IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવો જોઇએ, કોચે આપ્યું કારણ

તસવીર- AFP

IND vs SL:વિરાટ કોહલી(Virat Kohli) ની ગેરહાજરીમાં શ્રીલંકા પ્રવાસ (India Tour of Sri Lanka)માટે શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે, હાર્દિક પંડ્યા(Hardik Pandya) પણ તેનો દાવેદાર હતા. પરંતુ તેને આ જવાબદારી આપવામાં આવી ન હતી. તેના બાળપણના કોચ ચોક્કસપણે આ વિશે નિરાશ છે. તેમણે કહ્યું કે, શ્રીલંકા પ્રવાસ પર પંડ્યા કેમ કેપ્ટનની ભૂમિકા માટે યોગ્ય છે.

  • Share this:
    નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા (Team India) શ્રીલંકા સામે 18મી જુલાઈથી એટલે કે આ રવિવારથી મર્યાદિત ઓવર શ્રેણી શરૂ કરશે. બંને ટીમો વચ્ચે પહેલા ત્રણ વનડે મેચની શ્રેણી અને ત્યારબાદ તેટલી જ ટી -20 મેચ થશે. આ ટૂર પર ગયેલી ભારતીય ટીમમાં મોટાભાગના ખેલાડીઓ યુવા કે ઓછા અનુભવી છે. તે જ સમયે, સિનિયર ખેલાડી હોવાને કારણે, ટીમની કેપ્ટનશિપ શિખર ધવન(Shikhar Dhawan)ને સોંપવામાં આવી હતી. જોકે, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા પણ આ રેસમાં સામેલ થયા હતા. ત્યારબાદ ભુવીને પ્રવાસ માટે ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. પરંતુ પંડ્યાને કેપ્ટનશીપની જવાબદારી સોંપાઇ ન હતી.

    હાર્દિક તેના બાળપણના કોચ જીતેન્દ્ર સિંઘ ચોક્કસ નિરાશ છે. તેમને લાગે છે કે, પંડ્યાએ ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે અને જો જવાબદારી આપવામાં આવે તો તે ટીમમાં નવી ઉર્જા અને વિચારો લાવી શકે છે.

    ક્રિકેટ નેક્સ્ટ સાથેની વાતચીતમાં કોચ જિતેન્દ્રસિંહે હાર્દિકને શ્રીલંકા પ્રવાસ માટે કેપ્ટન તરીકે પસંદ ન કરવા અંગે નિરાશ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, વર્તમાન શ્રીલંકા પ્રવાસમાં ટીમ ઈન્ડિયા એ એવા કેટલાક ખેલાડીઓમાંથી એક છે કે, જેઓ ત્રણેય ફોર્મેટમાં ભારત માટે રમ્યા છે. તેથી તેમને એક તક આપવામાં આવી હોવી જોઈએ. તે કેપ્ટનશીપ માટે સારો વિકલ્પ બની શકે. કારણ કે તે આગામી પાંચ-સાત વર્ષ ક્રિકેટ રમી શકે છે. તેમની પાસે નવા વિચારો અને શક્તિ છે.

    આ પણ વાંચો: ઈંગ્લેન્ડના આ બોલરે ઈમામ ઉલ હકને ખતરનાક ફિરકીમાં ફસાવી કર્યો બોલ્ડ, જુઓ VIDEO

    હાર્દિકના કોચે વધુમાં કહ્યું કે, તે ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટ્સમેન સાબિત થઈ શકે છે. આ માટે તેની પાસે આવશ્યક ટેકનિક, માનસિકતા અને ક્ષમતા છે. હાર્દિકની સ્થિતિની અસર નથી અને તે લાંબી ફોર્મેટમાં પણ મોટી ઇનિંગ રમી શકે છે. કારણ કે, તેની ટેકનીક સરળ અને અસરકારક છે. હાર્દિકે 11 ટેસ્ટમાં 31થી વધુની સરેરાશથી 532 રન બનાવ્યા છે. જેમાં સદી અને 4 અડધી સદી પણ સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: Tokyo Olympics:પીએમ મોદીએ ફોગાટ ફેમિલીને પૂછ્યું, કઈ ઘંટીનો લોટ ખાવ છો, મળ્યો જોરદાર જવાબ

    2018માં સાઉથ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં નંબર -7 પર બેટિંગ કરતી વખતે 95 બોલમાં 93 રન બનાવ્યા હતા. જોકે ભારત આ મેચ હારી ગયું હતું. પરંતુ તેણે તેની બેટિંગથી સાબિત કરી દીધું હતું કે, તે લાંબા ફોર્મેટમાં પણ બેટથી કમાલ કરી શકે છે.
    Published by:kuldipsinh barot
    First published: