રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની જોડી માટે કેવી રહી સફર, આવો છે રેકોર્ડ
Ravi Shashtri virat Kohli Records : વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની જોડી ભલે એક પણ આઈસીસી ટ્રોફી જીતી ન શકી પરંતુ તેમના સમયમાં ભારતીય ટીમે જીતેલી અન્ય ટુર્નામેન્ટમાં મોટા મોટા રેકોર્ડ થયા છે
ગઈકાલે ટી-20 વર્લ્ડકપમાં ભારતની નામિબિયા સામે જીત થઈ હતી. આ જીતની સાથે જ કેપ્ટન તરીકે વિરાટ કોહલી અને કોચ તરીકે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થયો. વિરાટ કોહલીએ કહ્યું કે તેઓ હવે ફક્ત વનડે અને ટેસ્ટ ટીમની કપ્તાન કરશે. બીસીસીઆઈએ રવિ શાસ્ત્રીના સ્થાને રાહુલ દ્રવિડની કોચ તરીકે નિયુક્તિ કરી છે. રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીએ (Virat Kohli Ravi Shashtri) ભારતીય ટીમને અનેક ઉપલબ્ધિઓ અપાવી છે. PTI એ તેમની કેટલીક વિશેષ ઉપલબ્ધિઓ વિશેની જાણકારી આપી છે. જે અહીં જણાવવામાં આવી છે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી (2018-19): રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીના માર્ગદર્શન હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં જ હરાવ્યું હતું. આ ટેસ્ટ સીરિઝમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં જ હરાવીને ઈતિહાસ રચી દીધો છે અને પહેલી એશિયાઈ ટીમ બની ગઈ છે.
ઓસ્ટ્રેલિયામાં સતત બીજી ટેસ્ટ સીરિઝ જીતી (2020-21): ઓસ્ટ્રેલિયામાં રમાનાર મેચમાં કોહલી તમામ મેચ દરમિયાન હાજર નહોતા. તે સમયે સ્ટેન્ડ ઈન કેપ્ટન આજિંક્ય રહાણેના નેતૃત્વમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને સતત બીજી વાર બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી હતી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (2021): ભારતે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના માર્ગદર્શનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પહેલા સત્રના ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. ભારતીય ટીમે ફાઈનલમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો અને ન્યુઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતી ગયું હતું.
ODI વર્લ્ડ કપ સેમિફાઈનલ (2019): ભારત 2019 ICC વર્લ્ડકપના કપના ગૃપ સ્ટેજમાં સર્વશ્રેષ્ઠ ટીમ હતી. પરંતુ સેમિફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની જોડીના નેતૃતવ હેઠળ ભારત ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની સીરિઝમાં 2-1થી આગળ હતું. ભારતીય દળમાં કોવિડ-19ના કારણે છેલ્લી ટેસ્ટ મેચ રદ્દ કરવી પડી હતી.
શાસ્ત્રીની દેખરેખ હેઠળ ભારતે દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં T20I સીરિઝ જીતી લીધી હતી.
રવિ શાસ્ત્રીની દેખરેખ હેઠળ વર્ષ 2017 માં ભારતે શ્રીલંકાને 3-0 થી હરાવીને પહેલીવાર આ કારનામું કર્યું હતું.
ભારતે પહેલીવાર કેરેબિયન ટેસ્ટ સીરિઝમાં વેસ્ટઈન્ડિઝને હરાવી દીધું હતું.
શાસ્ત્રીના સમય દરમિયાન ભારત ફાસ્ટ બોલિંગમાં ખૂબ જ મજબૂત થયું છે. જેના કારણે વિશ્વની સર્વષેષ્ઠ ટીમ પર પણ તેની અસર જોવા મળી છે.
42 મહિના સુધી ભારત ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર: કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીની દેખરેખ હેઠળ ભારતીય ટીમે વર્ષ 2016થી 2020 સુધીના 42 મહિનાના સમયગાળામાં ભારત ટેસ્ટ મેચમાં નંબર વન પર રહી છે.
વર્ષ 2014માં એડિલેડમાં ભારત ટેસ્ટ મેચ માટે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી પહેલીવાર એક સાથે આવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટેસ્ટમાંથી ધીરે ધીરે બહાર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલીના કેપ્ટન બનવાનો માર્ગ મોકળો બની ગયો હતો.
ધોનીનો સન્યાસ
ધોનીએ આગામી બે મેચ બ્રિસ્બેન અને મેલબોર્નમાં મેચનું ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે મેચમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કર્યા બાદ વિરાટ કોહલીને ટેસ્ટ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
રવિ શાસ્ત્રી વર્ષ 2014માં ભારતીય ટીમની ઈંગ્લેન્ડ ટુરથી વર્ષ 2015 વર્લ્ડ કપ સુધી 8 મહિનાના સમયગાળા માટે ભારતીય ટીમના ડાયરેક્ટર બન્યા હતા.
રવિ શાસ્ત્રીને વર્ષ 2016માં હટાવી દેવામાં આવ્યા હતા. 13 જુલાઈ 2017 ના રોજ તેમને ભારતીય ટીમના હેડ કોચ તરીકે નિમવામાં આવ્યા હતા. વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી બંનેએ સાથે મળીને ભારતીય ટીમને અનેક ઉપલબ્ધીઓ અપાવી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર