Home /News /sport /રોહિત શર્માએ હોળી રમતી આખી ટીમનો ફોટો શેર કર્યો પણ કિંગ ગાયબ રહ્યો, કોહલીએ પણ આવી રીતે જવાબ આપી દીધો

રોહિત શર્માએ હોળી રમતી આખી ટીમનો ફોટો શેર કર્યો પણ કિંગ ગાયબ રહ્યો, કોહલીએ પણ આવી રીતે જવાબ આપી દીધો

rohit sharma (twitter)

રોહિત શર્માની સેલ્ફી ફેન્સને વિરાટ કોહલીની યાદ અપાવી દીધી. ફેન્સે રોહિત શર્માના ફોટો પર રિએક્શન આપતા વિરાટ કોહલીને યાદ કર્યો, રોહિત શર્માની આ તસ્વીરમાં આપને વિરાટ કોહલી ઉપરાંત ટીમના બાકીના લગભગ તમામ ખેલાડીઓ દેખાશે.

Rohit Sharma and Virat Kohli Holi Photos: હાલના સમયમાં ટીમ ઈંડિયા હોળીના જશ્નમાં ડૂબેલી છે. સોશિયલ મીડિયા પર ટીમની કેટલીય તસ્વીરો વાયરલ થઈ રહી છે. બીસીસીઆઈએ પણ અમુક ખેલાડીઓની તસ્વીરો શેર કરી હતી. જેમાં ખેલાડી એક બીજાને ગુલાલ લગાડતા દેખાઈ રહ્યા છે. આ દરમિયાન વચ્ચે એક એવી વાત જોવા મળી કે, જેને જોઈને સૌ કોઈ ચોંકી ગયા. હકીકતમાં ટીમના કેપ્ટન રોહિત શર્માએ હોળીની એક સેલ્ફી શેર કરી છે, જેમાં કિંગ કોહલી ગાયબ છે.

ફેન્સને યાદ આવ્યો વિરાટ, બાદમાં કોહલીએ શેર કરી તસ્વીર


રોહિત શર્માની સેલ્ફી ફેન્સને વિરાટ કોહલીની યાદ અપાવી દીધી. ફેન્સે રોહિત શર્માના ફોટો પર રિએક્શન આપતા વિરાટ કોહલીને યાદ કર્યો, રોહિત શર્માની આ તસ્વીરમાં આપને વિરાટ કોહલી ઉપરાંત ટીમના બાકીના લગભગ તમામ ખેલાડીઓ દેખાશે.



આ દરમિયાન કિંગ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા હોળીની શુભકામના આપતી તસ્વીરો શેર કરી, જેમાં રવીન્દ્ર જાડેજા પણ દેખાઈ રહ્યો છે. કોહલી અને રોહિતની અલગ અલગ તસ્વીરો જોઈ ફેન્સના મનમાં ઘણા સવાલો ઊભા થઈ રહ્યા હતા. કોહલીની સાથેની તસ્વીરમાં જાડેજા ઉપરાંત બીજૂ કોઈ દેખાતું નથી, તો વળી રોહિત શર્મા સાથે લગભગ આખી ટીમ દેખાઈ રહી હતી.


શું વિરાટ કોહલી અને રોહિત શર્માની વચ્ચે ખટાશ છે ?


વિરાટ કોહલી અને રોહિત શર્માના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર મોટા ભાગે સમાચારો આવતા રહે છે. બંને વચ્ચે બધું બરાબર નથી. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કર્યો છે કે, વિરાટ કોહલીને કપ્તાની છોડ્યા બાદ બંને વચ્ચે અબોલા થયા છે. હવે આવા સમયે બંનેએ અલગ અલગ તસ્વીરો શેર કરીને આ વાતને વધારે આગ લગાવી છે. જો કે, આ વાતની ક્યાંયથી પણ પુષ્ટિ થઈ નથી.
First published:

Tags: Holi 2023, Rohit sharma record, Sports news, Virat kohli innings

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો