ટેસ્ટ ક્રિકેટનો ‘વર્લ્ડ કપ’ જીતવાની નજીક ટીમ ઇન્ડિયા, આ ટીમ આપી રહી છે ટક્કર

ટેસ્ટ ક્રિકેટનો ‘વર્લ્ડ કપ’ જીતવાની નજીક ટીમ ઇન્ડિયા, આ ટીમ આપી રહી છે ટક્કર
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા માટે સૌથી આગળ ભારતીય ટીમ ચાલી રહી છે. જેણે પોતાની અત્યાર સુધીની બધી સાતેય ટેસ્ટમાં વિજય મેળવ્યો છે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા માટે સૌથી આગળ ભારતીય ટીમ ચાલી રહી છે. જેણે પોતાની અત્યાર સુધીની બધી સાતેય ટેસ્ટમાં વિજય મેળવ્યો છે

 • Share this:
  નવી દિલ્હી : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)માં ભાગ લઈ રહેલી બધી નવ ટીમો ટેસ્ટ ક્રિકેટનો વર્લ્ડ કપ જીતવા માટે પોતાના અભિયાનની શરુઆત કરી દીધી છે. ટાઇટલની રેસમાં ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને બાંગ્લાદેશ છે. રસપ્રદ વાત એ છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા માટે સૌથી આગળ ભારતીય ટીમ ચાલી રહી છે. જેણે પોતાની અત્યાર સુધીની બધી સાતેય ટેસ્ટમાં વિજય મેળવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ અને બાંગ્લાદેશની ટીમ એવી છે જે હજુ સુધી ખાતું ખોલાવી શકી નથી. આ બંને ટીમો 2-2 મુકાબલા રમી છે. બંનેમાં પરાજય થયો છે.

  ભારતથી 64 પોઇન્ટ પાછળ છે ઓસ્ટ્રેલિયા  પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમના પ્રદર્શનની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીમાં ટીમ સાત મેચ રમી છે અને બધી જ મેચોમાં વિજય મેળવ્યો છે. ભારતના ખાતામાં 360 પોઇન્ટ છે. બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાની ટીમ છે. જેણે 10 મેચમાંથી 7 માં જીત મેળવી 296 પોઇન્ટ મેળવ્યા છે. તેનો બે મેચમાં પરાજય થયો છે અને એક મેચ ડ્રો રહી છે. ત્રીજા ક્રમે રહેલી પાકિસ્તાનના 80 પોઇન્ટ છે. 4 મેચમાંથી 1 મેચમાં જીત મેળવી છે જ્યારે બે મેચમાં પરાજય થયો છે અને એક મેચ ડ્રો પરિણમી છે. શ્રીલંકા 80 પોઇન્ટ સાથે ચોથા ક્રમાંકે છે.

  આ પણ વાંચો - આ ક્રિકેટર બુમરાહના બૉલ પર જોરદાર શોટ્સ લગાવે છે, ફટકારી છે 26 સદી છતા તક નહીં

  આવી રીતે થશે વિજેતાનો નિર્ણય

  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ લાવવાનો આઈસીસીનો ઉદ્દેશ્ય ટેસ્ટ ક્રિકેટનો વર્લ્ડ કપ આયોજીત કરવાનો હતો. આઈસીસીની ટેસ્ટ ચેમ્પિયનશિપ 1 ઓગસ્ટ 2019થી ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડની પ્રથમ એશિઝ ટેસ્ટથી શરુ થઈ છે. જે 2021 સુધી ચાલશે. 2021માં ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મુકાબલો યોજાશે. ચેમ્પિયનશિપના લીગ ચરણના અંતમાં જે બે ટીમોના સૌથી વધારે પોઇન્ટ હશે તે જૂન 2021માં ઇંગ્લેન્ડમાં ફાઇનલ મુકાબલો રમશે. તેમાં જે ટીમ વિજેતા બનશે તે ક્રિકેટ ઇતિહાસની પ્રથમ ટેસ્ટ વર્લ્ડ કપની વિજેતા બનશે.
  First published:January 07, 2020, 15:57 pm

  टॉप स्टोरीज