Home /News /sport /મહિલા ક્રિકેટર હરમનપ્રીતે બતાવી દરિયાદિલી, તમે પણ કરશો સલામ

મહિલા ક્રિકેટર હરમનપ્રીતે બતાવી દરિયાદિલી, તમે પણ કરશો સલામ

મહિલા ક્રિકેટર હરમનપ્રીતે બતાવી દરિયાદિલી

રવિવારે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

    ભારતીય મહિલા ક્રિકેટ ટી-20 ટીમની સુકાની હરમનપ્રીત કૌર હાલ પોતાના દમદાર પ્રદર્શન સિવાય દરિયાદિલીને કારણે પણ ચર્ચામાં છે. વેસ્ટ ઇન્ડીઝમાં રમાય રહેલા મહિલા ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન હરમનપ્રીતે દરિયાદિલી બતાવી હતી. જેને જાણીને તમે પણ તેને સલામ કરશો.

    ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં રાષ્ટ્રગાન દરમિયાન એક મસ્કટ (યુવતી) બેહોશ થઈ ગઈ હતી. આ સમયે હરમનપ્રીત કૌરે તેને ઉઠાવી મેનેજમેન્ટને આપી હતી. ભારતીય સુકાનીએ કરેલા આ કામની બધા પ્રશંસા કરી રહ્યા છે.



    રવિવારે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને 20 ઓવરમાં 134 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. મિતાલી રાજે 56 રન બનાવ્યા હતા. હરમનપ્રીત 14 રને અણનમ રહી હતી. આ પહેલા હરમનપ્રીતે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ મેચમાં 51 બોલમાં સદી ફટકારી હતી.

    આ પણ વાંચો - મહિલા ટી-20 વર્લ્ડ કપ: ભારતનો પાકિસ્તાન સામે 7 વિકેટે વિજય
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Harmanpreet kaur, National anthem, West indies, ભારત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन