વિન્ડીઝના પ્રવાસે નહીં જાય હાર્દિક પંડ્યા, બુમરાહ રમી શકે છે ટેસ્ટ શ્રેણી

News18 Gujarati
Updated: July 19, 2019, 4:19 PM IST
વિન્ડીઝના પ્રવાસે નહીં જાય હાર્દિક પંડ્યા, બુમરાહ રમી શકે છે ટેસ્ટ શ્રેણી
વિન્ડીઝના પ્રવાસે નહીં જાય હાર્દિક પંડ્યા, બુમરાહ રમી શકે છે ટેસ્ટ શ્રેણી
News18 Gujarati
Updated: July 19, 2019, 4:19 PM IST
ભારતીય ક્રિકેટમાં હાલ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. એમએસ ધોનીની નિવૃત્તિ, વિરાટ કોહલીની કેપ્ટનશિપ, રોહિત શર્માને વન-ડે, ટી-20 ટીમને કેપ્ટનશિપ સોંપવી, રવિ શાસ્ત્રીને કોચ પદ પર બન્યા રહેવાથી લઈને એક સાથે ઘણી ચર્ચાઓ ક્રિકેટના ગલીઆરોમાં થઈ રહી છે. આ દરમિયાન વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે પણ ટીમની પસંદગી થવાની છે. વર્લ્ડ કપના લાંબા કાર્યક્રમ પછી કોણ વેસ્ટ ઇન્ડીઝ જઈ રહ્યા છે અને કોને આરામ આપવામાં આવશે તેની ઉપરથી પડદો રવિવારે સિલેક્શન કમિટીની મીટિંગ પછી જ ઉઠશે. વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જાય તેવી સંભાવના છે. જ્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પ્રવાસે જશે નહીં.

પસંદગીકારો ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે
ટીમ પસંદગી પહેલા પસંદગીકારો બધા ખેલાડીઓની ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે હાર્દિક પંડ્યા કેરેબિયન પ્રવાસે જશે નહીં. રિપોર્ટ પ્રમાણે પીઠની પરેશાનીના કારણે પંડ્યાને આરામ આપવામાં આવી શકે છે. જ્યારે બુમરાહને વન-ડે અને ટી-20માં આરામ આપવામાં આવી શકે છે. તે ટેસ્ટ શ્રેણીમાં ફ્રેશ થઈને વાપસી કરશે.

આ પણ વાંચો - આવો છે ભારતના વિન્ડીઝ પ્રવાસનો કાર્યક્રમ, પ્રશંસકોએ કરવા પડશે ઉજાગરા

ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ત્રણ ટી-20, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચ રમશે. 3 ઓગસ્ટથી પ્રવાસનો પ્રારંભ થશે.
First published: July 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...