છ મીનિટમાં કર્યા ત્રણ ગોલ, ભારતે પાકિસ્તાનને આપી 4-0થી કારમી હાર

News18 Gujarati
Updated: June 23, 2018, 10:14 PM IST
છ મીનિટમાં કર્યા ત્રણ ગોલ, ભારતે પાકિસ્તાનને આપી 4-0થી કારમી હાર

  • Share this:
ભારતે ચિર-પ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને હરાવીને હોલેન્ડમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનનો શાનદાર શરૂઆત કરી છે. હાફ ટાઈમ સુધી ભારતીય ટીમ 1-0ની લીડ પર હતી, પરંતુ બીજા હાફમાં છ મીનિટની અંદર જ એક એક પછી એક ત્રણ ગોલ ફટકારીને પાકિસ્તાની ટીમને 4-0થી માત આપી દીધી હતી. ભારત માટે રમનદીપસિંહે 25મી, દિલપ્રીત સિંહે 54મી મીનિટે, મંદીપ સિંહે 57મી અને લલિત ઉપાધ્યાયે 59મી મીનિટે ગોલ કર્યો. કોચ હરેન્દ્ર સિંહના માર્ગદર્શનમાં ભારતની આ પહેલી જીત છે.

ભારતને ચોથી મીનિટે ગોલ કરવાની તક મળી પરંતુ રમનદીપ સિંહ તક ચૂકી ગયો. ત્યાર બાદ 14મી મીનિટે પેનલ્ટી કોર્નર મળ્યો જેના પર હરમનપ્રીતે શોર્ટ ફટકાર્યો પરંતુ પાકિસ્તાની ગોલકિપર ઈમરાન બટે સારો બચાવ કર્યો અને ભારતને ગોલ કરતાં રોકી દીધો. વિશ્વ રેન્કિંગમાં છઠ્ઠા નંબરની ભારચીય ટીમને 16મી મીનિટે પણ વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો, પરંતુ મનપ્રીત સિંહ આ તકનો ફાયદો પણ ઉઠાવી શક્યા નહી અને ગોલ કરવાથી ચૂકી ગયા. રમતની 18મી મીનિટે 17 વર્ષના દિલપ્રીતના શાનદાર પાસ પર રમનદીને બોલને ગોલમાં ના ફેરવી શક્યો અને ભારતે વધુ એક તક ગુમાવી દીધી.

બીજા ક્વાર્ટર સમાપ્ત હોવાના પાંચ મીનિટ પહેલા ભારતને પહેલી સફળતા મળી. મેચની 25મી મીનિટે સિમરનજીતે બોલને ગોલની તરફ હિટ કર્યો અને સામે ઉભેલ રમનદીપે આ વખતે કોઈ જ ભૂલ ન કરી અને બોલને ગોલમાં ડિફ્લેક્ટ કરીને ભારતને 1-0થી આગળ કરી દીધું. મુકાબલામાં હાફ સમય સુધી 0-1થી પાછળ થયા બાદ પાકિસ્તાને ત્રીજા ક્વાર્ટરમાં શરૂમાં જ ગોલ કરીને બરાબરી કરવાની કોશિશ કરી, પરંતુ ભારતે આના પર રેફરલ માંગ્યો અને નિર્ણય આપણા પક્ષમાં આવ્યો અને પાકિસ્તાનના ગોલને રદ્દ કરી દેવામાં આવ્યો. પાકિસ્તાને ત્રીજા ક્વોર્ટરમાં ગોલ માટે આક્રમક હુમલાઓ ફાસ્ટ કરી દીધા હતા.

પાકિસ્તાનના એજાજ અહેમદે એક શાનદાર શોર્ટ લગાવ્યો જેને ભારતીય ગોલકીપર પીએર શ્રીજેશે રોકી દીધો. એજાજે એકવાર ફરીથી ગોલ કરવાની કોશિશ કરી જેને આ વખતે સુરેન્દ્ર કુમારે નિષ્ફળ કરી દીધી. મેચની 43મી મીનિટે પાકિસ્તાનને તેનું પેનલ્ટી કોર્નર મળ્યું. ત્રીજું ક્વોર્ટર બધી જ રીતે પાકિસ્તાનના નામે રહ્યું. જોકે, ભારતીય ડિફેન્સના પણ વખાણ કરવા પડશે, જેમને પાકિસ્તાન તરફથી થતાં ગોલ માટેની દરેક કોશિશને નિષ્ફળ બનાવી દીધી હતી.

ચોથા ક્વોર્ટરમાં મેચની 48મી મીનિટે પાકિસ્તાને એક વખત ફરીથી આક્રમણ કર્યો. ઉમર ભુટ્ટાએ શાનદાર શોર્ટ લગાવ્યો પરંતુ દિવારના રૂપમાં ભારતીય ગોલકિપર શ્રીજેસે આ વખતે પણ સફળતાપૂર્વક બચાવ કરી લીધો અને પાકને બરાબરી કરવાથી રોકી દીધું. મુકાબલાની 5મી મીનેટે સુરેન્દ્ર કુમારે સિમરનજીતને પાસ આપ્યો જેમને 17 વર્ષના દિલપ્રીસને પાસ આપ્ય અને દિલપ્રીતે શાનદાર મેદાની ગોલ કરીને ભારતને 2-0થી લીડ અપાવી દીધી. મુકાબલામાં 0-2થી પાછળ થયા બાદ ઈમરાન બટ્ટને ગોલકીપરથી હટાવી દેવામાં આવ્યો.

ભારતે આનો ફાયદો ઉઠાવીને મેચના 57મી મીનિટે ડીમાં ઉભેલ મંદીપ સિંહે ગોલના ગોલની મદદથી સ્કોર 3-0 કરી દીધું. મેચ સમાપ્ત થાય તેની એક મીનિટ પહેલા જ રમનદીપના મિડફિલ્ડની નજીકથી પાસ આપ્યો. ડી સામે જ ઉભેલા લલિત ઉપાધ્યાયે 59મી મીનિટે ગોલ ફટકારીને ભારતને 4-0થી એકતરફી જીત અપાવી દીધી.
First published: June 23, 2018, 10:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading