ICCની મોટી જાહેરાત, વનડે રેન્કિંગમાં ચાર ટીમોનો કર્યો સમાવેશ-જાણો કઈ-કઈ

News18 Gujarati
Updated: June 2, 2018, 11:45 AM IST
ICCની મોટી જાહેરાત, વનડે રેન્કિંગમાં ચાર ટીમોનો કર્યો સમાવેશ-જાણો કઈ-કઈ

  • Share this:
આઈસીસીની એક જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, આ નવી ટીમો હવે પછીની જે વનડે ટૂર્નામેન્ટોની રમશે તેમને રેન્કિંગ ગણતરીમાં સમાવેશ કરવામાં આવશે.

નેધરલેન્ડે પાછલા વર્ષે આઈસીસી વિશ્વ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપ જીતીને વનડે દરજ્જો અને 13 ટીમોની વનડે લીંગમાં જગ્યા મેળવી હતી. સ્ટોકલેન્ડ, નેપાળ અને યૂએઈએ આઈસીસી વિશ્વ કપ ક્વોલિફાયર 2018માં એસોસિએટ દેશોમાં ટોચની ત્રણ ટીમોમાં જગ્યા બનાવવાના કારણે વનડે દરજ્જો મેળવ્યો હતો.

સ્કોટલેન્ડને 28 પોઈન્ટ સાથે 13મી રેન્કિંગ આપવામાં આવી છે. તેઓ 12 સ્થાન સાથે આર્યલેન્ડથી દસ પોઈન્ટ પાછળ છે. યૂએસઈના 18 પોઈન્ટ છે અને તેઓ 14માં સ્થાન પર છે. નેધરલેન્ડના 13 પોઈન્ટ છે.

નેધરલેન્ડ અને નેપાળને આ પોઈન્ટ ટેબલમાં જગ્યા બનાવાવ માટે હજું ચાર મેચ વધુ રમવાની જરૂરત છે.

જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, આ નવી ટીમોને રેન્કિંગના ટાઈમ ટેબલમાં જોડાવાથી ટેસ્ટ મેચ રમનાર 12 દેશોની સ્થિતિમાં કોઈ જ ફેરફાર આવ્યો નથી.

આવનાર આઈસીસી વિશ્વકપનું મેજબાન ઈંગ્લેન્ડ વનડે રેન્કિંગમાં હાલમાં ટોચ પર છે. ત્યાર બાદ બીજા નંબરે ભારતનો નંબર આવે છે, જે ઈંગ્લેન્ડથી માત્ર ત્રણ પોઈન્ટ પાછળ છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા પાકિસ્તાન છઠ્ઠા સ્થાને રહેલું છે. 
First published: June 2, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading