઈસીસી દ્વારા વર્ષ 2024થી વર્ષ 2031 વચ્ચે યોજાનારી વિશ્વ સ્પર્ધાઓનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ભારતે પાકિસ્તાનમાં પણ રમવા જાવું પડશે

  • Share this:
    ICC Tournaments: આઈસીસી દ્વારા આગામી વર્ષ 2024થી વર્ષ 2031 વચ્ચે યોજાનારી ટુર્નામેન્ટનું (ICC Tournaments calendar) નવું કેલેન્ડર બહાર પાડી દીધું છે. આ કેલેન્ડર મુજબ ભારતને ત્રણ મોટી સ્પર્ધાઓની જવાબદારી આપવામાં આવી છે. આ સ્પર્ધામાં વર્ષ 2031ના વર્લ્ડકપનો સમાવેશ પણ થાય છે. નવા કેલેન્ડર મુજબ ભારતમાં વર્ષ 2026નો ટી-20 વર્લ્ડકપ (T20 world Cup 2026 India) પણ યોજાશે. વર્ષ 2024નો ટી20 વર્લ્ડકપ વેસ્ટઇન્ડિઝન અને અમેરિકામાં યોજાશે જ્યારે વર્ષ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવ્યું છે. વર્ષ 2026માં યોજાનારો ટી-20 વર્લ્ડકપ ભારત-શ્રીલંકામાં રમાશે જ્યારે વર્ષ 2027ના વર્લ્ડકપની જવાબદારી નામિબિયા, ઝિમ્બાબવે અને સાઉથ આફ્રિકાને સોંપવામાં આવી છે.

    કેલેન્ડરમાં ભારત શ્રીલંકા-બાંગ્લાદેશની સંયુક્ત સ્પર્ધાઓ :આ કેલેન્ડર મુજબ વર્ષ 2028નો ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં થશે જ્યારે વર્ષ 2029ની ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં રમાશે. વર્ષ 2030ના ટી-20 વર્લ્ડરકપની જવાબ ઇન્ગલેન્ડ અને સ્કોટલેન્ડને આપવામાં આવી છે જ્યારે વર્ષ 2031નો વર્લ્ડકપ ભારત અને બાંગ્લાદેશમાં યોજાશે.

    નામિબિયા-ઝીમ્બાબવે અને અમેરિકા જેવા દેશોની પસંદગી

    વર્ષ 2027ના સંયુક્ત વર્લ્ડકપ માટે નામિબિયા અને ઝીમ્બાબવેને જવાબદારી આપવામાં આવી છે જ્યારે 2024ના વર્લ્ડકપની સંયુક્ત જવાબ વેસ્ટન્ડિઝ અને અમેરિકાને સોંપવામાં આવી છે. આમ અમેરિકામાં પહેલીવાર વર્લ્ડકપનું આયોજન થવા માટે જઈ રહ્યુ છે.



    આ પણ વાંચો :  Hardik Pandya પાસે છે 3 કરોડ રૂપિયા સુધીની ઘડિયાળ, જુઓ ઓલરાઉન્ડરના Watch Collectionની તસવીરો

    2025માં ભારત પાકિસ્તાન રમવા માટે જશે

    ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વીપક્ષીય ક્રિકેટ સંબંધો નથી ત્યારે આગામી વર્ષ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી આઈસીસી ઈવેન્ટ છે અને તે પાકિસ્તાનમાં યોજાવાની હોવાથી ભારત પાકિસ્તાનમાં રમવા માટે જશે.

    આ પણ  વાંચો :  Highest Paid Female Cricketer: સૌથી વધુ આવક ધરાવતી આ છે 5 મહિલા ક્રિકેટરો, જાણો સ્મૃતિ મંધાનાનો પગાર

    અમેરિકાની પહેલીવાર વર્લ્ડકપ માટે પસંદગી

    ઉલ્લેખનીય છે કે અમેરિકા એવો દેશ છે કે જ્યાં ક્રિકેટ સૌથી ઓછું રમાય છે. રાષ્ટ્રીય ટીમ માંડ માંડ તૈયાર થઈ રહી છે તેવામાં કોમર્શિયલ એન્ગલ અને ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2024ના વેસ્ટઇન્ડિઝ વર્લ્ડકપનું સંયુક્ત યજમાનપદ અમેરિકાને પણ આપવામાં આવ્યું છે. અમેરિકા આ વર્લ્ડકપનું યજમાન બનતા આઈસીસીને તગડી કમાણી થશે. તો વિશ્વના અનેક દેશો માટે અમેરિકામાં ક્રિકેટ રમવાનો નવીન અનુભવ તૈયાર થશે. રગ્બી, બાસ્કેટ બોલ , બેઝબોલ અમેરિકાની મુખ્ય રમતો છે ત્યારે આ આયોજનથી અમેરિકામાં ક્રિકેટના નવા યુગની શરૂઆત થશે.
    Published by:Jay Mishra
    First published: