Home /News /sport /નેશનલ સ્ટેડિયમમાં માંડ માંડ બચ્યો આ પ્લ્યેયર, મજબૂત હેલ્મેટને પણ વીંધી આ બોલ સીધો જ... જુઓ Video

નેશનલ સ્ટેડિયમમાં માંડ માંડ બચ્યો આ પ્લ્યેયર, મજબૂત હેલ્મેટને પણ વીંધી આ બોલ સીધો જ... જુઓ Video

Haris Rauf vs Harry brook

Pakistan vs England:પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી સાત મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ત્રીજી મેચ ગઈકાલે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ખૂબ જ ભયાનક ઘટના જોવા મળી હતી. પરંતુ સારા સમાચાર એ છે કે આ ઘટનામાં ખેલાડીને કોઈ નુકસાન થયું નથી.

વધુ જુઓ ...
    પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ (Pakistan vs England) વચ્ચે ચાલી રહેલી સાત મેચોની T20 આંતરરાષ્ટ્રીય (3rd T20I) શ્રેણીની ત્રીજી મેચ ગઈકાલે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં યજમાન ટીમ પાકિસ્તાનને 63 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન ખૂબ જ ભયાનક ઘટના જોવા મળી હતી. પરંતુ સારા સમાચાર એ છે કે આ ઘટનામાં ખેલાડીને કોઈ મોટું નુકસાન થયું નથી (Harry brook helmet video t20 pakistan).

    વાસ્તવમાં આ ઘટના ઈંગ્લિશ ટીમની બેટિંગ દરમિયાન 17મી ઓવરમાં બની હતી. પાકિસ્તાન તરફથી ફાસ્ટ બોલર હરિસ રઉફ (Haris Rauf) આ ઓવર ફેંકી રહ્યો હતો. રઉફની આ ઓવરના ચોથા બોલ પર મુલાકાતી બેટ્સમેન હેરી બ્રુકે (Harry Brook) જોરદાર શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે આમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો.



    પરિણામ એ આવ્યું કે બોલ બ્રુકને વાગ્યો અને સીધો તેના હેલ્મેટ પર અથડાયો. આ દરમિયાન બોલ એટલો ઝડપી હતો કે મજબૂત હેલ્મેટને પણ પાર કરીને તેના ચહેરા સુધી પહોંચી ગયો હતો. જોકે સારા સમાચાર એ હતા કે બોલ તેના ચહેરાથી થોડે દૂર ફસાઈ ગયો હતો. જો આ બોલ અંદર ગયો હોત તો ખેલાડીની હાલત કંઈક અલગ જ હોત.

    ત્રીજી ટી20 મેચની વાત કરીએ તો બ્રુકે પોતાની ટીમ માટે સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં પોતાની ટીમ માટે પાંચમા ક્રમ પર બેટિંગ કરતા તેણે 231.43ના સ્ટ્રાઈક રેટથી 35 બોલમાં 81 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેના બેટમાંથી આઠ ચોગ્ગા અને પાંચ શાનદાર છગ્ગા આવ્યા હતા.

    બ્રુકની આ શાનદાર ઇનિંગના કારણે ઇંગ્લિશ ટીમ યજમાન ટીમ સામે નિર્ધારિત ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 221 રન બનાવી શકી હતી. ટાર્ગેટને ચેસ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 158 રન જ બનાવી શકી હતી. આમ આ મેચમાં ઈંગ્લિશ ટીમે 63 રનથી શાનદાર જીત મેળવી હતી.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Criceket News, Sports news, T20

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन