Home /News /sport /'હું ક્યારેય કૉલેજ નથી ગયો, જે થયુુ સારું થયુ' માહીએ એજ્યુકેશન સિસ્ટમ વિશે ખુલીને વાત કરી, જાણો..
'હું ક્યારેય કૉલેજ નથી ગયો, જે થયુુ સારું થયુ' માહીએ એજ્યુકેશન સિસ્ટમ વિશે ખુલીને વાત કરી, જાણો..
મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતે તમામ ICC ટ્રોફી જીતી છે. (AFP)
મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની) વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા. જો કે, તે હજુ પણ આઈપીએલમાં તેની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સેવા આપી રહ્યો છે. માનવામાં આવે છે કે આઈપીએલમાં ધોનીનું આ છેલ્લું વર્ષ હોઈ શકે છે.
નવી દિલ્હી : મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. માહીની કપ્તાનીમાં ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ 50 ઓવરના ફોર્મેટમાં પણ ખિતાબ કબજે કર્યો હતો. આ પછી, તે ભારતીય ટીમને ચેમ્પિયન ટ્રોફી જીતાડવામાં પણ સફળ રહ્યો.
જોકે, માહીએ B.Com સુધી અભ્યાસ કર્યો છે, પરંતુ ક્રિકેટ પર ધ્યાન આપવાના કારણે તે કોલેજમાં જઈને નિયમિત અભ્યાસ કરી શકતો ન હતો. એક કાર્યક્રમ દરમિયાન ધોનીએ પોતાના શિક્ષણનો ઉલ્લેખ કર્યો હતો.
કેરળના કાસરગોડમાં એક કાર્યક્રમ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, "હું ક્યારેય કોલેજ નથી ગયો પરંતુ મને લાગે છે કે મેં જીવનમાં સારું પ્રદર્શન કર્યું છે." માહી માને છે કે શિક્ષણ એ વ્યવસાય કરતાં વધુ એક કળા છે.
જાણીતા ટેકનોક્રેટ અને શિક્ષણશાસ્ત્રી પ્રોફેસર કેકે અબ્દુલ ગફારની આત્મકથાના વિમોચન પ્રસંગે તેમણે આ વાત કહી. ધોનીએ શનિવારે એક કાર્યક્રમમાં પ્રોફેસર ગફારની આત્મકથા 'અંજાન સાક્ષી' રિલીઝ કરી હતી.
મહેન્દ્ર સિંહ ધોનીએ લેક્ચર દરમિયાન પોતાના અભ્યાસ વિશે વધુ કહ્યું ન હતું. જો કે, તેની વાત પરથી સ્પષ્ટ થાય છે કે તે તેની કારકિર્દીમાં અભ્યાસ કરતાં તેના જુસ્સાને વધુ અનુસરીને સંતુષ્ટ છે.
ધોનીએ કહ્યું, “એક શિક્ષકે તેના વિદ્યાર્થીઓને સમજવા માટે બધું સરળ બનાવવું પડે છે. દરેક વિદ્યાર્થીનું IQ સ્તર અલગ હોય છે અને તમારે દરેકને સમજવું પડશે. મને લાગે છે કે તે માત્ર એક વ્યવસાય નથી પણ એક કળા છે.
આમાં તમે વિદ્યાર્થીઓને શિસ્ત આપો અને તેમની મજબૂત અને નબળી બાજુઓ કહો. હું હંમેશા મારી શાળાના શિક્ષકોનો મોટો ચાહક રહ્યો છું.
ધોની ખાસ કરીને રાંચીથી કેરળના કાસરગોડ તેના નજીકના મિત્ર ડો.શાજીર ગફારના પિતાની આત્મકથાના વિમોચન માટે આવ્યો હતો.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર