સ્ટીવ સ્મિથ: બનવા માંગતો હતા બ્રેડમેન, બની ગયો 'બેડમેન'!
સ્ટીવ સ્મિથ: બનવા માંગતો હતા બ્રેડમેન, બની ગયો 'બેડમેન'!
સ્ટીવ સ્મિથ Steve Smith : સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટન તરીકે એક શાનદાર ખેલાડી રહ્યા છે. સેન્ડપેપરની ઘટના પછી સ્મિથને કેપ્ટનશીપ છોડવાની ફરજ પડી હતી. આ ઘટના પછી તમામ ફોર્મેટમાં તેમની કેપ્ટનશીપ પાછી લેવામાં આવી હતી, સાથે જ તેમના પર 1 વર્ષનો બેન પણ મુકવામાં આવ્યો હતો. એક વર્ષના બેન પછી તેમણે શાનદાર કમબેક કર્યું અને એશીસ સિરીઝમાં એકલા હાથે ઓસ્ટ્રેલિયાઈ ટીમની મદદ કરી હતી. સ્મિથે કેપ્ટન તરીકે 93 મેચમાં 5885 રન કર્યા છે સાથે જ 20 સદીઓ પણ ફટકારી છે.
આખા ક્રિકેટ જગતમાં અત્યારે બોલ ટેમ્પરિંગની ચર્ચા છે. કોઈને માનવામાં નથી આવતું કે આખરે સ્મિથ જેવા શાનદાર ખેલાડી આવી ભૂલ કઈ રીતે કરી શકે. સ્મિથ છેલ્લા 8 વર્ષોથી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા છે. તેણે એક લેગ સ્પિનથી ક્રિકેટની શરૂવાત કરી હતી. તે 8માં નંબર પર બેટિંગ કરતા હતાં. પરંતુ છેલ્લા 5 વર્ષોમાં તેમણે રનોનો એવો તો ખડકલો કરી દીધો કે તેમની તુલના મહાન સર ડોન બ્રેડમેન સાથે થવા લાગી.
એવું લાગતું હતું કે આવનારા દિવસોમાં ટેસ્ટ ક્રિકેટ પર સ્મિથનું જ રાજ હશે. પરંતુ બોલ ટેમ્પરિંગની ઘટના બાદ સ્મિથ માટેની બધી આશાઓ તૂટી ગઈ છે. તો આવી એ એક નજર નાંખીએ કે કેમ સ્મિથની તુલના બ્રેડમેન સાથે થતી હતી.
પાકિસ્તાન સામે 2010માં સ્મિથે ડેબ્યુ કર્યુ હતું. તે પછી અત્યાર સુધી સ્મિથે સૌથી વધારે 23 સદી ફટકારી છે. તેમના પછી વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરનો વારો આવે છે.
ટેસ્ટ ક્રિકેટમાં 50ની સરેરાશથી રન બનાવવા મોટી વાત છે. દુનિયામાં થોડાઘણાં જ બેટ્સમેન છે જેમની એવરેજ 50ની પાર છે. બ્રેડમેને ટેસ્ટમાં 99.94ની એવરેજથી રન બનાવ્યાં હતાં. ટેસ્ટમાં સ્મિથની અત્યારે એવરેજ 61.37 છે.
છેલ્લા 5 વર્ષથી તો સ્મિથે ઘણાં રન બનાવ્યાં. એક વર્ષમાં એક હજાર રન બનાવવા મોટી વાત છે.
પરંતુ સ્મિથ આ કારનામું છેલ્લા 5 વર્ષથી કરતા આવે છે. આ આંકડાઓ પર પણ નજર નાંખો.
અત્યારે સ્મિથની તુલના વિરાટ કોહલી સાથે થઈ રહી છે. બંન્ને એવા કપ્તાન છે કે બેટની સાથે કપ્તાની પણ બખૂબી કરે છે. પરંતુ ક્યારેક વિરાટ આગળ નીકળી જાત છે તો ક્યારેક સ્મિથ. આ આંકડા તમને હેરાન કરી દેશે.
એક સારા ખેલાડીની ઓળખ હોય છે ઇમાનદારીથી ક્રિકેટ રમવું. પરંતુ સ્મિથથી આવું ન થયું, હવે તેમના બનાવેલા રેકોર્ડસને પણ ફેન્સ સંદેહની નજરથી જોશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર