Home /News /sport /'મને ખબર જ હતી કે આને 10 મહિલાઓની ઇજ્જત પર હાથ નાખવાની આદત છે'

'મને ખબર જ હતી કે આને 10 મહિલાઓની ઇજ્જત પર હાથ નાખવાની આદત છે'

હસીન જહાં અને શમી

મેં શા માટે આ બધું કર્યું એ તો તમને મારી પોસ્ટ જોઈને જ ખબર પડી ગઈ હશે, એના વિશે મારે કંઈ કહેવાની જરૂર નથી.

હસીન જહાંએ તેના પતિ તેમજ ક્રિકેટર મોહમ્મદ શમી પર મારપીટ અને અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખવાના આરોપ લગાવ્યા છે. હસીન જહાંએ મંગળવારે ફેસબુક પર એક પછી એક એમ 11 જેટલી પોસ્ટ કરીને પતિના અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. હસીન જહાંએ પોતાના ફેસબુક પરથી શમી વિરુદ્ધ કરેલી પોસ્ટ હટાવવા દબાણ કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરતા હસન જહાંએ પતિ પર અનેક આક્ષેપ લગાવ્યા હતા. ન્યૂઝ 18એ હસીન જહાં સાથે કરેલી વાતચીતના ખાસ અંશોઃ

શમી સામે લગાવેલા આક્ષેપ શું છે, શા માટે આવું કર્યું?

મેં શા માટે આ બધું કર્યું એ તો તમને મારી પોસ્ટ જોઈને જ ખબર પડી ગઈ હશે, એના વિશે મારે કંઈ કહેવાની જરૂર નથી.

તમારી વચ્ચે શું થયું હતું તો તમે આવા આક્ષેપ લગાવ્યા?

લગ્ન પછી જ તેની છોકરીઓ સાથે ચેટિંગ અને ડેટિંગ શરૂ થઈ ગઈ હતી. હું આ બધું સહન કરતી રહી હતી. મારો સંસાર બચાવવા મેં બધું સહન કર્યં. છેલ્લા બે વર્ષથી તે તલાકની માંગણી કરી રહ્યો છે. મારું માનસિક અને શારીરિક શોષણ કરી રહ્યો છે. મારી હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. એવું કોઈ ગંદુ કૃત્ય નહીં હોઈ જે આ લોકોએ મારી સાથે નહીં કર્યું હોય. હું મારા પરિવારને બચાવવા માટે ચૂપચાપ બધું સહન કરતી રહી હતી.

દુબઇમાં પાકિસ્તાની છોકરી સાથે બાંધ્યા સંબધ

સાઉથ આફ્રિકાથી પરત ફરતી વખતે તે(શમી) દુબઇમાં રોકાયો હતો. અહીં તેણે પાકિસ્તાનની એક યુવતીને બોલાવી હતી, તેની સાથે હોટલમાં સમય ગાળ્યો હતો અને શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ તેણે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. તે મને ઘરમાંથી કાઢવાનો પ્રયાસ કરતો હતો. મને શારીરિક અને માનસિક પીડા આપતો હતો. બાદમાં તેણે ફ્લેટ સહિત તમામ દસ્તાવેજો લઈને તેની બે ગાડી સાથે અહીં નીકળી જોવાનો પ્લાન બનાવ્યો હતો. આ દરમિયાન તેની બીએમડબ્લ્યૂ ગાડીના પેપર ક્યાંક ગુમ થઈ ગયા હતા. કાગળ શોધવા જ્યારે મેં તેની ગાડીની તપાસ કરી ત્યારે ડ્રાઇવર સીટ નીચે કાર્પેટ પરથી ચાર કોન્ડોમ અને એક ફોન મળી આવ્યો હતો.

પુરાવા ક્યાંથી મળ્યા?

મને તમામ પુરાવા ફોનમાંથી જ મળ્યા હતા. ફોનમાં પેટર્ન લોક હતો. મેં શમીથી આ ફોન છૂપાવી દીધો હતો. જ્યારે તેને ખબર પડી કે તેનો ફોન ગુમ છે ત્યારે તેણે અહીંથી જવાનો પ્લાન માંડી વાળ્યો હતો અને અહીં જ રોકાયો હતો. તેણે ફોનની બહુ તપાસ કરી હતી. બાદમાં તે થોડો નોર્મલ થઈ ગયો હતો. તે હંમેશા મને મીડિયાથી છૂપાવીને રાખતો હતો. મને ક્યાંય સાથે લઈને પણ જતો ન હતો. શમી ધર્મશાળા માટે નીકળી ગયા બાદ મેં તેના ફોનને અનલોક કર્યો હતો. મેં તેના ફોનમાંથી ચેટ અને ફોટોઝ કાઢ્યા હતા અને શમી સાથે આ અંગે વાત કરી હતી.

મર્ડરની વાત શું છે?

શમીના પરિવારના લોકો અરસપરસ વાતો કરતા હતા કે મને મારીને ક્યાંક ફેંકી દો. મારા ખાવામાં પણ ઝેર ભેળવવામાં આવતું હતું.

શમીનું બીજી છોકરી સાથે ચક્કર હોવાની વાત તમને ખબર હતી?

તેના અન્ય છોકરીઓ સાથે સંબંધ હતા તે વાત મને ખબર હતી. મને ખબર જ હતી કે આ કોઈ એક મહિલાનો થાય એવો નથી. આને 10 મહિલાઓની આબરુ પર નજર બગાડવાની આદત છે. પરંતુ મને એવું હતું કે આ વાત ફક્ત ચેટિંગ સુધી જ મર્યાદિત છે. મને એવી ખબર ન હતી કે આટલું ગંદુ ચાલી રહ્યું છે.

પુરાવા પોસ્ટ કર્યા પછી શમીએ વાત કરી?

જ્યારથી મેં તેને કહ્યું હતું કે મારી પાસે આ પુરાવા છે ત્યારથી તેણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. બાદમાં હું તેને ફોન કરતી ત્યારે તે મને કહેતો હતો કે મારે તારી સાથે કોઈ સંબંધ જ નથી રાખવા.

હવે તમે શું કરશો?

હું પોલીસ પાસે જઈને કાયદેસરની કાર્યવાહી કરીશ. મેં વકીલ સાથે વાતચીત કરી છે, હાલ તે કોલકાતાથી બહાર છે. શમીના ફોનમાં આ બધું જોઈને હું છેલ્લા ચાર દિવસથી ઊંઘી શકી નથી. મને ખબર નથી કે આ બધું ક્યારે સારું થશે.

ટીમના કોઈ સભ્ય કે કોઈએ તમારી સાથે વાત કરી?

મારી ટીમના સભ્યોની પત્નીઓ સાથે વાત થઈ છે, પરંતુ હું આ બાબતે મીડિયાને કંઈ કહેવા માંગતી નથી.

હવે પછીનું તમારું પગલું શું હશે?

હું તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશ. સમાધાનનો કોઈ સવાલ જ નથી. જો તેણે સમાધાન કરવું હોય તો તે આટલે સુધી આગળ વધ્યો ન હોત.

તમને કોઈ વાતનો ડર છે?

મેં ડરી ડરીને પાંચ વર્ષ વિતાવ્યા છે. પરંતુ જ્યારે મેં આ બધુ ફેસબુક પર મૂકી દીધું ત્યારથી મેં ડરવાનું પણ છોડી દીધું છે. હવે મને હિંમત મળી ગઈ છે.

તમે તેને ડિવોર્સ આપી દેશો?

હું તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશ પરંતુ આખી જિંદગી ડિવોર્સ નહીં આપું.
First published:

Tags: Hasin Jahan, ક્રિકેટર