ભારતે 41 વર્ષમાં પહેલી વખત ઓલિમ્પિક હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એક જમાનામાં ઓલિમ્પિકમાં ભારત માત્ર હોકીના કારણે ઓળખાતું હતું. જેથી 1928માં મેળવેલી સિદ્ધિ ભારત માટે ખૂબ મોટી હતી. હવે આ વર્ષે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) ભારતીય હોકી (Indian Hockey Team Won Bronze Medal) ટીમે રેકોર્ડ તોડ્યો છે. 1928માં ઓલિમ્પિક (1928 Olympics)માં જવા માટે ભારતીય ટીમ સામે ઘણા પડકાર હતા. ભારતીય હોકી ટીમની પાસે ઓલિમ્પિકમાં જવા માટે પૈસા ન હતા, આ પૈસા કોલકત્તા શહેરે એકઠા કરી દીધા હતા. આ ઓલિમ્પિકમાં ધ્યાનચંદ (Hockey Legend Dhyanchand)નો જાદૂ છવાઇ ગયો હતો.
ભારતીય હોકીના સફર ખૂબ રસપ્રદ છે. અનેક મુશ્કેલીઓ બાદ આપણી હોકી ટીમ બની હતી. ત્યારબાદ તેની પસંદગી થઇ હતી. ઓલિમ્પિકમાં જવા માટે ભારતીય ટીમ પાસે ત્યારે ન તો કપડા હતા અને ન તો પૂરતા પૈસા હતા. અહીં તે પણ નોંધવા જેવી વાત છે કે, 1928ના ઓલિમ્પિકમાં હોકીને જગ્યા અપાઈ નહોતી, પણ ભારતીય ઓલિમ્પિક સંઘના અનુરોધના કારણે જ હોકીને બીજી વખત ઓલિમ્પિકમાં સામેલ કરાઇ હતી.
વર્ષ 1928માં થનાર એમસ્ટર્ડન ઓલિમ્પિક પહેલા ભારતીય હોકી સંઘ નાના રૂપમાં અસ્તિત્વમાં આવી ચૂક્યુ હતું. તેણે ધીમે ધીમે પોતાની સક્રિયતા વધારવાની શરૂઆત કરી અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમીટીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે હોકીને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવે. હકીકતમાં વર્ષ 1920ના એંટવર્પ ઓલિમ્પિક રમતો બાદ હોકીને ઓલિમ્પિકમાંથી હટાવી દેવામાં આવી હતી અને વર્ષ 1924ના પેરિસ ઓલિમ્પિકમાં હોકીને સામેલ કરવામાં આવી નહોતી.
એક તરફ હોકીને ફરી ઓલિમ્પિકમાં સામેલ કરવાની ચર્ચા ચાલતી હતી, બીજી તરફ ભારતીય રેજીમેન્ટમાં ચર્ચાઓ હતી કે જો ભારતે ઓલિમ્પિકમાં પોતાની ટીમ મોકલી તો તેમા મોટા ભાગના ખેલાડીઓ સેનાના હશે. તેમાં ધ્યાનચંદની પસંદગી નિશ્ચિત હશે. હોકી સંઘના સંચાલક અંગ્રેજ સૈનિક અધિકારી જ હતા. તત્કાલીન ભારતીય હોકી સંઘનના અધ્યક્ષ મેજર બર્ન મુર્ડોક હતા.
ઓલિમ્પિક ટીમ પસંદ કરવા કોલકાતામાં થઇ સ્પર્ધા
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘે ભારતના અનુરોધને માનીને હોકીને ફરી ઓલમ્પિક રમતોમાં સ્થાન આપ્યું. ભારતે તેમાં ટીમ મોકલવાનો નિર્ણય કર્યો હતો. સમસ્યા તે હતી કે કઇ રીતે દેશની સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ કરવામાં આવે અને કઇ રીતે પસંદગી પ્રતિયોગિતા માટે જગ્યા નક્કી કરવામાં આવે? આ સમસ્યાના ઉકેલ સ્વરૂપે ભારતીય હોકી સંઘે કોલકાતા (તત્કાલીન નામ કોલકત્તા)માં ટેસ્ટ મેચ યોજવાનો નિર્ણય કર્યો હતો.
અંગ્રેજો રમતોમાં ભેદભાવને દૂર રાખતા હતા
ધ્યાનચંદે પોતાની આત્મકથા ગોલમાં ઘણી વખત તે વાતનો ઉલ્લેખ કર્યો છે કે, તેઓ પોતાના જીવનમાં અંગ્રેજોની બે વાતથી ખૂબ પ્રભાવિત રહ્યા છે. પહેલી કે અંગ્રેજો ખેલાડીઓ અને લશ્કરી અધિકારીઓએ વસાહતી કાળ અને વંશીય શ્રેષ્ઠતાના સમયમાં હોકી રમતને ભેદભાદ અને રંગભેદથી દૂર રાખી હતી. તેમણે કોઇપણ પક્ષપાત વગર તે ખેલાડીઓને સેનાની ટીમમાં જગ્યા આપી, જે તેને લાયક હતા. આ ટીમમાં ધ્યાનચંદને પણ સામેલ કરાયા હતા. ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા માટે ભારતીય ખેલાડીઓને પસંદ કરવા અંગ્રેજોની રમત પ્રત્યે સારી ભાવના દર્શાવે છે. ભલે અંગ્રેજોએ ભારતીય રાજનીતિક અને સામાજીક ક્ષેત્રમાં જુલમ અને શોષણના વલણને અપનાવ્યું પરંતુ રમતને તેનાથી દૂર રાખી હતી.
બીજી વાત જેના પ્રત્યે ધ્યાનચંદ હંમેશા આભારી રહ્યા તે, કોલકાતા શહેર હતું. કારણ કે આ શહેરે જો ત્યારે ભારતીય હોકીને આગળ આવી સહયોગ ન કર્યો હોત તો કોઇ ભારતીય હોકી અને ધ્યાનચંદને ઓળખતું ન હોત. તેમના સહયોગ વગર ન તો ભારતીય હોકી પસંદગી સ્પર્ધા થઇ શકી હોત અને ન તો ભારતીય ટીમ ઓલિમ્પિકમાં પહોંચી શકી હોત. હોકીને લોકપ્રિય બનાવવામાં બંગાળ અને કોલકાતાની ખાસ ભૂમિકા રહી છે. બંગાળ હોકી સંઘ દેશનું સૌથી જૂનું હોકી સંઘ હતું.
કઇ રીતે થઇ પસંદગી માટે સ્પર્ધા?
ઓલિમ્પિક માટે ભારતીય હોકી ટીમની પસંદગી સ્પર્ધા કોલકાતામાં યોજવાનું નક્કી થયું હતું. આ જગ્યા એટલા માટે પણ યોગ્ય માનવામાં આવી કારણ કે તે સમયે ભારતીય હોકી સંઘને પૈસાની ખૂબ જરૂર હતી, જેની પૂર્તિ માત્ર બંગાળથી સંભવ હતી. પહેલા આંતર પ્રાંતિય હોકી ટૂર્નામેન્ટમાં પાંચ પ્રાંતીય ટીમોએ શરૂઆત કરી હતી. બંગાળ હોકી સંઘે દરેક શક્ય પ્રયાસ કરીને આ સ્પર્ધાને સફળ આયોજનમાં પરિવર્તિત કરી દીધું. તેમાં આર્થિક પાસાની ભૂમિકા સૌથી મહત્વની હતી.
જો વર્ષ 1928માં બંગાળ હોકી સંઘે આર્થિક સહયોગ અને સમર્થન ન આપ્યું હોત તો કદાચ જ ભારતીય ટીમ એમ્સર્ટડમ માટે રવાના થઇ શકી હોત. ટૂર્નામેન્ટમાં પંજાબ, યૂપી, બંગાળ, રાજપૂત અને સેંટ્રલ પ્રોવિંસે ભાગ લીધો. મુંબઇ અને મદ્રાસ જેવા બે મોટા પ્રદેશ એટલા માટે ભાગ ન લઇ શક્યા કારણ કે ત્યાં કોઇ હોકી સંઘ ન હતા.
યૂપીએ જીતી હતી આ ટૂર્નામેન્ટ
આ ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં બે સંયુક્ત પ્રાંત (યુપી) અને રાજપૂત પહોચી હતી. ફાઇનલ મેચ સંયુક્ત પ્રાંતની ટીમ માટે અવિસ્મરણીય દિવસ સાબિત થયો હતો. તેમણે આ મેચ જીતીને પહેલી વખત રાષ્ટ્રીય ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ હતું. જોકે યૂપીની ટીમને સતત 3 દિવસમાં 3 મેચ રમવા પડ્યા હતા. તેઓ ખૂબ થાકી ગયા હતા. પરંતુ છતા પણ તેમણે પોતાના જુસ્સાને જાળવી રાખ્યો. હવે તો ખૂબ ઓછા કિસ્સામાં વિશ્વની કોઇ ટીમ સતત 3 દિવસમાં 3 મેચ રમીને પોતાની શ્રેષ્ઠતા જાળવી શકે છે. ફાઇનલ મેચમાં યૂપી 3-1થી જીત્યું હતું.
બધા ધ્યાનચંદની રમતના થઇ ગયા દિવાના
ફાઇનલ મેચ સુધીમાં બધા ધ્યાનચંદના રમતની કુશળતાના દિવાના થઇ ગયા હતા. બધાને લાગતું હતું કે તેઓ વધુ ઉત્કૃષ્ટ ખેલાડી છે. તેમણે જેવી રમત બતાવી તેમની આસપાસ પણ કોઇ બીજો ખેલાડી ન હતો. આ ભારતીય ટીમને આવો ખેલાડી મળ્યો તે વરદાન સમાન હતું. સ્પર્ધાના આધારે 13 ખેલાડીઓની તે ટીમને પસંદ કરવામાં આવી જેને એમ્સર્ટડમ ઓલમ્પિકમાં રમવાનું હતું.
બંગાળમાંથી એકઠા કરાયા હતા પૈસા
સૌથી મોટી સમસ્યા પૈસાની હતી. પૈસા વગર તમામ ખેલાડીઓનું ઓલિમ્પિકમાં જવું સંભવ ન હતું. બે ખેલાડીઓને જવા માટે જરૂરી ધન હજુ પણ એકત્રિત થઇ શક્યું ન હતું. ભારતીય હોકી સંઘે દેશભરમાં દાન માટે અપીલ કરી. ઓછામાં ઓછા 15 હજાર રૂપિયાની રકમ ઘટી રહી હતી. તે સમયના હિસાબે આ કોઇ નાની રકમ ન હતી. એવામાં પણ બંગાળે આ રકમ એકઠી કરીને ભારતીય ટીમને જવા માટે પૂરતી વ્યવસ્થા કરી આપી હતી.
ખેલાડીઓને જાતે કરવી પડતી હતી કિટ અને ગરમ કપડાની વ્યવસ્થા
આ રીતે સાધન અને સુવિધા વગર ભારતીય હોકી ટીમ વર્ષ 1928ના ઓલમ્પિકમાં જવાની તૈયારીઓમાં લાગી ગઇ હતી. તે સમયમાં ખેલાડીઓને પોતાની કિટ અને ગરમ કપડાની વ્યવસ્થા જાતે કરવી પડતી હતી. સ્વાભાવિક રીતે દરેક ખેલાડી તેને પૂર્ણ કરવામાં લાગી ગયો હતો. ધ્યાનચંદના પરીવાર ખુશીનો માહોલ હતો. તેઓ ફરી એક વખત વિદેશ પ્રવાસે જઇ રહ્યા હતા. તે પણ રાષ્ટ્રીય ટીમમાં પસંદ થઇને. તેમને ઘણી શુભેચ્છાઓ મળી રહી હતી.
રેજીમેન્ટના સાથીઓ અને ઓફીસરોએ તેમને શુભેચ્છાઓ આપી અને આશા વ્યક્ત કરી કે તેઓ ટોક્યો ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરશે. કોને ખબર હતી કે ભારતીય ટીમ પહેલી વખત ઓલમ્પિકમાં ભાગ લેવા નથી જઇ રહી પરંતુ ઇતિહાસ રચવા જઇ રહી છે. રમતોનો નવો સુવર્ણ અધ્યાય આ ટીમ ખોલશે.
કેસર એ હિન્દ જહાજમાં રવાના થઇ હતી ટીમ
હોકી ટીમ જ્યારે 10 માર્ચ, 1928માં કેસર એ હિન્દ જહાજ પર સવાર થઇને જ્યારે મુંબઇથી રવાના થઇ ત્યારે માત્ર 3 લોકો તેમને વિદાય આપવા આવ્યા હતા. આ 3 લોકોમાં ભારતીય હોકી સંઘના અધ્યક્ષ બર્ન મુર્ડોક, ઉપાધ્યક્ષ ચાર્લ્સ ન્યૂહેમ અને બંગાળ હોકી સંઘના સંસ્થાપક એસ. ભટ્ટાચાર્ય હતા. જહાજ સફર પર નીકળી પડ્યું અને 3 સપ્તાહ સુધી દરિયાની લહેરોમાં આગળ વધતું રહ્યું. તેમનું આગળનું સ્ટેશન હતું ઇંગ્લેન્ડનું તિલવરી બંદરગાહ, જ્યાં ભારતીય હોકી ટીમને ઉતવાનું હતું, ઇંગ્લેન્ડમાં અમુક પ્રદર્શન મેચોમાં ભાગ લેવાનો હતો, ભારત અહીં 11 મેચ રમ્યું, 9 મેચ જીત્યા અને એક હાર્યા અને એક ડ્રો થયો.
અંગ્રેજોના ઘમંડને કચડી નાખ્યો
અંગ્રેજોને લાગતું હતું કે આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની દશા ખૂબ ખરાબ થશે. ત્યાર બાદ ભારતને હરાવીને બ્રિટેનની ટીમ જ્યારે ઓલમ્પિકમાં જશે તો તેમનો જુસ્સો બુલંદ થઇ જશે. પરંતુ તેનાથી એકદમ ઉલ્ટું થયું. ધ્યાનચંદની આગેવાનીમાં બ્રિટેનમાં તેમની ટીમ એટલી ખરાબ રીતે ધોવાઇ કે તેમનું માથું નીચે નમી ગયું હતું.
ભારતીયોએ હોકીના મેચમાં સતત તેમની બોલતી બંધ કરી હતી. હકીકતમાં ઓલમ્પિકમાં હારનો એક અલગ સંદેશ પણ પૂરી દુનિયામાં પ્રસરી જાત કે જે દેશ પર બ્રિટન રાજ કરી રહ્યું છે, તે જ દેશે તેમને હરાવ્યા. બ્રિટીશ શાસકોને પણ લાગ્યુ કે તે યોગ્ય નથી અને રાતો રાત તેના પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ બ્રિટને ઓલમ્પિકની હોકી સ્પર્ધામાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હતો.
હોકીના જાદુગર ધ્યાનચંદની આ તસવીર 1932ના ઓલમ્પિકની છે. જેમાં ફરી તેમની હોકીનો જાદુ જોવા મળ્યો હતો. (ફાઇલ તસવીર)
એમ્સટર્ડમ ઓલમ્પિકમાં પહેલી મેચ
ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શનથી ભારતીય ટીમ ઉત્સાહિત હતી. તેમનો આત્મવિશ્વાસ ઇંગ્લેન્ડ પ્રવાસમાં મળેલ જીતે ખૂબ વધાર્યો. જ્યારે ટીમ ઓલમ્પિકમાં પહોંચી તો તેમની રમત અને આત્મવિશ્વાસ બંને બુલંદ હતા. તમામ ખેલાડીઓ તંદુરસ્ત અને ઉત્સાહિત હતા. એમ્સટર્ડન ઓલમ્પિકમાં ભારતનો પહેલી મેચ આસ્ટ્રિયા સાથે હતો. આ મેચમાં ભારતને 6 ગોલ સાથે જીત મળી હતી. ધ્યાનચંદે ચાર ગોલ કરીને પ્રતિસ્પર્ધી ટીમો માટે સંકટ ઊભું કર્યું હતું.
આગળનો મેચ બેલ્ઝિયમ સાથે હતો. તેમા ભારતે બેલ્ઝિયમને 9-0થી હરાવ્યું અને 20 મેએ ભારતીય ટીમે ડેન્માર્કને 5-0થી હરાવ્યું હતું. ભારતીય ટીમની આક્રમક રમત અને ધ્યાનચંદ જેવા શાનદાર ફોરવર્ડનો તોડ કોઇ પણ ટીમ પાસે ન હતો ભારત 3 મેચ રમી ચૂક્યુ હતું. સેમીફાઇનલમાં અને ફાઇનલ મેચોમાં પણ ભારત શાનદાર રીતે રમ્યું હતું.
ફાઇનલ મેચમાં રચ્યો ઇતિહાસ
સેમીફાઇનલ મેચ સ્વિત્ઝરલેન્ડની સામે 22 મેએ રમવામાં આવ્યો હતો, જેમાં પ્રતિસ્પર્ધી ટીમને ભારતે 6-0થી હરાવી દીધી. ફાઇનલ મેચ 26 મેએ હોલેન્ડની સામે હતો. ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ બીમારી થઇ ગયા હતા. ખુદ ધ્યાનચંદને તાવ હતો. છતા પણ તેમણે નક્કી કર્યુ હતું કે તેઓ મેદાનમાં ઉતરશે. તેઓ મેદાનમાં ઉતર્યા. તેઓ એક સૈનિક હતા અને સૈનિકની જેમ આ મેચ તેમના અને દેશ માટે કરો કે મરો જેવો હતો.
મેચ ખૂબ શાનદાર રહ્યા. હોલેન્ડની ટીમે ખૂબ મહેનત કરી હતી. આખરે ભારતને 3-0થી જીત મળી, જેમાં બે ગોલ ધ્યાનચંદે કર્યા. આ રીતે ભારતે ઇતિહાસ બનાવી દીધો હતો. ભારતીય હોકી ટીમે ઓલમ્પિકનો પહેલો સુવર્ણ ચંદ્રક પોતાના નામે કરી એક એવા સફરની શરૂઆત કરી જેની અસર દાયકાઓ સુધી રહી હતી. આ જીતે ભારત અને ભારતવાસીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે એવું સન્માન અપાવ્યું, જેના તેઓ હકદાર હતા. ભારતીયોએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી.
ધ્યાનચંદ પોતાની ઝડપ, સ્ફુર્તિ, ડ્રિબલિંગ, ગતિ અને ટીમવર્કના મામલે ખૂબ તૈયાર હતા. તેઓ ક્યારેય પણ એકલા રમતા ન હતા, ટીમ વર્કનું પણ ખાસ ધ્યાન રાખતા હતા. ઓલમ્પિક ફાઇનલમાં જીત બાદ જ્યારે ભારતીય ખેલાડીઓને સુવર્ણ ચંદ્રક પહેરાવવામાં આવ્યો તો તેઓને ખૂબ ગર્વ થયો હતો અને તેમને લાગ્યું કે સાચે જ તેમણે દેશ માટે કંઇક કર્યુ છે.
મુંબઇમાં સ્વાગત માટે ઉમટી પડી ભીડ
ભારતીય ટીમ ઇંગ્લેન્ડથી ભારત પરત ફરી. ભારતમાં જ્યારે તેઓ પરત આવ્યા તો તેમના સ્વાગત માટે દ્રશ્ય જ બદલાઇ ગયું હતું. જ્યારે ભારતીય ટીમ ઓલમ્પિક માટે રવાના થઇ હતી તો તેમનાથી કોઇને આશા ન હતી અને માત્ર 3 લોકો વિદાય આપવા આવ્યા હતા. પરંતુ પરત મુંબઇ આવ્યા ત્યારે માલે સ્ટેશન ભીડથી ભરેલું હતું. જ્યાં નજર કરો ત્યાં માણસો નજરે પડી રહ્યા હતા. દરેક વ્યક્તિ ભારતીય હોકી ટીમના જાદૂગરને એક નજર જોવા માંગતા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર