Home /News /sport /હરમનપ્રીત કૌર રમતગમતમાં મહિલાઓને વધુ ગૌરવ અપાવશે : નીતા અંબાણી
હરમનપ્રીત કૌર રમતગમતમાં મહિલાઓને વધુ ગૌરવ અપાવશે : નીતા અંબાણી
હરમનપ્રીત કૌરની ફાઇલ તસવીર
અર્જુન પુરસ્કાર વિજેતા રાષ્ટ્રીય ટીમના સુકાની પાસે જીતનો નક્કર રેકોર્ડ છે અને તે મહિલા વિશ્વ કપની નોકઆઉટ મેચમાં અત્યાર સુધીના સૌથી વધુ વ્યક્તિગત સ્કોર (171*)નો રેકોર્ડ પણ ધરાવે છે.
મુંબઈ ઈન્ડિયન્સે વિમેન્સ પ્રીમિયર લીગની પહેલી સીઝન પહેલા હરમનપ્રીત કૌરની મહિલા ટીમના કેપ્ટન તરીકે જાહેરાત કરી છે. હરમન તાજેતરમાં જ 150 ટી20 ઇન્ટરનેશનલ રમનારી પ્રથમ ક્રિકેટર બની છે. 20 વર્ષની ઉંમરે પદાર્પણ કર્યા બાદ તે તમામ ફોર્મેટમાં એક દાયકાથી વધુ સમયથી રાષ્ટ્રીય ટીમ માટે એક આધારસ્તંભ રહી છે. અર્જુન પુરસ્કાર વિજેતા રાષ્ટ્રીય ટીમના સુકાની પાસે જીતનો નક્કર રેકોર્ડ છે અને તે મહિલા વિશ્વ કપની નોકઆઉટ મેચમાં અત્યાર સુધીના સૌથી વધુ વ્યક્તિગત સ્કોર (171*)નો રેકોર્ડ પણ ધરાવે છે.
આ અંગે નીતા એમ. અંબાણીએ જણાવ્યું કે , "અમે હરમનપ્રીતને મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે મેળવીને રોમાંચિત છીએ. રાષ્ટ્રીય કેપ્ટન તરીકે તેમણે ભારતીય મહિલા ટીમને કેટલીક સૌથી આકર્ષક જીત અપાવી છે. અને મને ખાતરી છે કે શાર્લોટ અને ઝુલનની મદદથી તેઓ અમારી એમઆઇ મહિલા ટીમને તેમનું શ્રેષ્ઠ ક્રિકેટ રમવા, ગર્વની ભાવના પ્રદર્શિત કરવા અને રમતોમાં મહિલાઓને વધુ ગૌરવ અપાવવા માટે પ્રેરિત કરશે. અમે એમઆઇ માટેના આ નવા પ્રકરણની શરૂઆતની રાહ જોઈ રહ્યા છીએ! અમારા ચાહકોને ગમે છે એવી નિર્ભય અને મનોરંજક એમઆઇ બ્રાન્ડની ક્રિકેટ અમારી ખેલાડીઓ રમે તે માટે હું રાહ જોઈ શકતી નથી. હરમનપ્રીત અને સમગ્ર એમઆઇ ટીમને આવનારી આ રોમાંચક સફરમાં વધુ શક્તિ મળે!”
હરમન મુખ્ય કોચ શાર્લોટ એડવર્ડ્સની વિરુદ્ધમાં રમી ચૂકી છે અને ઝુલન ગોસ્વામી સાથે તો રમી જ છે તથા તેની કેપ્ટન પણ રહી છે. તે વિશ્વના અન્ય ભાગોમાં ટી20 લીગમાં રમનાર પ્રથમ ભારતીય હોવાને કારણે વિશ્વ સમક્ષ ભારતીય ક્રિકેટનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં પ્રભાવશાળી રહી છે. તે હવે એવી ટીમનું નેતૃત્વ કરશે જેમાં મહિલા ક્રિકેટના કેટલાક મોટા નામો અને યુવા ખેલાડીઓ તેમની પ્રતિભા દર્શાવવા આતુર છે કારણ કે મુંબઈ ઈન્ડિયન્સ વૈશ્વિક ક્રિકેટ માટે પ્રતિભાની નર્સરી બની રહી છે.