હોકી ઇન્ડિયા: પુરુષ ટીમના કંગાળ પ્રદર્શન બાદ કોચ હરેન્દ્ર સિંહને ખસેડાયા

આ નિર્ણય હોકી વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનને લીધે લેવામાં આવ્યો છે

News18 Gujarati
Updated: January 10, 2019, 12:04 PM IST
હોકી ઇન્ડિયા: પુરુષ ટીમના કંગાળ પ્રદર્શન બાદ કોચ હરેન્દ્ર સિંહને ખસેડાયા
આ નિર્ણય હોકી વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનને લીધે લેવામાં આવ્યો છે
News18 Gujarati
Updated: January 10, 2019, 12:04 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: હોકી ઇન્ડિયાની પુરુષ ટીમના કોચ હરેન્દ્ર સિંહને પદ પરથી ખસેડવામાં આવ્યા છે. તેમને ફરી એકવાર જૂનિયર ટીમને કોંચિંગ આપવાનું કહેવામાં આવ્યું છે. આ નિર્ણય હોકી વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનને લીધે લેવામાં આવ્યો છે. ગયા વર્ષે મે મહિનામાં હરેન્દ્ર સિંહને કોચ બનાવવામાં આવ્યા હતા.

ભારતીય હોકીમાં કોચ પદે સતત બદલાવ થતો રહ્યો છે અને હવે મે મહિનામાં નિયુક્ત થયેલા હરેન્દ્ર પણ હવે આ યાદીમાં સામેલ છે.

હોકી ઇન્ડિયાએ હરેન્દ્રને પદ પરથી ખસેડવાના કારણ અંગે જણાવ્યું કે, વર્ષ 2018 ભારતીય પુરુષ હોકી ટીમ માટે નિરાશાજનક રહ્યું અને ધારણા પ્રમાણે પરિણામો મળ્યા નથી. આથી હોકી ઇન્ડિયાને લાગે છે કે જૂનિયર કાર્યક્રમ પર ધ્યાન આપવાથી લાંબા સમયે લાભ થશે.

આ પણ વાંચો: મહિલા હોકી વર્લ્ડ કપ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો મુકાબલો 1-1થી ડ્રો

જૂનિયર વિશ્વ કપ વિજેતા ટીમના કોચે રાષ્ટ્રમંડળ રમતોમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ જવાબદારી સંભાળી હતી, પણ તેઓ પણ ટીમની સ્થિતિ સુધારી ન શક્યા.

ભારતે ઇન્ડોનેશિયામાં એશિયાઇ રમતમાં પણ ખરાબ પ્રદર્શન કર્યું હતું. જે બાદ ભુવનેશ્વરમાં વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલથી આગળ જ ન વધી શકી.
Loading...

નિવેદનમં કહ્યું કે, હોકી ઇન્ડિયા ટૂંક સમયમાં જ જાહેરાત આપી ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ પદ માટે આવેદન મંગાવશે. ભારતીય ટીમ 23 માર્ચ 2019માં શરૂ થનારા સુલ્તાન અઝલન શાહ કપ માટે ફેબ્રુઆરી 2019માં અભ્યાસ શિબિરમાં ભાગ લેશે.

હોકી ઇન્ડિયાએએ કહ્યું કે, હોકી ઇન્ડિયાના ડેવિડ જોન અને સમીક્ષા કોચ ક્રિસ સિરીલો દરમિયાનના સમયગાળામાં ટીમની જવાબદારી સંભાળશે.

 
First published: January 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...