Home /News /sport /'હિટમેન'એ 400મી T20 મેચને યાદગાર બનાવી; આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો

'હિટમેન'એ 400મી T20 મેચને યાદગાર બનાવી; આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો

હિટેમેને બનાવ્યો એક વખત ફરીથી રેકોર્ડ

Rohit Sharma 400th T20 Match: રોહિત શર્મા તેની 400મી T20 મેચ રમી રહ્યો છે. તેણે પોતાની ખાસ મેચને યાદગાર બનાવી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા (India vs South Africa) સામેની 3 મેચની શ્રેણીની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાના નામે એક મોટી સિદ્ધિ નોંધાવી છે.

વધુ જુઓ ...
    Rohit Sharma 400th T20 Match: રોહિત શર્મા તેની 400મી T20 મેચ રમી રહ્યો છે. તેણે પોતાની ખાસ મેચને યાદગાર બનાવી છે.

    ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા (India vs South Africa) સામેની 3 મેચની શ્રેણીની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાના નામે એક મોટી સિદ્ધિ નોંધાવી છે. વિશ્વ ક્રિકેટમાં 'હિટમેન' તરીકે ઓળખાતા રોહિતે ગુવાહાટી T20 મેચમાં ત્રીજો રન પૂરો કરતાની સાથે જ એક કેલેન્ડર વર્ષમાં 500 રન પૂરા કર્યા.

    રોહિત શર્માએ આ વર્ષે એટલે કે 2022માં 500થી વધુ રન બનાવ્યા છે. તે એક કેલેન્ડર વર્ષમાં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 500નો આંકડો પાર કરનાર ભારતનો પ્રથમ કેપ્ટન બન્યો છે. અગાઉ વર્ષ 2018માં, રોહિતે 19 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બે સદી અને 3 અડધી સદીની મદદથી 590 રન બનાવ્યા હતા. રોહિતની આ એકંદરે 400મી T20 મેચ છે.

    આ પણ વાંચો : દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે રચ્યો ઇતિહાસ, T-20 મા ઘરઆંગણે પ્રથમ શ્રેણી વિજય

    રોહિત સૌથી વધુ T20 મેચ રમનાર 9મો ખેલાડી બન્યો

    400 કે તેથી વધુ મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા નવમા નંબરે છે. સૌથી વધુ T20 મેચ રમવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના કિરન પોલાર્ડના નામે છે. પોલાર્ડે 614 T20 મેચ રમી છે. આ યાદીમાં બીજા નંબર પર ડ્વેન બ્રાવો છે, જેણે અત્યાર સુધી 556 રન બનાવ્યા છે જ્યારે પાકિસ્તાનનો શોએબ મલિક 481 મેચ સાથે ત્રીજા નંબર પર છે. ગેલ 463 મેચ સાથે ચોથા નંબર પર છે જ્યારે સુનીલ નરે 435 મેચ સાથે પાંચમા નંબર પર છે.


    રોહિત શર્માએ તોડ્યો મહમુદુલ્લાહનો રેકોર્ડ

    રોહિત શર્માએ આ દરમિયાન મહમુદુલ્લાહનો રેકોર્ડ પણ તોડ્યો હતો. મહમુદુલ્લાહે વર્ષ 2021માં 496 રન બનાવ્યા હતા જ્યારે રોહિતે 500થી વધુ રન બનાવીને તેને પાછળ છોડી દીધો છે. આ યાદીમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ટોપ પર છે. બાબરે 2021માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 939 રન બનાવ્યા હતા.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Cricket News Gujarati, Rohit sharma record, Sports news, Sports News in Gujarati, ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ, રોહિત શર્મા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन