Home /News /sport /

IND v WI: કેપ્ટન રોહિતે મેચ જીત્યા પછી આવું કેમ કહ્યું? હું પરફેક્ટ ગેમમાં વિશ્વાસ નથી રાખતો

IND v WI: કેપ્ટન રોહિતે મેચ જીત્યા પછી આવું કેમ કહ્યું? હું પરફેક્ટ ગેમમાં વિશ્વાસ નથી રાખતો

રોહિત શર્મા (Rohit Sharma)

રોહિત શર્મા (Rohit Sharma)ની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) પ્રથમ વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝ (IND v WI 1st ODI)ને 6 વિકેટે હરાવ્યું હતું.

    રોહિત શર્મા (Rohit Sharma)ની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) પ્રથમ વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝ (IND v WI 1st ODI)ને 6 વિકેટે હરાવ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર અને સૂર્યકુમારની સાથે આ જીતમાં ડેબ્યૂ મેચ રમનારા દીપક હુડ્ડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2022માં કોઈપણ ફોર્મેટમાં ભારતની આ પ્રથમ જીત છે. ત્રણ મેચની શ્રેણીની બીજી વનડે 9 ફેબ્રુઆરીએ અમદાવાદમાં જ રમાશે.

    પૂર્ણકાલીન કેપ્ટન તરીકે રોહિતની આ પ્રથમ વન-ડે શ્રેણી છે. ટીમ ઈન્ડિયાએ તેની 1000મી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં મહેમાનો પર જોરદાર જીત નોંધાવી છે. આ શાનદાર જીત છતાં રોહિતે કહ્યું કે તે ભારતના દૃષ્ટિકોણથી પરફેક્ટ મુકાબલો નથી.

    આ પણ વાંચો- IND vs WI ODI : ભારતની 1000મી વનડેમાં શાનદાર જીત, અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ હાર્યુ

    જીત બાદ રોહિતે કહ્યું, 'હું પરફેક્ટ ગેમમાં વિશ્વાસ નથી રાખતો. તમે પરફેક્ટ ના હોઇ શકો. અમે વધુ સારા થતા રહેવા માંગીએ છીએ. કુલ મળીને બધાએ સારું કામ કર્યું. અમે બેટથી મેચ ઝડપથી પૂરી કરવા માગતા હતા. અમારે આટલી વિકેટ ગુમાવવી પડી ન હતી. તેનાથી નીચલા ઓર્ડર પર દબાણ આવી શકે છે. હું કોઈ શ્રેય લેવા માંગતો નથી.'

    પ્રથમ બેટિંગ કરતા વિન્ડીઝે 176 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે રોહિતની અડધી સદી અને સૂર્યકુમાર અને દીપક હુડાની અણનમ અડધી સદીની ભાગીદારીના આધારે 28 ઓવરમાં 178 રન બનાવ્યા હતા. રોહિતે 60 રનની ઇનિંગ રમી હતી.

    આ પણ વાંચો- Lata Mangeshkar Last Moment: લતા મંગેશકરની અંતિમ ક્ષણની 10 તસવીરો, જેને જોઈને તમારી આંખો ભીની થઈ જશે

    રોહિતના કહેવા પ્રમાણે,'શરૂઆતમાં અને અંતમાં અમે જે રીતે બોલિંગ કરી તે જોઈને સારું લાગ્યું. અમે એક ટીમ તરીકે વધુ સારું બનવા માંગીએ છીએ. અમારું અંતિમ ધ્યેય એ છે કે ટીમ જે ઇચ્છે છે તે હાંસલ કરવામાં સક્ષમ બનવું. હું ખેલાડીઓને એક જ વાત કહું છું કે તમે તમારી જાતને પડકારતા રહો.

    ભારત તરફથી ચહલે 49 રનમાં 4 વિકેટ ઝડપી હતી જ્યારે લાંબા સમય બાદ વનડે ટીમમાં વાપસી કરનાર વોશિંગ્ટન સુંદરે 30 રનમાં 3 વિકેટ ઝડપી હતી. પેસર ફેમસ કૃષ્ણાએ 2 વિકેટ લીધી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cricket Score, Rohit sharma record, Team india

    આગામી સમાચાર