Home /News /sport /

Tokyo Olympics, Hockey: ભારતે જીતની હેટ્રિક બનાવીને જાપાનને 5-3થી હરાવ્યું

Tokyo Olympics, Hockey: ભારતે જીતની હેટ્રિક બનાવીને જાપાનને 5-3થી હરાવ્યું

ભારતે હોકીમાં જીતની હેટ્રિક બનાવીને જાપાનને 5-3થી હરાવ્યું

ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકેલી ભારતીય હોકી ટીમે (Indian Hockey Team) હજુ પણ સારું પ્રદર્શન ચાલુ રાખ્યું છે. શુક્રવારે ભારતે યજમાન જાપાન (Japan)ને 5-3થી હરાવ્યું

    નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકેલી ભારતીય હોકી ટીમે (Indian Hockey Team) હજુ પણ સારું પ્રદર્શન ચાલુ રાખ્યું છે. શુક્રવારે ભારતે યજમાન જાપાન (Japan)ને 5-3થી હરાવ્યું હતું. ભારત તરફથી સિમરનજીત સિંહ, શમશેર સિંઘ અને નીલકંતા શર્માએ 1-1 વિકેટ ઝડપી હતી. જ્યારે ગુરજંતસિંહે 2 ગોલ કર્યા હતા. જાપાન તરફથી તનાકા, વાતાનાબે અને મુરાતા કાઝુમાએ ગોલ કર્યા. તમને જણાવી દઈએ કે, આ ભારતની સતત ત્રીજી જીત છે. ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ સ્પેન, આર્જેન્ટિના બાદ હવે ભારતીય ટીમે જાપાનને હરાવ્યું છે. યજમાન જાપાન આ ઓલિમ્પિકમાં એક પણ મેચ જીતી શક્યું નથી.

    છેલ્લી બે મેચ જીત્યા બાદ ભારતીય ટીમ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે જાપાન સામે ઉતરી હતી. ભારત તરફથી પ્રથમ ગોલ હરમનપ્રીતસિંહે 13 મી મિનિટમાં કર્યો. હરમનપ્રીતે જાપાની ગોલકીપર તાકાશી યોશિકાવાને પેનલ્ટી કોર્નર પર ચકમો આપ્યો હતો. પ્રથમ ક્વાર્ટરમાં માત્ર એક જ ગોલ થયો હતો. ત્યારબાદ, બીજો ક્વાર્ટર શરૂ થતાંની સાથે જ ભારતે બીજો ગોલ કર્યો. સિમરનજીત સિંહ અને ગુરજંતસિંહે સંયુક્ત રીતે ભારતને 2-0થી આગળ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. સિમરનજીતનો શાનદાર પાસને ગુરજંતે સરળતાથી ગોલ પોસ્ટમાં નાખી દીધો હતો. જો કે, 19 મી મિનિટમાં જાપાને વળતો જવાબ આપ્યો અને ભારતીય કેમ્પમાં થોડો ગભરાટ સર્જ્યો. કેન્ટા તનાકાએ ડિફેન્ડર બીરેન્દ્ર લાકરાની એક ભૂલનો ફાયદો ઉઠાવ્યો અને આંખના પલકારામાં તેણે શ્રીજેશને ચકમો આપી દીધો. પહેલા હાફના અંત સુધીમાં ભારતે 2-1ની લીડ મેળવી લીધી હતી.

    ભારતે બીજા હાફમાં 3 ગોલ કર્યા હતા

    સેકન્ડ હાફ શરૂ થતાં જ ભારતને મોટો ફટકો પડ્યો. જાપાન તરફથી કોટા વટાનાબે ગોલ કરીને જાપાનને 2-2થી બરાબરી પર પહોંચાડ્યું હતું. જોકે, જાપાનની આ ખુશી એક મિનિટ પછી ઓસરી ગઈ જ્યારે શમશેર સિંહે પોતાની હોકી સ્ટિકથી નીલકંતા શર્માના શોટને ડાયવર્ટ કર્યો અને 34 મી મિનિટે બોલને ગોલ પોસ્ટમાં ફેંકી દીધો. ભારત -3-2થી આગળ હતું. 51 મી મિનિટે નીલકાંતા શર્માએ ફરી એકવાર આશ્ચર્યજનક પ્રદર્શન કરીને ભારતને 4-2થી આગળ કરી દીધું. 5 મિનિટ બાદ ગુરજંત સિંહે પોતાનો બીજો ગોલ કર્યો. વરુણ કુમાર પાસેથી મળેલા પાસનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને તેણે જાપાની ગોલકીપરને સરળતાથી પછાડી દીધો. આ રીતે ભારત 5-2થી આગળ હતું. જોકે તાનાકાએ 59 મી મિનિટમાં જાપાન માટે બીજો ગોલ કર્યો હતો, પરંતુ ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં ચોથી જીત નોંધાવવા માટે સમયના અંતે 5-3ની લીડ મેળવી લીધી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Hockey, Indian Hockey Team, Tokyo Olympic, Tokyo Olympics, Tokyo Olympics 2020, Tokyo Olympics 2021, Tokyo olympics india, Tokyo Olympics latest news, Tokyo Olympics Live Updates

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन