ધોની વિશે શાસ્ત્રીએ કહ્યું -ધોની ક્યારે ટીમમાં પરત ફરશે તેનો નિર્ણય તે જ કરશે

News18 Gujarati
Updated: October 9, 2019, 4:01 PM IST
ધોની વિશે શાસ્ત્રીએ કહ્યું -ધોની ક્યારે ટીમમાં પરત ફરશે તેનો નિર્ણય તે જ કરશે
ધોની વિશે શાસ્ત્રીએ કહ્યું -ક્યારેય ટીમમાં પરત ફરશે તેનો નિર્ણય તે જ કરશે

હું વર્લ્ડ કપ પછી ધોનીને મળ્યો નથી - રવિ શાસ્ત્રી

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) લગભગ ત્રણ મહિનાથી ક્રિકેટના મેદાનથી દૂર છે. ઇંગ્લેન્ડમાં યોજાયેલ આઈસીસી વર્લ્ડ કપ (ICC World Cup 2019)ની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય પછી ધોની ટીમ ઇન્ડિયા માટે કોઈ મેચ રમ્યો નથી. જોકે હવે તેની નિવૃત્તિની ખબરો પર વિરામ લાગી ગયું છે અને માનવામાં આવે છે કે ધોની ડિસેમ્બરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-20 શ્રેણીમાં ટીમમાં વાપસી કરશે. આ વિશે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીને (Ravi Shastri) પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે ધોની ક્યારેય ટીમમાં પરત ફરશે તેનો નિર્ણય તે જ કરશે.

ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્ય પર કહ્યું હતું કે હું વર્લ્ડ કપ પછી ધોનીને મળ્યો નથી. ‘ધ હિન્દુ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં રવિ શાસ્ત્રીને જ્યારે પુછવામાં આવ્યું કે શું ટીમમાં ધોનીની વાપસીનો વિકલ્પ ખુલ્લો છે. તો શાસ્ત્રીએ કહ્યું હતું કે જો તે ટીમમાં વાપસી કરવા ઇચ્છશે તો તેનો નિર્ણય તેને કરવાનો છે. ધોની ભારતના મહાન ખેલાડીઓમાં ઓળખાશે. શાસ્ત્રીએ કહ્યું હતું કે હું વર્લ્ડ કપ પછી તેને મળ્યો નથી. પહેલા તેણે ક્રિકેટ રમવાનું શરુ કરવું પડશે. આ પછી જોઇશું આગળ શું કરવાનું છે. તે વર્લ્ડ કપ પછી ક્રિકેટ રમ્યો નથી. તે વાપસી કરવા માંગે છે તો પહેલા નિશ્ચિત રુપથી પસંદગીકારોને તેની જાણકારી આપવી પડશે.

આ પણ વાંચો - લંડનમાં હાર્દિક પંડ્યાની સફળ સર્જરી, કહ્યું - જલ્દી વાપસી કરીશ

શાસ્ત્રીએ રિદ્ધિમાન સાહા(Wridhiman Saha)ને વર્તમાન સમયમાં દુનિયાનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર ગણાવતા કહ્યું હતું કે રિષભ પંતને ટેસ્ટમાં એટલા માટે સમાવેશ કર્યો હતો કે કારણ કે સાહા ઇજાગ્રસ્ત થયો હતો. સાહા દુનિયાનો બેસ્ટ વિકેટકીપર છે. પંત પ્રતિભાશાળી છે પણ તે યુવા અને તેની પાસે વિકેટકીપિંગ સુધારવાનો ઘણો સમય છે.
First published: October 9, 2019
વધુ વાંચો
अगली ख़बर