Home /News /sport /Hockey World Cup 2023: ભારતે સ્પેનને 2-0થી હરાવીને જીત સાથે આગાઝ કર્યો
Hockey World Cup 2023: ભારતે સ્પેનને 2-0થી હરાવીને જીત સાથે આગાઝ કર્યો
ભારતે સ્પેનને હરાવ્યું. (એપી)
વિશ્વનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ કહેવાતા નવા બનેલા બિરસા મુંડા સ્ટેડિયમમાં 20000 થી વધુ દર્શકોની સામે રમાયેલી મેચમાં, અમિત રોહિદાસે 12મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ભારત માટે પહેલો ગોલ કર્યો હતો.
નવી દિલ્હી: ટાઇટલના પ્રબળ દાવેદારોમાંના એક ભારતે 15મી એફઆઇએચ વર્લ્ડ કપ મેન્સ હોકી ટુર્નામેન્ટની પૂલ ડી મેચમાં સ્પેનને 2-0થી હરાવીને જીત સાથે આગાઝ કર્યો હતો.
વિશ્વનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ કહેવાતા નવા બનેલા બિરસા મુંડા સ્ટેડિયમમાં 20000 થી વધુ દર્શકોની સામે રમાયેલી મેચમાં, અમિત રોહિદાસે 12મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ભારત માટે પહેલો ગોલ કર્યો હતો. હાર્દિક સિંહે 26મી મિનિટે બીજો ગોલ કર્યો હતો.
બ્રેક બાદ કોઈપણ ટીમ ગોલ કરી શકી ન હતી. ભારતે આ જ મેદાન પર 15 જાન્યુઆરીએ ઇંગ્લેન્ડ સામેની આગામી મેચ રમવાની છે જ્યારે છેલ્લી લીગ મેચ વેલ્સ સામે 19 જાન્યુઆરીએ ભુવનેશ્વરમાં રમાશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર