હરમનપ્રીત અને સ્મૃતિ મંધાના કરશે મહિલા આઈપીએલ મુકાબલામાં કેપ્ટનસી

News18 Gujarati
Updated: May 16, 2018, 3:01 PM IST
હરમનપ્રીત અને સ્મૃતિ મંધાના કરશે મહિલા આઈપીએલ મુકાબલામાં કેપ્ટનસી

  • Share this:
આઈપીએલની વર્તમાન સિઝનમાં જ મહિલા આઈપીએલની ભૂમિકા તૈયાર થઈ રહી છે. પ્લેઓફના મુકાબલાથી પહેલા મહિલા ક્રિકેટરોની જે પ્રેક્ટિસ મેચ રમાશે તેની ટીમનો જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતની સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર 22 મેના દિવસે રમાનાર મહિલા ટી-20 ચેલેન્જ મેચની ટીમનો કેપ્ટનસી કરશે.

પાછલા વર્ષે વર્લ્ડકપના ફાઈનલમાં પહોંચ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વધેલી લોકપ્રિયતા પછી બીબીસીઆઈએ એક પ્રદર્શન ટી-20 મેચ આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. આ મેચથી આવનારા સમયમાં મહિલા આઈપીએલની આયોજનની સંભાવનાઓ ઉભી કરવામાં આવી શકે છે.

આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું, 'આઈપીએલ પહેલાની જેમ જ શરૂ રહેશે. અમારી કોશિશ મહિલા ક્રિકેટરોને પણ આવો સ્ટેજ આપવાની છે.'

તેમને કહ્યું, "આના માટે અમે કેટલાક ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરી અને તેના પરિણામથી હું ખુશ છું. ન્યૂઝીલેન્ડની કેપ્ટન સુજી બેટ્સ, મહિલા ક્રિકેટમાં સૌથી ફાસ્ટ અર્ધશતક ફટકારના ઓપનર બેટ્સમેન સોફી ડેવિન, ઓસ્ટ્રેલિયન દિગ્ગજ એલિસ પેરી, વિકેટકિપર બેટ્સમેન એલિસા હેલી, મેગન સ્કટ અને બેથ મૂને આ મેચમાં જોડાવવા માટે તૈયારી દર્શાવી હતી."

તેમને કહ્યું, 'ઈંગ્લેન્ડ તરફથી ડેની વોયેટ અને ડેનિયલ હેઝલ આમાં ભાગ લઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે અને આનું લાઈવ પ્રસાણ ભારત અને દુનિયાભરમાં થશે.'
First published: May 16, 2018, 3:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading