કોરોના વાયરસ વચ્ચે આ દિગ્ગજ ખેલાડીએ કર્યા લગ્ન, પત્નીને છૂટાછેડા આપી ભત્રીજીને બનાવી દુલ્હન!

News18 Gujarati
Updated: March 25, 2020, 4:54 PM IST
કોરોના વાયરસ વચ્ચે આ દિગ્ગજ ખેલાડીએ કર્યા લગ્ન, પત્નીને છૂટાછેડા આપી ભત્રીજીને બનાવી દુલ્હન!
કોરોના વાયરસ વચ્ચે આ દિગ્ગજ ખેલાડીએ કર્યા લગ્ન, પત્નીને છુટાછેડા આપી ભત્રીજીને બનાવી દુલ્હન!

ગત વર્ષે કેમિલાએ ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેણે આ સંબંધ માટે પોતાની ફોઈની માફી માંગી હતી

  • Share this:
નવી દિલ્હી : હાલના સમયે આખી દુનિયામાં કોરોના વાયરસ છવાયેલો છે. આ દરમિયાન એક અજીબ સમાચાર રમતની દુનિયામાંથી સામે આવી રહ્યા છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. બ્રાઝિલ અને શંઘાઈ SIPGના સ્ટ્રાઇકર હલ્કે (Hulk Paraiba)બીજા લગ્ન કરી લીધા છે. રિપોર્ટ પ્રમાણે હલ્કે પોતાની પૂર્વ પત્ની ઇરાનની ભત્રીજી કેમિલા સાથે લગ્ન કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે હલ્કે ગત વર્ષે જુલાઈમાં પત્ની ઇરાનને તલાક આપી દીધા હતા. હલ્ક અને ઇરાનના લગ્ન 12 વર્ષ ચાલ્યા હતા. બંનેને ત્રણ બાળકો છે.

જુલાઈમાં પત્નીને છુટાછેડા આપ્યા પછી હલ્કે ઓક્ટોબરમાં કેમિલાને ડેટ કરવાનું શરુ કર્યું હતું. હવે આર્જેન્ટિનાના અખબાર ઇન્ફોબેના રિપોર્ટ પ્રમાણે હલ્ક અને કેમિલાએ લગ્ન કરી લીધા છે. હલ્કે હજુ સુધી આ લગ્નની પૃષ્ટી કરી નથી. જોકે બતાવવામાં આવી રહ્યું છે કે કેમિલાને ચીનમાં રોકાવવા માટે વિઝાની જરુર હતી. જેના કારણે હલ્કે આ નિર્ણય કર્યો હતો. ગત મહિને હલ્કે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં કેમિલા અને હલ્ક દુબઈમાં રજાઓ મનાવી રહ્યા હતા અને બંનેના હાથમાં લગ્નની વિંટી પણ હતી. હલ્કે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાં પોતાને પરણિત જાહેર કર્યો છે. હાલમાં તેણે જેટલા પણ ફોટો પોસ્ટ કર્યા છે તેમાં એક હાથમાં લગ્નની વિંટીં જોવા મળી રહી છે.

આ પણ વાંચો - ભારતને વર્લ્ડ કપ જીતાડનાર આ ખેલાડી કોરોના સામે લડી રહ્યો છે જંગ, બચાવી રહ્યો છે લોકોના જીવ

તમને જણાવી દઈએ કે ગત વર્ષે કેમિલાએ ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેણે આ સંબંધ માટે પોતાની ફોઈની માફી માંગી હતી. કેમિલાએ પછી આ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી. કેમિલાએ આ પોસ્ટમાં લખ્યું હતું કે ફોઈ, હું તમને કહેવા માંગું છું કે આ સંદેશ કોઈ પ્રકારની સ્પષ્ટતા નથી. હું બસ એ કહેવા માંગું છું કે પરિસ્થિતિ જ એવી હતી કે તમને અંગત રીતે કશું કહી શકતી નથી. હું તમને ઘણો પ્રેમ કરું છું. આ બધી બાબતોનો સામનો કરવો ઘણો મુશ્કેલ છે. મેં વિચાર કર્યો ન હતો કે આવું ક્યારેય થશે પણ દિલ ઉપર કોઈનો હક નથી. હું તમારી માફી માંગું છું.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर