Home /News /sport /ન્યાય માંગવા માટે મમતા બેનર્જી પાસે પહોંચી શમીની પત્ની હસીન જહાં

ન્યાય માંગવા માટે મમતા બેનર્જી પાસે પહોંચી શમીની પત્ની હસીન જહાં

નવી દિલ્હી : બીસીસીઆઈ દ્વારા ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને ફિક્સિંગના આરોપમાંથી ક્લિનચીટ મળ્યા છતાં તેમની પત્ની હસીન જહાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળવા પહોંચી છે. તે અહી બેનર્જી પાસે ન્યાય અપાવવા માટે મદદ કરવાની દરખાસ્ત કરવા માટે પહોંચી છે.

પોતાના પતિ શમી પર હત્યાનો પ્રયાસ, લગ્નેત્તર સંબંધ, મારપીટ, દહેજ જેવા આરોપ લગાવનાર હસીનની માંગ છે કે, તેની સાથે ન્યાય કરવામાં આવે. તેને મુખ્યમંત્રીથી મળવાથી પહેલા કહ્યું છે કે, તેઓ મમતા બેનર્જી પાસે કોઈ જ રીતનું સપોર્ટ માંગશે નહી પરંતુ તે ઈચ્છે છે કે, મુખ્યમંત્રી તેમના આખા કેસ પર ધ્યાન આપે કેમ કે, સત્યતા માટે તેઓ એક પરિવાર સામે લડી રહી છે અને તેને એકમાત્ર ન્યાય મળી શકે છે.

શમીને મળી ગઈ છે ફિક્સિંગ આરોપમાંથી ક્લિનચીટ

બીસીસીઆઈની ભષ્ટ્રાચાર વિરોધી એકમ (એસીયૂ)એ ગુરૂવારે ભારતીય ફાસ્ટ બોલર શમીને તેમની પત્ની દ્વારા લગાવેલા ફિક્સિંગના આરોપોમાંથી ક્લિનચીટ આપી દીધી હતી. ક્લિનચીટ મળ્યા બાદ બીસીસીઆઈએ તેમને કેન્દ્રીય કરારની મંજૂરી પણ આપી દીધી હતી. શમીને ગ્રેડ બીનો વાર્ષિક કરાર આપી દેવામાં આવ્યો છે. આ કરાર હેઠળ તેમને વર્ષે ત્રણ કરોડ રૂપિયા મળશે. તે સાત એપ્રિલથી શરૂ થનાર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની ફ્રેન્ચાઈઝી દિલ્હી ડેયરડેવિલ્સ રમવા માટે પણ ઉતરી શકશે.
First published:

Tags: Hasin Jahan, Mohammad shami, Sports news, Team india, મમતા બેનરજી