IndvsSA: કેપટાઉનમાં ટીમ ઇન્ડિયાને નાહવા માટે મળશે ફક્ત 2 મિનિટ

કેપટાઉનનાં સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આદેશ છે કે રૂટિન કરતાં 60 ટકા પાણી કાપ હાલમાં કેપટાઉન સહન કરી રહ્યું છે.

- News18 Gujarati
- Last Updated: January 4, 2018, 3:31 PM IST
કેપટાઉન: ભારતનાં કોઇપણ શહેરમાં જશો તો આપને ટેન્કર અને તેની સામે લાંબી લાઇન જોવા મળશે. પાણી ભરવા માટેની ડોલ લાગેલી જોવા મળે તે પણ સામાન્ય વાત છે. આવી જ સ્થિતિ હાલમાં દક્ષિણ આફ્રિકાનાં કેપટાઉનમાં જોવા મળી. અહીં જ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પહેલી ટેસ્ટ મેચ રમાવાની છે.
કેપટાઉન પાણીની સખત કમીથી પસાર થઇ રહ્યું છે લોકો પાણી ભરવા માટે લાઇનમાં લાગેલા છે. એટલું જ નહીં બંને ટીમ માટે સ્પષ્ટ આદેશ છે કે તે બે મિનિટથી વધુ શાવરનો ઉપયોગ નહીં કરી શકે. ઇંગ્લિશ ન્યુઝ પેપર ઇન્ડિયન એક્સપ્રેસની માનીયે તો, ભારતીય ટીમને પણ આ સૂચન આપવામાં આવ્યું છે કે તેમને નાહવા માટે ફક્ત બે મિનિટ મળશે.
કેપટાઉન દક્ષિણ આફ્રિકાનાં સૌથી સુંદર શહેરોમાંનું એક છે. પણ હાલમાં તે પાણીનાં સંકટથી પરેશાન છે. થોડા સમય પહેલાં જેવી સ્થિતિ મહારાષ્ટ્રની હતી તેવી જ હાલત હાલમાં કેપટાઉનની છે. સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આદેશ છે કે રૂટિન કરતાં 60 ટકા પાણી કાપ હાલમાં કેપટાઉન સહન કરી રહ્યું છે.ગત વર્ષે વરસાદ નહોતો થવાથી લેવલ 6 વોટર ક્રાઇસિસ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અમે આ રિપોર્ટની સાથે જે તસવીરનો ઉપયોગ કર્યો છે તે ટેબલ માઉન્ટેનથી આવી રહેલાં પાણીને ભરવા લાગેલી લાઇનની છે. આ તસવીર ક્રિકેટ રિપોર્ટર અમિત શાહનાં ફેસબૂક વીડિયો પરથી લેવામાં આવી છે.
હાલમાં શહેરે નક્કી કર્યું છે કે એક વ્યક્તિ દિવસમાં ફક્ત 87 લિટર પાણી એટલે દર મહિને દસ હજાર લિટર પાણી મળશે. જે દિલ્હીની સરખામણીએ અડધુ છે. દિલ્હીમાં માથાદિઠ દરેકને 20 હજાર લિટર પાણી મફત આપવામાં આવી છે.
રસપ્રદ વાત એ છે કે કેટાઉન બંને તરફથી સમુદ્રથી ઘેરાયેલો છે એટલે કે આસાપાસ પાણી જોવા મળે છે પણ તેનો ઉપયોગ થઇ શકતો નથી. લેવલ 6 વોટર ક્રાઇસિસ એટલે શું?
તેનો અર્થ થાય છે કે પીવાનાં પાણીનો પૂલ, છોડમાં ઉપયોગ થઇ શકે નહીં. આ નિયમ તોડનારાએ દંડ ભરવાની જોગવાઇ છે. તેણે દસ હજાર રેન્ડ એટલે કે આશરે 51 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. અંગ્રેજી અખબાર ધ ટેલીગ્રાફની માનિયે તો પ્રતિ વ્યક્તિ દિઠ મહત્તમ 87 લિટર પાણીનો નિયમ કેપટાઉનમાં ગત વર્ષથી લાગુ કરવામાં આવ્યો છે.
કેપટાઉન પાણીની સખત કમીથી પસાર થઇ રહ્યું છે લોકો પાણી ભરવા માટે લાઇનમાં લાગેલા છે. એટલું જ નહીં બંને ટીમ માટે સ્પષ્ટ આદેશ છે કે તે બે મિનિટથી વધુ શાવરનો ઉપયોગ નહીં કરી શકે. ઇંગ્લિશ ન્યુઝ પેપર ઇન્ડિયન એક્સપ્રેસની માનીયે તો, ભારતીય ટીમને પણ આ સૂચન આપવામાં આવ્યું છે કે તેમને નાહવા માટે ફક્ત બે મિનિટ મળશે.
કેપટાઉન દક્ષિણ આફ્રિકાનાં સૌથી સુંદર શહેરોમાંનું એક છે. પણ હાલમાં તે પાણીનાં સંકટથી પરેશાન છે. થોડા સમય પહેલાં જેવી સ્થિતિ મહારાષ્ટ્રની હતી તેવી જ હાલત હાલમાં કેપટાઉનની છે. સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આદેશ છે કે રૂટિન કરતાં 60 ટકા પાણી કાપ હાલમાં કેપટાઉન સહન કરી રહ્યું છે.ગત વર્ષે વરસાદ નહોતો થવાથી લેવલ 6 વોટર ક્રાઇસિસ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અમે આ રિપોર્ટની સાથે જે તસવીરનો ઉપયોગ કર્યો છે તે ટેબલ માઉન્ટેનથી આવી રહેલાં પાણીને ભરવા લાગેલી લાઇનની છે. આ તસવીર ક્રિકેટ રિપોર્ટર અમિત શાહનાં ફેસબૂક વીડિયો પરથી લેવામાં આવી છે.
હાલમાં શહેરે નક્કી કર્યું છે કે એક વ્યક્તિ દિવસમાં ફક્ત 87 લિટર પાણી એટલે દર મહિને દસ હજાર લિટર પાણી મળશે. જે દિલ્હીની સરખામણીએ અડધુ છે. દિલ્હીમાં માથાદિઠ દરેકને 20 હજાર લિટર પાણી મફત આપવામાં આવી છે.
રસપ્રદ વાત એ છે કે કેટાઉન બંને તરફથી સમુદ્રથી ઘેરાયેલો છે એટલે કે આસાપાસ પાણી જોવા મળે છે પણ તેનો ઉપયોગ થઇ શકતો નથી.
Loading...