Home /News /sport /Shocking! ઓલમ્પિકમાં હાર બાદ હોકી પ્લેયર વંદના કટારિયાને પડોશીઓએ આપી જાતિસૂચક ગાળો, પોલીસ ફરિયાદ

Shocking! ઓલમ્પિકમાં હાર બાદ હોકી પ્લેયર વંદના કટારિયાને પડોશીઓએ આપી જાતિસૂચક ગાળો, પોલીસ ફરિયાદ

ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડી વંદના કટારિયા (ફાઇલ તસવીર)

ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડી વંદના કટારિયાના ભાઈએ જાતિસૂચક ગાળો આપવાની ફરિયાદ પોલીસમાં કરી છે

હરિદ્વાર. ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics)ની સેમીફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમ (Indian women’s hockey team)ને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમની ખેલાડી વંદના કટારિયાના પરિવારના સભ્યો (Vandana Katariya family harassed)ને જાતિસૂચક ગાળો બોલવામાં આવી હતી. દલિત વર્ગની ખેલાડી વંદના કટારિયા (Hockey Player Vandana Katariya)ના ભાઈએ તેની ફરિયાદ પોલીસને કરી છે. હરિદ્વાર (Haridwar)ના એસએસપી કૃષ્ણરાજ એસ.એ જણાવ્યું કે વંદના કટારિયાના ભાઈની ફરિયાદ પર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આઇપીસીની કલમ 504 અને એસસી/એસટી એક્ટની કલમ 3 હેઠળ પ્રાથમિકી નોંધી લીધી છે.

ક્વાર્ટર ફાઇનલમાં જીત બાદ ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો, પરંતુ સેમીફાઇનલ મેચમાં ટીમને આર્જેન્ટિનાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગત બુધવારે રમાયેલી સેમીફાઇનલ બાદ ટીમ ઈન્ડિયાને નિરાશા હાથ લાગી, પરંતુ મહિલા ટીમના પ્રદર્શનને તમામ લોકો વખાણી રહ્યા છે. આ દરમિયાન ઉત્તરાખંડમાં વંદના કટારિયાના ભાઈની ફરિયાદ પોલીસને મળી છે, જેમાં સેમીફાઇનલમાં હાર બાદ તેના પરિવારના સભ્યોને ગાળો આપવાની વાત કહેવામાં આવી છે. આ મામલામાં પોલીસ હવે તપાસ કરી રહી છે. તપાસ બાદ પોલીસ મામલામાં કાર્યવાહી કરી શકે છે.

આ પણ વાંચો, ભારતીય હોકી ટીમના કેપ્ટન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી વાત, કહ્યુ- ‘તમે ઈતિહાસ રચ્યો’

બ્રોન્ઝ મેડલ પર ટીમની નજર

નોંધનીય છે કે, ભારતીય મહિલા હોકી ટીમનું ઓલમ્પિકમાં આ પહેલા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન મોસ્કો ઓલમ્પિક 1980માં રહ્યું હતું, જેમાં ટીમ છ ટીમોમાંથી ચોથા સ્થાન પર રહી હતી. મહિલા હોકી ટીમે ત્યારે ઓલમ્પિકમાં પદાર્પણ કર્યું હતું અને મેચ રાઉન્ડ રોબિન આધાર પર રમાડવામાં આવી હતી, જેમાં ટોપ પર રહેનારી બે ટીમો ફાઇનલમાં પહોંચી હતી. આ વખતે ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પહોંચવાની આશા હતી. પરંતુ સેમીફાઇનલમાં હારીને ટીમ બહાર થઈ ગઈ હતી. હવે બ્રોન્ઝ મેડલ પર ટીમની નજર છે.

આ પણ વાંચો, India vs Germany, Hockey Highlights: ભારતીય હોકી ટીમે રચ્યો ઈતિહાસ, જર્મનીને 5-4થી હરાવી જીત્યો બ્રોન્ઝ મેડલ
" isDesktop="true" id="1121410" >

ઉલ્લેખનીય છે કે, વંદના કટારિયા ભારતીય હોકી ટીમમાં ફોરવર્ડ પોઝિશન પર રમે છે , આ ઓલમ્પિકમાં તેણે એક હેટ્રિક પણ સ્કોર કરી છે. ભારતીય ટીમ ભલે સેમીફાઇનલમાં આર્જેન્ટિનાના હાથે હારી ગઈ હોય, પરંતુ હજુ પણ તેમની પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. તેના માટે ગ્રેટ બ્રિટન સામે ટકરાશે.
First published:

Tags: India in Olympics, Indian Women Hockey Team, Tokyo Olympics 2020, Tokyo Olympis, Vandana Katariya Casteist slurs, Vandana Katariya family abusing, Vandana Katariya family harassed, Vandana Katariya News