આ બાબાના નિધન પર ધ્રુસકે-ધ્રુસકે રડ્યો હતો સચિન તેંડુલકર

News18 Gujarati
Updated: November 23, 2018, 2:07 PM IST
આ બાબાના નિધન પર ધ્રુસકે-ધ્રુસકે રડ્યો હતો સચિન તેંડુલકર
આ બાબાના નિધન પર ધ્રુસકે-ધ્રુસકે રડ્યો હતો સચિન તેંડુલકર

સત્ય સાઇ બાબાની અસર આખી દુનિયામાં ફેલાયેલી છે. ભારત સિવાય વિદેશમાં પણ તેમના કરોડો ભક્તો છે

  • Share this:
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરથી લઈને રાષ્ટ્રપતિ અને ભારતીય રાજનીતિના મોટા-મોટા નેતા આ બાબાના ભક્ત હતા. ક્યારેક તે હવામાં ચીજ પ્રગટ કરી દેતા હતા તો ક્યારેય પોતાના મૃત્યુનો દિવસ નક્કી કરી દેતા હતા. અલગ-અલગ વિવાદ પણ તેમના નામે સાથે રહ્યા છે. ભારતમાં આધ્યાત્મિક બાબા ઘણા થયા પણ આવી લોકપ્રિયતા ભાગ્યે જ કોઈકને મળી છે. આ બાબા છે સત્ય સાઇ બાબા, જેમનો આજે જન્મ દિવસ છે.

સત્ય સાઇ બાબાની અસર આખી દુનિયામાં ફેલાયેલી છે. ભારત સિવાય વિદેશમાં પણ તેમના કરોડો ભક્તો છે. આ બધું રાતો-રાત થયું નથી. આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં પુટ્ટુપર્થી ગામમાં એક સામાન્ય પરિવારામં 23 નવેમ્બરે 1926ના રોજ એક બાળકનો જન્મ થયો હતો. તેનું નામ સત્યનારાયણ રાજુ રાખવામાં આવ્યું હતું. રાજુ મોટા થતા-થતા શિરડીના સાઇ બાબાના પુર્નજન્મની ધારણા સાથે સત્ય સાઇ બાબાના રુપનાં નામના મેળવી હતી.

રાજુના કારણે આંધ્ર પ્રદેશનું નામ ગામ પુટ્ટુપર્થી આંતરરાષ્ટ્રીય નકશા પર છવાઈ ગયું હતું. આ નાના ગામમાં એક વિશેષ હવાઇ પટ્ટી પણ છે. જ્યાં દુનિયાભરમાંથી અનેક ભાગોમાંથી બાબાના ભક્તો ચાર્ટર્ડ વિમાનોમાંથી આવતા રહે છે.

સત્ય સાઇ બાબાની અસર આખી દુનિયામાં ફેલાયેલી છે


રાજુ કેવી રીતે બની ગયો સત્ય સાઇ બાબા
રાજુએ 20 ઓક્ટોબર 1940ના રોજ 14 વર્ષની ઉંમરમાં પોતાને શિરડીના સાઇ બાબાનો અવતાર કહ્યો હતો. જ્યારે પણ તે શિરડી સાઇ બાબાની વાત કરતા ત્યારે તેને પોતાના પૂર્વ શરીર કહેતા હતા. તે પોતાના ચમત્કારો માટે પણ પ્રખ્યાત હતા. તે હવામાં હાથ ફેરવતા હતા અને ઘણી વસ્તુઓ પ્રગટ કરી દેતા હતા. આ કારણે ટિકાકારો તેમની હરીફ પ્રચાર કરતા હતા પણ મોટાભાગના ભક્તોને તેમના ઉપર વિશ્વાસ હતો.જ્યારે તે સાઇ બાબા નહીં પણ રાજુ હતા ત્યારે લોકોને તેમની સિદ્ધિઓ જોઈને આંખો ઉપર વિશ્વાસ થતો ન હતો. જ્યારે રાજુ સાઇ બાબા બની ગયો તો હજારો લોકોની હાજરીમાં એકથી એક ચડિયાતા ચમત્કાર બતાવ્યા હતા. તેમણે મદ્રાસ અને દક્ષિણ ભારતના અન્ય ભાગોમાં પ્રવાસ કર્યો હતો. તેમને ભક્તોની સંખ્યા વધતી જતી હતી. દર ગુરુવારે તેમના ઘર પર ભજન થતા હતા, જે પછી રોજ થઈ ગયા.

અંતિમ દર્શન સમયે સચિનની આંખમાં આસું રોકાતા ન હતા


સચિન અને સાઇ
21 એપ્રિલ 2011ના રોજ સચિન તેંડુલકર પુટ્ટાપર્થીના કુલવંત હોલમાં બાબાના અંતિમ દર્શન માટે પહોંચ્યો હતો. સચિનની પત્ની અંજલિ પણ તેની સાથે હતી. અંતિમ દર્શન સમયે સચિનની આંખમાં આસું રોકાતા ન હતા. હૈદરાબાદમાં સચિનને બાબાના નિધનના સમાચાર મળ્યા પછી પોતાને હોટલની રુમમાં બંધ કરી લીધો હતો. સચિનની માતા પણ બાબાના ભક્ત હતા. આ કારણે સચિનના દિલમાં ખાસ લાગણી હતી. સચિનને જ્યારે પણ કોઈ પરેશાની થતી ત્યારે તે બાબાને મળવા પુટ્ટાપર્થી પહોંચી જતો હતો. ક્રિકેટર સુનીલ ગાવસ્કરે સચિનની મુલાકાત સત્ય સાઇ બાબા સાથે કરાવી હતી.

આ પણ વાંચો - આ મંદિર પર ભૂકંપની પણ નહી થાય કોઈ અસર, બનાવવાનો ખર્ચ 28 કરોડ
First published: November 23, 2018, 2:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading