Home /News /sport /શમી સાથે સમાધાન કરી લઈશ તો ગુનેગાર કહેવાઈશઃ હસીન જહાં

શમી સાથે સમાધાન કરી લઈશ તો ગુનેગાર કહેવાઈશઃ હસીન જહાં

મોહમ્મદ શમીએ ગુનો કર્યો છે મારા પર અત્યાચાર કર્યો છે. સંબંધો બચાવવાની મે ઘણાં પ્રયાસ કર્યા છે

મોહમ્મદ શમીએ ગુનો કર્યો છે મારા પર અત્યાચાર કર્યો છે. સંબંધો બચાવવાની મે ઘણાં પ્રયાસ કર્યા છે

નવી દિલ્હી: ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હીસન જહાં હવે કોઇ સુલહ નથી કરવા ઇચ્છતી. તેણે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાત કરી છે. શમી સાથે હવે સુલેહ નથી થઇ શકતી. જો મે આમ કર્યુ તો લોકો મને જ ગુનેગાર સમજશે. મારી પાસે તેનાં ગુનાના તમામ પુરાવા છે.

હસીન જહાંએ કહ્યું કે, મોહમ્મદ શમીએ ગુનો કર્યો છે મારા પર અત્યાચાર કર્યો છે. સંબંધો બચાવવાની મે ઘણાં પ્રયાસ કર્યા છે. પણ શમી સાથે સુલહ કેવી રીતે થશે, તે ખબર નથી. શમીની સાથે વિવાદનો કિસ્સો હવે ઘણો આગળ વધી ગયો છે.

શમીની પત્નીએ જણાવ્યું કે, ચાર દિવસો સુધી હું શમીને સમજાવતી રહી. દર વકતે તે એક જ રટ લગાવતો કે મારી કોઇ જ ભૂલ નથી તે બાદ તેણે મને ઇગ્લોનર કરવાનું શરૂ કર્યુ હતું હું હમેશા કહેતી હતી કે મારાથી વાયદો કર કે એક પત્નીત્વ તુ પણ અપનાવીશ અને તેની ઇજ્જત કરીશ. પણ આ તમામ બાદ જ્યારે મને શમીની કરતૂતોનાં પૂરાવા મળ્યા તો તેણે મારો ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધુ છે.

હસીને ઉમેર્યુ કે, મોબાઇલ ગૂમ થયા બાદ મોહમ્મદ શમીનું વર્તન પણ બદલાઇ ગયુ હતું. મોબાઇલ હાથમાં ન આવતો તો તે મને છુટાછેડાની નોટિસ ફટકારી ચુક્યો હોત. હસીન જહાંએ ઉમેર્યુ કે, શમીએ ટીવી ઇન્ટરવ્યું દરમિયાન ગોળ ગોલ જવાબ આપ્યા હતાં અને આખા કેસને ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પહેલાં હીસન જહાંનાં પૂર્વ પતિ સૈફુદ્દીને પણ મીડિયાની સામે નિવેદન આપ્યુ હતું. અને કહ્યું હતું કે, જો શમી બેગુનાહ છે તો તે સાબીત કરે. તેમજ તેણે ઉમેર્યુ હતું કે, બંને પતિ પત્નીએ સાથે બેસીને આખો કેસ ઉકલવો જોઇએ.

શમીની પત્નીએ લગ્નેત્તર સંબંદ, ઘરેલુ હિંસા સહિતનાં ઘણાં ગંભીર આરોપ લગાવ્યા છે. કોલકત્તા પોલીસે હસીન જહાંની ફરિયાદ બાદ શમી પર IPCની સાત કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે.
First published:

Tags: Hasin Jahan, Mohammad shami, Press Conference