Home /News /sport /Hockey World Cup 2023: કાંટે કી ટક્કર બાદ ક્રોસ ઓવર મેચમાં ભારતની હાર...વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ ચકનાચૂર

Hockey World Cup 2023: કાંટે કી ટક્કર બાદ ક્રોસ ઓવર મેચમાં ભારતની હાર...વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ ચકનાચૂર

આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નોકઆઉટ મેચ રમાઈ હતી.

Hockey World Cup 2023 : ભારતીય ટીમ પાસે નોકઆઉટમાં પહોંચવાની તક હતી પરંતુ તેણે આ તક ગુમાવી દીધી. જે બાદ ટીમ ઈન્ડિયાને ક્રોસ ઓવર મેચ રમવાની ફરજ પડી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને શૂટઆઉટમાં હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી હોકી વર્લ્ડ કપની ક્રોસ ઓવર મેચમાં ભારતીય ટીમને કાંટે કી ટક્કરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આખી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયા મેચમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી હતી પરંતુ અંતે કીવીની જીત થઈ હતી. શૂટઆઉટમાં ન્યૂઝીલેન્ડની ટીમે 4-5થી મેચ જીતી લીધી હતી. આ હાર સાથે ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગઈ છે. જ્યારે ન્યુઝીલેન્ડે ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મેચ 3-3ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. જે બાદ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા પરિણામ આવવાનું હતું.

    ઈંગ્લેન્ડની ટીમ ગ્રૂપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને


    આ પહેલા ભારતે તેની છેલ્લી મેચમાં સ્પેનને હરાવ્યું હતું. જેના કારણે તે ગ્રુપ-ડીમાં બીજા ક્રમે રહ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ ગ્રૂપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને હતી અને તેણે સીધી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી હતી. ભારત પાસે ક્રોસ ઓવર મેચ થકી જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો રસ્તો હતો.

    આ પણ વાંચો: નીતિન ગડકરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના ખૂબ જ સુંદર ફોટા શેર કર્યા

    ભારત એક તક ગુમાવી અને થઈ હાર


    આજની મેચની વાત કરીએ તો શૂટઆઉટ દરમિયાન ન્યુઝીલેન્ડની ટીમે શરૂઆતથી જ સારી પકડ જાળવી રાખી હતી. 2-2 સુધી બંને ટીમો શૂટઆઉટમાં બરાબરી પર ચાલી રહી હતી. અહીંથી ભારત એક તક ગુમાવી દીધી. આજ વાતનો કિવી ટીમે ફાયદો ઉઠાવ્યો. અહીંથી ભારતીય હોકી ટીમનો પ્રયાસ એ હતો કે કોઈક રીતે મુલાકાતી ટીમ એક તક ગુમાવે અને તમામ તકો પર ગોલ કરે. ન્યૂઝીલેન્ડ પાસે વધારાની તક હોવા છતાં, ભારત શૂટઆઉટમાં 4-4 સુધી પહોંચ્યું હતું, પરંતુ આ એક તક ગુમાવવાને કારણે જ મુલાકાતી ટીમે શૂટઆઉટમાં ભારતને 5-4થી હરાવ્યું હતું.



    આ પણ વાંચો: શું તમારે ધોરણ 10માં 90 ટકાથી વધારે માર્ક્સ લાવવા છે? જાણો સફળતાની સાત ટીપ્સ

    પ્રથમ હાફમાં ભારત 2-0થી આગળ હતું


    ભારતીય હોકી ટીમે શરૂઆતથી જ મેચ પર પકડ બનાવી રાખી હતી, પરંતુ મેચ તેના અંતિમ તબક્કામાં પહોંચતા જ ન્યૂઝીલેન્ડે વાપસી કરી હતી. પ્રથમ હાફમાં એક સમયે ભારત 2-0થી આગળ હતું. અહીંથી ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને વાપસી કરવાની તક આપી હતી. ભારત માટે લલિત ઉપાધ્યાય (17મી મિનિટ), સુખજીત સિંહ (24મી મિનિટ) અને વરુણ કુમાર (40મી મિનિટે) એ ગોલ કર્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે સેમ લેને (28માં) ફિલ્ડ ગોલ કર્યો હતો. જ્યારે કેન રસેલ (43મો) અને સીન ફિન્ડલે (49મો) પેનલ્ટી કોર્નરમાં રૂપાંતરિત થયો હતો. ક્વાર્ટર ફાઈનલમાં હવે ન્યુઝીલેન્ડનો મુકાબલો વર્તમાન વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમ સામે થશે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Hockey Team, Hockey World Cup 2023, Indian Hockey Team

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन