CWG: શૂટર હીનાએ ભારતને અપાવ્યો 11મો ગોલ્ડ, ભારતના કુલ મેડલ થયા 20

  • Share this:
    21માં કોમનવેલ્થ રમતોના છઠ્ઠા દિવસે શૂટિંગમાં સારી ખબર આવી છે. 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં હીના સિદ્ધૂએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જેની સાથે જ ભારતના ગોલ્ડ મેડલોની કુલ સંખ્યા 11 થઇ ગઇ છે. હિનાએ ફાઇનલમાં રેકોર્ડ 38 અંકો મેળવ્યાં છે. આ પહેલા હીનાએ મહિલાઓની 10 મીટર એર પિસ્ટલમાં સિલ્વર મેડલ જીત્યું હતું.

    બેડમિંટનમાં પણ ઇતિહાસ રચ્યો
    કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બેડમિંટન ટીમે ઈતિહાસ રચ્યો હતો. મિક્સ્ડ ટીમ બેડમિંટનમાં ભારતે પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલમાં ભારતીય ટીમે મલેશિયાને 3-1થી હરાવી ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો છે. સાઈનાએ ચોથી મેચમાં મલેશિયાની ખેલાડીને 21-11, 19-21 અને 21-9થી હરાવી છે. ભારતનો કોમનવેલ્થમાં આ દસમો ગોલ્ડ મેડલ છે.

    પુરૂષ ટેબલ ટેનિસ ટીમે પણ ગોલ્ડ મેળવ્યો
    ભારતીય પુરૂષ ટેબલ ટેનિસ ટીમે 21મી કોમનવેલ્થ ગેમ્સમાં નાઈજિરીયાને 3-0થી પચાડી આ રમતની ટીમ સ્પર્ધામાં ક્લીન સ્વીપ કર્યું. ભારતીય મહિલા ટીમે કાલે સિંગાપુરને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. પુરૂષ ટીમે પણ આજે સેમિફાઈનલમાં સિંગાપુરને એક નજીકના મુકાબલામાં 3-2થી હરાવ્યું.

    ઉલ્લેખનીય છે કે, ભારતીય મહિલા ટીમે પણ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમે સિંગાપુરની ટીમને ફાઈનલમાં 3-1થી હરાવી વિજય મેળવ્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published: