બાળપણના મિત્રએ આપ્યો ડિવિલિયર્સને મોટો દગો, દુનિયાને જણાવ્યું ખોટું !

ફાઇલ તસવીર

ક્રિકેટ સાઉથ આફ્રિકા અને સાઉથ આફ્રીકન ટીમ અને મારા વચ્ચે કોઇ સંપર્ક થયો નથી. મેં તેઓને કોલ પણ નથી કર્યોઃ ડિવિલિયર્સ

 • Share this:
  ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં જ્યારે સાઉથ આફ્રીકાની ટીમ ખુબ જ ખરાબ પ્રદર્શન કરી રહી હતી ત્યારે મીડિયામાં સમાચાર આવ્યા હતા કે રિટાયર થઇ ચૂકેલા ડિવિલિયર્સ સાઉથ આફ્રિકાની ટીમમાં એન્ટ્રી ઇચ્છે છે અને વર્લ્ડ કપમાં રમવા ઇચ્છે છે. આ દાવો ખુદ સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુપ્લેસીએ કર્યો હતો, ડુપ્લેસીએ મીડિયામાં સમગ્ર દુનિયા સમક્ષ આ નિવેદન આપ્યું હતું. જો કે હવે એબી ડિવિલિયર્સે ડુપ્લેસીના આ દાવાને ઠુકરાવી દીધો છે. ડિવિલિયર્સે દાવો કર્યો કે તેઓએ ક્યારેય વર્લ્ડ કપ ટીમમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી જ નથી.

  ડિવિલિયર્સે નિવેદન આપ્યું કે ફાફ ડુપ્લેસી અને હું બાળપણથી મિત્ર છીએ, અમે સાથે સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું છે, વર્લ્ડ કપના એલાનના બે દિવસ પહેલા મેં તેઓને ફોન કર્યો હતો, જેમાં મે તેને કહ્યું હતું કે જો મારી જરુર પડશે તો હું રમી શકું છું. પરંતુ માત્ર જરૂર પડ્યે. મે કોઇ માગ નથી કરી. મારું માનવું છે કે જબરજસ્તી વર્લ્ડ કપમાં એન્ટ્રીની વાત કરી નથી.

  અહીં ક્લિક કરી વાંચોઃ Photos: કોહલીએ માનચેસ્ટરની હોટલ છોડતાં જ બ્રિટિશરોએ ઘેરી લીધો

  ક્રિકેટ સાઉથ આફ્રિકા અને સાઉથ આફ્રીકન ટીમ અને મારા વચ્ચે કોઇ સંપર્ક થયો નથી. મેં તેઓને કોલ પણ નથી કર્યો અને તેઓ મારી પાસે આવ્યા પણ નથી. રિટાર્યમેન્ટનો નિર્ણય મારો પોતાનો હતો.

  ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં વેસ્ટઇન્ડિઝ સાથે મેદ બાદ સાઉથ આફ્રિકન કેપ્ટન ડુપ્લેસીએ દાવો કર્યો હતો કે એબી ડિવિલિયર્સએ વર્લ્ડ કપમાં રમવા માટે તેઓને ફોન કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં વર્લ્ડ કપ માટે ટીમનું સિલેક્શન થઇ ગયું હતું. ડુપ્લેસીએ વેસ્ટ ઇન્ડિઝની સાથે દક્ષિણ આફ્રીકાના ગ્રૂપ ગેમ બાદ સોમવારે એક પ્રેસ મીટમાં કહ્યું કે ડિવિલિયર્સે જ્યારે મને ફોન કર્યો ત્યારે મે કહ્યું કે મને લાગે છે કે હવે ખુબ મોડું થઇ ગયું છે. પરંતુ હું કોચ અને પસંદગીકારોની સાથે વાત કરું છું.
  Published by:Sanjay Vaghela
  First published: