હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલાં 'દંગલ', બબીતા અને મહાવીર ફોગાટ BJPમાં જોડાયા

News18 Gujarati
Updated: August 12, 2019, 3:53 PM IST
હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલાં 'દંગલ',  બબીતા અને મહાવીર ફોગાટ BJPમાં જોડાયા
ભાજપમાં પ્રવેશ બાદ ફોગાટ પિતા-પુત્રીને પક્ષના એક્ટિંગ પ્રેસિડેન્ટે નડ્ડાએ ખેંસ પહેરાવ્યો હતો.

જનનાયક જનતા પાર્ટીએ બબીતા ફોગાટના પિતાને વિધાનસભાની ટિકિટ ન આપતા કેસરીયો ખેંસ ધારણ કર્યો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાત : આંતરાષ્ટ્રીય બોક્સર બબીતા ફોગાટ અને તેના પિતા મહાવીર ફોગાટે આજે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં પિતા મહાવીર ફોગાટને જનનાયક જનતા પાર્ટી (જે.જે.પી.)એ ટિકિટ ન આપતાં પિતા-પુત્રીએ કેસરિયો ધારણ કર્યો છે. બબીતા ફોગાટ અને તેમની બહેન ગીતા ફોગાટના જીવન પર જાણીતી ફિલ્મ 'દંગલ' બની હતી. આ ફિલ્મમાં તેમના પિતા મહાવીર ફોગાટનો અભિયન આમીર ખાને કર્યો હતો.

ફોગાટ પિતા-પુત્રીના ભાજપ પ્રવેશની સાથે જ હરિયાણાના રાજકારણમાં હવે 'દંગલ' ખેલાશે. આજે દેશના રમત-ગમત રાજ્ય મંત્રી કિરણ રીજીજુ અને પક્ષના મહાસચિવ અનિલ જૈને ફોગાટ પિતા-પુત્રીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે.

આ પણ વાંચો :   હવે સ્માર્ટબોલથી રમાશે ક્રિકેટ, માઇક્રોચીપ બધું કહેશે, જુઓ તસવીરો

દરમિયાન ફોગાટ પિતા-પુત્રીએ ભાજપ પ્રવેશની સાથે જ વડાપ્રધાન મોદીના કાશ્મીરમાંથી કલમ 370માં પરિવર્તન અને કલમ 35-A હટાવવાના નિર્ણયના ભરપેટ વખાણ કર્યા હતા. ભાજપને અપેક્ષા છે કે ફોગાટ પરિવારના કેસરિયા કરવાથી પક્ષને આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મદદ થશે.

અર્જુન એવોર્ડી બબીતા જણાવે છે કે વડાપ્રધાન મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી અને ઇતિરહાસ રચ્યો છે. તે પીએમ મોદીની પ્રસંશક છે. રમત-ગમત રાજ્ય મંત્રી કિરણ રીજીજુએ બબીતાને યૂથ આઇકન ગણાવતા કહ્યું તેમણે મેડલો જીતીને દેશનું માન સન્માન વધાર્યું છે. તેના પિતાએ અનેક ખેલાડીઓ તૈયાર કર્યા છે અને તે પણ હરિયાણામાં યુવાનો માટે આદર્શ સમાન છે.

આ પણ વાંચો :  RILની 42મી AGMની 5 મોટી વાતો : સામાન્ય લોકો માટે આ જાહેરાત કરવામાં આવીઉલ્લેખનીય છે કે હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે કાશ્મીરી છોકરીઓ સાથેના વિવાહના મુદ્દે એક વિવાદિત નિવેદન આપ્યું હતું. 29 વર્ષની બબીતાએ ભાજપનો ખેંસ પહેર્યા બાદ મુખ્ય મંત્રી ખટ્ટરનો આ મુદ્દે બચાવ કર્યો હતો. તેણે કહ્યું હતું કે મુખ્ય મંત્રી ખટ્ટરે મહિલાઓનું સ્વાભિમાન ડગમગે તેવું કોઈ નિવેદન નથી આપ્યું. માધ્યમોએ તેનું ખોટું અર્થઘટન ન કરવું જોઈએ.
First published: August 12, 2019
વધુ વાંચો
अगली ख़बर