Home /News /sport /યુવરાજ સિંહ સામે FIR ન નોંધવી હરિયાણા પોલીસને ભારે પડી, 3 અફસરો સામે તપાસનો આદેશ

યુવરાજ સિંહ સામે FIR ન નોંધવી હરિયાણા પોલીસને ભારે પડી, 3 અફસરો સામે તપાસનો આદેશ

વિશેષ કોર્ટે આ આદેશ આપ્યો છે

વિશેષ કોર્ટે આ આદેશ આપ્યો છે

નવી દિલ્હી/હિસાર : ક્રિકેટર યુવરાજ સિંહ (Yuvraj Singh)દ્વારા ગત વર્ષે દલિત સમાજ માટે કરેલી અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીના મામલામાં ઔપચારિક કેસ ના કરવો હરિયાણાની હાંસી પોલીસ માટે મુશ્કેલ બનતો જઈ રહ્યો છે. આ મામલામાં હરિયાણા પોલીસના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સામે અનૂસુચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અધિનિયમની (SC/ST Act)કલમ 4 અંતર્ગત તપાસ કરવાનો આદેશ આપ્યો છે. વિશેષ કોર્ટે આ આદેશ આપ્યો છે.

હિસાર સ્થિત એસસી/એસટી એક્ટની વિશેષ કોર્ટના અતિરિક્ત સત્ર ન્યાયધીશ વેદપાલ સિરોહીએ ફરિયાદકર્તા અને વકીલ રજત કલસનની અરજી પર કેસના તપાસ અધિકારી ડીએસપી વિનોદ શંકર, મામલામાં તપાસ અધિકારી રહેલા અને વર્તમાનમાં બરવાલા પોલીસ ઉપાધીક્ષક રોહતાસ સિહાગે અને હાંસી શહેર પોલીસ સ્ટેશનના તાત્કાલિન પ્રભારી જસવીર સિંહ સામે SC/ST Act કલમ 4 અંતર્ગત તપાસ કરવાના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયા સામે બ્રિસબેન ટેસ્ટ રમવા માંગે છે વીરેન્દ્ર સેહવાગ, BCCI સામે રાખ્યો પ્રસ્તાવ

એસસી/એસટી એક્ટની કલમ અંતર્ગત કોઈ લોકસેવક (જે અનૂસુચિત જાતિ કે અનૂસુચિત જનજાતિનો સભ્ય નથી) દ્વારા પોતાના કર્તવ્યોની અનદેખી કરવા પર 6 મહિનાથી લઈને એક વર્ષ સુધી સજાની જોગવાઇ છે.
" isDesktop="true" id="1063634" >

નેશનલ એલાયન્સ અને દલિત હ્યુમન રાઇટ્સના સંયોજક રજત કલસને 11 જાન્યુઆરીએ કોર્ટમાં દાખલ કરીલે અરજીમાં આરોપ લગાવ્યો હતો કે ગત વર્ષે 2 જૂને તેણે યુવરાજ સિંહ સામે હાંસી પોલીસને એક ફરિયાદ આપી હતી. જેમાં કેસ નોંધીને યુવરાજ સિંહને ધરપકડ કરવાની માંગણી કરી હતી. યુવરાજ સિંહ પર આરોપ છે કે તેણે ગત વર્ષે 1 જૂન દરમિયાન પોતાના સાથી ક્રિકેટર રોહિત શર્મા સાથે વીડિયો કોલિંગ પર લાઇવ ચેટમાં યુવજેન્દ્ર ચહલ પ્રત્યે અભદ્ર અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો વાયરલ થયો હતો. આ વિવાદના કારણે યુવરાજે માફી માંગવી પડી હતી.
First published:

Tags: Haryana police, SC ST ACT, Yuvraj singh, એફઆઇઆર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો