Home /News /sport /ભારતમાંથી ICC પ્લેયર ઓફ ધ મંથ બની હરમનપ્રીત કૌર તો પાકિસ્તાનમાંથી રિઝવાન

ભારતમાંથી ICC પ્લેયર ઓફ ધ મંથ બની હરમનપ્રીત કૌર તો પાકિસ્તાનમાંથી રિઝવાન

હરમનપ્રીતે ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો

ICC Player Of September 2022 Month:  ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યા બાદ હરમનપ્રીત કૌરે કહ્યું, "સ્મૃતિ મંધાના અને નિગાર સુલતાના સાથે નોમિનેટ થયા બાદ વિજેતા બનીને સારું લાગે છે.” ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને સપ્ટેમ્બર 2022ની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદ કરી છે.

વધુ જુઓ ...
    ICC Player Of September 2022 Month:  ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યા બાદ હરમનપ્રીત કૌરે કહ્યું, "સ્મૃતિ મંધાના અને નિગાર સુલતાના સાથે નોમિનેટ થયા બાદ વિજેતા બનીને સારું લાગે છે.”

    ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને સપ્ટેમ્બર 2022ની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદ કરી છે. પુરૂષ વર્ગમાં પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન આ એવોર્ડ જીતવામાં સફળ રહ્યો હતો.

    હરમનપ્રીત કૌરે તેની વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના અને બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલતાનાને હરાવીને પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો હતો. ત્યારે, મોહમ્મદ રિઝવાન ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીનને હરાવવામાં સફળ રહ્યો.

    આ પણ વાંચો : Cheteshwar Pujara wife: 2 કલાકની મુલાકાતમાં ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર દિલ દઈ બેઠો આ સુંદરીને..

    હરમનપ્રીત કૌરને ઈંગ્લેન્ડમાં ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણીએ પુરસ્કારની રેસમાં તેની સાથી અને ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાના અને બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલતાનાને હરાવી હતી.
    એવોર્ડ જીત્યા બાદ હરમનપ્રીત કૌરે કહ્યું, “એવોર્ડ માટે નોમિનેટ થવું એ એક મોટી વાત છે અને તેને જીતવાથી શ્રેષ્ઠ લાગણી અનુભવી છે.

    સ્મૃતિ મંધાના અને નિગાર સુલતાના સાથે નામ આવ્યા બાદ વિજેતા બનીને સારું લાગે છે.’ તેમણે વધુમાં કહ્યું, ‘પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવામાં મને ગર્વ થાય છે તેમજ ઇંગ્લેન્ડમાં ઐતિહાસિક શ્રૃંખલા જીતવી મારી કારકિર્દીની મોટી ઉપલબ્ધિઓમાં સમાવેશ થશે.’

    સપ્ટેમ્બર મહિનો હરમનપ્રીત કૌર માટે યાદગાર રહ્યો. તેના નેતૃત્વમાં ભારતે ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ રીતે ભારતે 1999 બાદ પ્રથમ વખત ઈંગ્લેન્ડમાં વનડેમાં શ્રેણી જીતી છે. તેણે ત્રણ મેચમાં 221 રન બનાવ્યા હતા. તેણે પ્રથમ વનડેમાં અણનમ 74 રન બનાવ્યા હતા, ત્યારબાદ બીજી વનડેમાં 111 બોલમાં 143 રન બનાવ્યા હતા.


    પુરુષ વર્ગમાં મોહમ્મદ રિઝવાને સપ્ટેમ્બર 2022માં પણ શાનદાર ફોર્મ બતાવ્યું હતું. રિઝવાને કહ્યું, "આવી સિદ્ધિઓ તમારા ઉત્સાહને વેગ આપે છે. હું મારા પ્રદર્શનથી ખુશ છું. હું ઓસ્ટ્રેલિયા (T20 વર્લ્ડ કપ 2022)માં આ જ ગતિ જાળવી રાખવા માંગુ છું. હું આ પુરસ્કાર પાકિસ્તાનના લોકોને સમર્પિત કરવા માંગુ છું જેઓ પૂર અને જળવાયુ પરિવર્તનથી પ્રભાવિત છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Harmanpreet kaur, ICC Ranking, Sports news, આઇસીસી, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन