રણજી ટ્રોફી ફાઇનલમાં અજીબ ઘટના, LIVE મેચમાંથી ‘ગાયબ’ થયા અમ્પાયર

News18 Gujarati
Updated: March 10, 2020, 4:35 PM IST
રણજી ટ્રોફી ફાઇનલમાં અજીબ ઘટના, LIVE મેચમાંથી ‘ગાયબ’ થયા અમ્પાયર
રણજી ટ્રોફી ફાઇનલમાં અજીબ ઘટના, LIVE મેચમાંથી ‘ગાયબ’થયા અમ્પાયર

રણજી ટ્રોફીની ફાઇનલનો પ્રથમ દિવસ અન્ય એક કારણોસર ચર્ચામાં રહ્યો

  • Share this:
રાજકોટ : સૌરાષ્ટ્ર અને બંગાળ (Saurashtra vs Bengal)વચ્ચે રણજી ટ્રોફીની ફાઇનલ (Ranji Trophy Final) સોમવારથી શરુ થઈ ગઈ છે. બંને ટીમો આ પ્રતિષ્ઠિત ટ્રોફી પર કબજો મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે. આ મુકાબલામાં સૌરાષ્ટ્રએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બીજા દિવસે અંતિમ અહેવાલ મળ્યા ત્યારે સૌરાષ્ટ્રએ 7 વિકેટે 358 રન બનાવી લીધા છે. અર્પિત વસાવડાએ 106 રન અને ચેતેશ્વર પૂજારાએ 66 રન બનાવ્યા હતા. આ ફાઇનલ દરમિયાન એક અજીબ ઘટના બની હતી.

ક્રિકટ્રેકરના રિપોર્ટ પ્રમાણે રણજી ટ્રોફીની ફાઇનલનો પ્રથમ દિવસ અન્ય એક કારણોસર ચર્ચામાં રહ્યો હતો. ફાઇનલમાં અમ્પાયર સી શમ્સુદીનને મેદાન બહાર જવું પડ્યુ હતું. સૌરાષ્ટ્રની વિકેટ પડ્યા પછી અમ્પાયર તરફ ઉછાળવામાં આવેલ બોલથી શમ્સુદદીન ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણે મેદાનની બહાર ગયા હતા. તે બીજા દિવસે પણ મેદાનમાં ઉતર્યા ન હતા અને આ કારણે ખેલાડીઓને એક જ અમ્પાયરથી કામ ચલાવવું પડ્યું હતું. શમ્સુદીનની ગેરહાજરીમાં કેએન અનંતપદમનાભને બંને છેડેથી અમ્પાયરિંગ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો - રાણા કપૂરની પુત્રી રાખી રહી ચૂકી છે IPLની મિસ્ટ્રી ગર્લ, આવો છે ગ્લેમરસ અંદાજ

થર્ડ અમ્પાયર સુંદરમ રવિ એટલા માટે મેદાનમાં ના ઉતર્યા કારણ કે તેમને ડીઆરએસના નિર્ણયની જવાબદારી આપવામાં આવી હતી. આવામાં જ્યારે મેદાન પરના અમ્પાયર ઇજાગ્રસ્ત હતા તો પીયુષ કક્કડને મેદાનમાં ઉતારવામાં આવ્યા. જોકે પીયુષ સ્થાનીય અમ્પાયર હતા તેથી તેમને ફક્ત સ્કેવયર લેગ અમ્પાયરની જવાબદારી આપવામાં આવી હતી. આવું એટલા માટે કારણ કે મુખ્ય અમ્પાયર માટે તટસ્થ અમ્પાયર હોવું જરુરી છે. સામાન્ય રીતે રણજી ટ્રોફીના મુકાબલામાં મેચ રેફરી સિવાય બે અમ્પાયર હોય છે. રેફરી જ થર્ડ અમ્પાયરની ભૂમિકા ભજવે છે. જોકે આ વખતે અમ્પાયરિંગ ટીમમાં થર્ડ અમ્પાયરને સામેલ કરવામાં આવ્યા હતા.

ઇજાગ્રસ્ત અમ્પાયર સી.શમ્સુદ્દીન આખી મેચમાંથી બહાર થઈ ગયા છે. તેના સ્થાને હવે યશવંત બર્ડે અમ્પાયરિંગ કરશે. જોકે તે ત્રીજા દિવસ જ મેદાન પર ઉતરી શકશે. યશવંત મંગળવારે મુંબઈથી રાજકોટ પહોંચ્યા છે.
First published: March 10, 2020
વધુ વાંચો
अगली ख़बर