કોહલીની સૌથી ઝડપી 27 વનડે સદીનો રેકોર્ડ તૂટ્યો, ફોર્મમાં પરત ફર્યો અમલા

News18 Gujarati
Updated: January 20, 2019, 12:49 PM IST
કોહલીની સૌથી ઝડપી 27 વનડે સદીનો રેકોર્ડ તૂટ્યો, ફોર્મમાં પરત ફર્યો અમલા
અમલાએ પાકિસ્તાની સામે વનડે સીરીઝની શરૂઆત સદી સાથે કરી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અમલા પોતાની સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી, પરંતુ વર્લ્ડ કપ આવતા જ તેણે ફોર્મ પરત મેળવી લીધાના સંકેત આપી દીધા છે

  • Share this:
દેવબ્રત વાજપાઈ

દક્ષિણ આફ્રિકાના ધાકડ ક્રિકેટર હાશિમ અમલા ફરી એક વારથી રેકોર્ડ બુકમાં સામેલ થઈ ગયો છે. તેણે હાલમાં જ પાકિસ્તાનની વિરુદ્ધ પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી પહેલી વનડેમાં સદી ફટકારી. વનડે ક્રિકેટમાં આ તેમની 27મી સદી છે. તેની સાથે અમલા 50 ઓવરના ક્રિકેટમાં 27 સદી ફટકારનારો દુનિયાનો પાંચમો પ્લેયર બની ગયો છે. તેણે પોતાની 27મી વનડે સદી માત્ર 167 ઇનિંગમાં નોંધાવી છે. આ રીતે તેણે સૌથી ઝડપી 27 વનડે સદીનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.

આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. કોહલીએ 169 ઇનિંગમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. અમલા દુનિયાના શાનદાર બેટ્સમેન પૈકીનો એક છે પરંતુ, એબી ડિવિલિયર્સ જેવી વ્યક્તિત્વની આગળ તેના ટેલેન્ટ એન નામની ઓછી જ ચર્ચા થઈ. છેલ્લા કેટલાક વર્ષોમાં અમલા પોતાની સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી, પરંતુ વર્લ્ડ કપ આવતા જ તેણે ફોર્મ પરત મેળવી લીધાના સંકેત આપી દીધા છે, જે દક્ષિણ આફ્રિકન ટીમ માટે સારા સમાચાર છે.

અમલા આ વર્ષની શરૂઆતમાં ભારતની વિરુદ્ધ કંઈક ખાસ પ્રદર્શન નહોતો કરી શક્યો, એવામાં પોતાને મળેલી તકનો યોગ્ય લાભ લેવા માંગતો હતો. તેણે પોતાની અંતિમ વનડે સદી 2017માં બાંગ્લાદેશની વિરુદ્ધ કરી હતી. વર્ષ 2018માં તે એક જ સદી ફટકારી શક્યો હતો.

આ પણ વાંચો, ધોનીએ કહ્યું- 'બૉલ લઈ લો નહીંતર કહેશે કે રિટાયર થઈ રહ્યો છું'

હાલમાં જ પાકિસ્તાનની વિરુદ્ધ મેચમાં તેણે 120 બોલમાં 102 રન કર્યા હતા. તેણે પોતાની સદી સિક્સર સાથે પૂરી કરી, જેનો સંતોષ તેના ચહેરા પર સ્પષ્ટ રીતે નજરે પડતો હતો. તેની આ સદીની મદદથી તેની ટીમે 50 ઓવરમાં 266-2નો સ્કોર કર્યો. એક વાત જે ચોંકાવનારી છે તે એ છે કે અમલાની છેલ્લી બે સદીની વચ્ચે કોહલીએ 9 અને રોહિત શર્માએ 8 સદી ફટકારી દીધી છે.વાત કરીએ 27 વનડે સદીઓની, તો આ કારનામો માત્ર 5 પ્લેયર્સ અત્યાર સુધી કર્યો છે. શ્રીલંકાના સનથ જયસૂર્યાએ 404 ઇનિંગમાં આ મુકામ પ્રાપ્ત કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 308 ઇનિંગમાં અને સચિન તેંડુલકરે 254 ઇનિંગમાં 27 વનડે સદી ફટકારી હતી. આ તમામ જેન્ટલમેનનો રેકોર્ડ વિરાટ કોહલીએ જાન્યુઆરી 2017માં તોડ્યો હતો. કોહલીના નામે હાલમાં 39 વનડે સદી છે.

First published: January 20, 2019, 12:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading