ભારતીય હૉકીના દિગ્ગજ બલબીર સિંહનું નિધન, દેશને ઑલિમ્પિકમાં અપાવ્યા હતા 3 ગોલ્ડ

News18 Gujarati
Updated: May 25, 2020, 8:56 AM IST
ભારતીય હૉકીના દિગ્ગજ બલબીર સિંહનું નિધન, દેશને ઑલિમ્પિકમાં અપાવ્યા હતા 3 ગોલ્ડ
બલબીર સિંહ સીનિયરે લંડન (1948), હેલસિંકી (1952) અને મેલબર્ન (1956) ઑલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી

બલબીર સિંહ સીનિયરે લંડન (1948), હેલસિંકી (1952) અને મેલબર્ન (1956) ઑલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી

  • Share this:
નવી દિલ્હીઃ ભારતીય હૉકી ટીમ (Indian Hockey Team)ને ત્રણ ગોલ્ડ મેડલ જીતાડનારા હૉકીના દિગ્ગજ બલબીર સિંહ સીનિયર (Balbir Singh Senior) નું સોમવાર સવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મોહાલીની ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ હતા. પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદથી તેઓ વેન્ટિલેટર પર હતા. તેમના વિભિન્ન અંગો પર અસર પડી રહી હતી. 95 વર્ષીય બલબીર સિંહ સીનિયરને ગયા વર્ષે પણ શ્વાસ સંબંધી તકલીફના કારણે અનેક સપ્તાહ સુધી ચંદીગઢની PGIMIRમાં રહેવું પડ્યું હતું.

ઑલિમ્પિક ઈતિહાસના ગોલ્ડન મેન છે બલબીર સિંહ સીનિયર

બલબીર સિંહ સીનિયરે લંડન (1948), હેલસિંકી (1952) અને મેલબર્ન (1956) ઑલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. હેલસિંકી ઑલિમ્પિકમાં નેધરલેન્ડ્સની વિરુદ્ધ 6-1થી મળેલી જીતમાં તેઓએ 5 ગોલ કર્યા હતા અને તે રેકોર્ડ હજુ પણ તોડી નથી શકાયો. તેઓ 1975 વર્લ્ડ કપ વિજેતા ભારતીય હૉકી ટીમના મેનેજર પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો, રોહિત શર્માની ટીમમાં વાપસી મુશ્કેલ! ટ્રેનિંગ શરૂ કરતાં પહેલા પાસ કરવો પડશે આ ટેસ્ટ

બલબીર સિંહ સીનિયર માત્ર ભારત જ નહીં દુનિયાના સૌથી મોટી ખેલાડીઓમાં સામેલ છે. દેશના મહાન ખેલાડીઓમાંથી એક બલબીર સિનિયર આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલા આધુનિક ઑલિમ્પિક ઈતિહાસના 16 મહાન ઑલિમ્પિયનોમાં સામેલ હતા.

આ પણ વાંચો, આવી ગઈ કોરોનાની એક્સપાયરી ડેટ! આ તારીખ બાદ ખતમ થશે મહામારી
First published: May 25, 2020, 8:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading