આ બે કારણથી સચિન તેન્ડુલકરના દીકરા અર્જૂનની ભારતીય અંડર-19 ટીમમાં થઇ પસંદગી

News18 Gujarati
Updated: June 9, 2018, 10:36 AM IST
આ બે કારણથી સચિન તેન્ડુલકરના દીકરા અર્જૂનની ભારતીય અંડર-19 ટીમમાં થઇ પસંદગી
ભારતીય ક્રિકેટ જગતમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડૂલકરના પુત્ર અર્જૂન તેન્ડુલકરની ભારતીય અંડર-19 ટીમમાં પસંદગી થઇ છે. હવે અર્જૂન અંડર-19 ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળશે.

ભારતીય ક્રિકેટ જગતમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડૂલકરના પુત્ર અર્જૂન તેન્ડુલકરની ભારતીય અંડર-19 ટીમમાં પસંદગી થઇ છે. હવે અર્જૂન અંડર-19 ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળશે.

  • Share this:
ભારતીય ક્રિકેટ જગતમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડૂલકરના પુત્ર અર્જૂન તેન્ડુલકરની ભારતીય અંડર-19 ટીમમાં પસંદગી થઇ છે. હવે અર્જૂન અંડર-19 ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળશે. સચિન તેન્ડૂલકરની ક્રિકેટના ભગવાન બનવાની કહાની કોઇ સપનાથી ઓછી નથી. પરંતુ તેમનું એક સપનું હંમેશા માટે અધૂરું રહ્યું છે. 13 વર્ષની ઉંમરમાં સચિન ફાસ્ટ બોલર બનવાના સપનાને લઇને એમઆરએફ એકેડમી પહોંચ્યા હતા. ત્યારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પેસર ડેનિસ લીલીએ તેમને સલાહ આપી હતી કે, તેઓ ફાસ્ટ બોલિંગ માટે બન્યા નથી. તેમને બેટિંગ ઉપર જ ધ્યાન આપવું જોઇએ.

જોકે, હવે 18 વર્ષના અર્જૂન પોતાના પિતાનું સપનું સાકાર કરવા જઇ રહ્યા છે. અર્જૂન શ્રીલંકાના પ્રવાસે જઇ રહેલી ભારતીય અંડર-19 ટીમનો ભાગ હશે. અર્જૂનને રાષ્ટ્રીય અંડર-19માં પસંદગી પામવા માટે બે કારણો છે. એક તો ભારત અંડર-19 અને ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે ટીમ પસંદગીને લઇને ખાસ સૂચન અને બીજુ અર્જૂનનું સાચેમાં ફાસ્ટ બોલર હોવું પણ તેમના હકમાં રહ્યું હતું.

લેફ્ટ આર્મ સમીર અર્જૂન મુંબઇની અંડર-14, અંડર-16 અને અંડર-19 ટીમ માટે રમી ચૂક્યા છે. બિહાર અંડર-19 ટ્રોફીમાં અર્જૂને 5 મેચોમાં 18 વિકેટ લીધી હતી. જેમાં બે વખત પાંચ વિકેટ લીધી હતી. અર્જૂને ટીમ ઇન્ડિયાને નેટ્સ પર પણ પ્રેક્ટિસ કરાવી છે. 2017માં નેટ્સ દરમિયાન અર્જૂને શાનદાર યોર્કરથી ઇંગ્લેન્ડના બેસ્ટમેન જોની બેયરસ્ટો ઇજા થઇ હતી. સિડનીમાં જાન્યુઆરીમાં થયેલા અંડર-19 મુલાકાતમાં ઓસ્ટ્રેલિયન મીડિયામાં અર્જૂનના ખુબ જ વખાણ થયા હતા. અર્જૂને મેચમાં ચાર વિકેટ મેળવી હતી. આ સાથે 27 બોલમાં 48 રન પણ બનાવ્યા હતા.
First published: June 9, 2018, 10:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading