ટીમ ઇન્ડિયામાં ભાગલા, હરમનપ્રીત અને સ્મૃતિ ઇચ્છે છે પોવારની વાપસી!

News18 Gujarati
Updated: December 4, 2018, 11:41 AM IST
ટીમ ઇન્ડિયામાં ભાગલા, હરમનપ્રીત અને સ્મૃતિ ઇચ્છે છે પોવારની વાપસી!
ટીમ ઇન્ડિયામાં ભાગલા, હરમનપ્રીત અને સ્મૃતિ ઇચ્છે છે પોવારની વાપસી!

કોચ રમેશ પોવારના કાર્યકાળના વિવાદાસ્પદ અંત પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ભાગલા જોવા મળી રહ્યા છે

  • Share this:
કોચ રમેશ પોવારના કાર્યકાળના વિવાદાસ્પદ અંત પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ભાગલા જોવા મળી રહ્યા છે. ટી-20 ટીમની સુકાની હરનપ્રીત કૌર અને ઉપ-સુકાની સ્મૃતિ મંધાનાએ સીનિયર ખેલાડી મિતાલી રાજ સાથે મતભેદ પછી કોચ પાછા ફરે તેવી માંગણી કરી છે. પ્રશાસકોની સમિતિ (સીઓએ)ના અધ્યક્ષ વિનોદ રાયે પીટીઆઈને જણાવ્યું હતું કે હરમનપ્રીત અને સ્મૃતિએ પોવારને 2021 સુધી કોચ બનાવવાનું સમર્થન કર્યું છે. પોવારનો કાર્યકાળ 30 નવેમ્બરે ખતમ થયો હતો અને આ પછી બીસીસીઆઈએ આ પદ માટે નવી અરજીઓ મંગાવી છે. પોવાર બીજી વખત અરજી કરવા માટે સ્વતંત્ર છે.

વિનોદ રાયે કહ્યું હતું કે હા, તેમણે પત્ર લખ્યો છે, તે ઇચ્છે છે કે રમેશ પોવાર પોતાના પદ પર બન્યા રહે. હરમનપ્રીત અને સ્મૃતિએ પોવારનો કાર્યકાળ વધારવાનું સમર્થન કર્યું છે પણ એકતા બિષ્ટ, માનશી જોષી અને મિતાલી રાજ તેમને ફરી પદ આપવાની વિરુદ્ધમાં છે. હરમનપ્રીતે પોવારના સમર્થનમાં લેટર લખ્યો હતો. આ લેટરમાં હરમનપ્રીતે કહ્યું હતું કે ટી-20 ટીમની કેપ્ટન અને વન-ડે ટીમની ઉપ-સુકાનીના રુપમાં તમને અપીલ કરું છું કે પોવારને અમારી ટીમને કોચ તરીકે આગળ યથાવત્ રાખવાની મંજુરી આપવામાં આવે. આગામી ટી-20 વર્લ્ડ કપને આડે હવે 15 મહિના અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવા માટે એક મહિનાના વાર છે. એક ટીમના રુપમાં તે જે રીતે અમારી અંદર ફેરફાર લાવ્યા છે તેને જોતા મને તેમને બદલવાનું કોઈ કારણ જોવા મળતું નથી.

આ પણ વાંચો - રમેશ પોવારનો કોન્ટ્રાક્ટ પૂરો, શું બીજી વખત કોચ માટે થશે પસંદગી?

બીસીસીઆઈના અધિકારીઓને મોકલેલા આ લેટરમાં હરમનપ્રીત અને સ્મૃતિએ કહ્યું હતું કે ઓગસ્ટમાં પોવારની કોચ રુપમાં નિમણુક પછી ટીમમાં ઘણો ફેરફાર થયો છે. તેમણે ટેકનિક અને રણનીતિક રુપથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ચહેરામાં ફેરફાર કર્યો છે. તે અમારી અંદર જીતની ધારણા લઈને આવ્યા છે.

આ પણ વાંચો - મિતાલી સામે પોવારનો વળતો હુમલો: "તે અંગત માઇલસ્ટોન પાછળ જ દોડતી હતી"
First published: December 4, 2018, 11:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading