સાઉથ આફ્રિકામાં રમવાથી ટીમમાં થયો મોટો સુધારો: હરમનપ્રીત કૌર

અમારી ફિલ્ડિંગમાં સુધારો આવ્યો છે જે છેલ્લાં બે-ત્રણ વર્ષથી નબળી હતી. આ પ્રવાસનો સૌથી સકારાત્મક પાસુ છે

અમારી ફિલ્ડિંગમાં સુધારો આવ્યો છે જે છેલ્લાં બે-ત્રણ વર્ષથી નબળી હતી. આ પ્રવાસનો સૌથી સકારાત્મક પાસુ છે

 • Share this:
  નવી દિલ્હી: ભારતીય મહિલા ટી20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે, દક્ષઇણ આફ્રિકામાં વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય સીરીઝમાં સૌથી મહત્વપૂર્ણ વાત ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગમાં આવેલો સુધારો છે. તેણે આ સમયે
  કહ્યું કે, દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ એક સારી ટીમની વિરુદ્ધ સારા પ્રદર્શન વાળો રહ્યો હતો. સારી વાત એ છે કે આપણી ભારતીય ટીમ કોઇ એક કે બે ખિલાડીઓ પર નિર્ભર નથી. સૌનું પ્રદર્શન સારુ છે.

  આ સમયે તેણે ટીમની યુવા ખિલાડી જેમીમા રોડ્રિગેજનાં પણ ભરપેટ વખાણ કર્યા હતાં. તેણે કહ્યું કે, જેમીએ આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની પ્રતિભા દર્શાવી છે. અમારી ફિલ્ડિંગમાં સુધારો આવ્યો છે જે છેલ્લાં બે-ત્રણ વર્ષથી નબળી હતી. આ પ્રવાસનો સૌથી સકારાત્મક પાસુ છે.

  હરમનપ્રીતે કહ્યું કે, વેસ્ટઇન્ડિઝમાં આવર્ષે યોજાનારા વર્લ્ડ ટી20ને જોતા ટીમનાં ઇરાદા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હોમ સિરીઝમાં યુવા ખિલાડીઓને તક આપવાનો છે.

  ભારત પહેલાં વડોદરામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. અને પછી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સાથે ત્રિકોણીય સિરીઝમાં ભાગ લેશે.

  આપને જણાવી દઇએ કે. સાઉથ આફ્રિકામાં મહિલા ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવામાં કામિયાબ રહી. વર્લ્ડકપ બાદ પહેલી વખત મેદાન પર ઉતરનારી ટીમે ઇતિહાસ રચી દીધો. ભારતીય ટીમે વનડે સીરિઝ બાદ 3-1થી ટી20 સીરીઝ પોતાનાં નામે કરી અને તેની સાથે જ ટીમ સાઉથ આફ્રિકામાં બે સીરીઝ જીતનારી પહેલી ભારતીય ટીમ બની ગઇ છે. મિતાલી રાજ પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરીઝ પણ રહી હતી.
  Published by:Margi Pandya
  First published: