ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ નવું ટેટૂ બનાવ્યું છે. હાર્દિક પંડ્યાએ પોતાના ડાબા હાથ ઉપર એક સિંહનું ટેટૂ બનાવ્યું છે. તેણે આ ટેટૂ સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે. આ પછી સોશિયલ મીડિયામાં તેનું નામ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. હાર્દિકે ઇંન્સ્ટાગ્રામ ઉપર ટેટૂની તસવીર પોસ્ટ કરી છે. આ ફોટોને અત્યાર સુધી 10.50 લાખથી વધારે લોકો લાઇક કરી ચૂક્યા છે. મુંબઈ ઇન્ડિયન્સમાં તેના ટીમ સાથી સૂર્યકુમાર યાદવ સહિત ઘણા લોકોએ તેના નવા ટેટૂ ઉપર કોમેન્ટ કરી અને તેની પ્રશંસા કરી હતી.
હાર્દિક પંડ્યાનો હાલ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસે જનાર ટીમમાં સમાવેશ કરાયો નથી. તેને આરામ આપવામાં આવ્યો છે. તેના ભાઇ ક્રુણાલ પંડ્યાને વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતની ટી-20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા ક્રિકેટ વર્લ્ડ કપમાં રમ્યો હતો. તેણે વર્લ્ડ કપમાં 266 રન બનાવ્યા હતા અને 9 મેચમાં 10 વિકેટ ઝડપી હતી. પાંચમાં બોલર તરીકે તેણે શાનદાર બોલિંગ કરી હતી. ટીમમાં હાલ તેની પાસે ફિનિશરની જવાબદારી છે.
હાર્દિક પંડ્યાએ પોતાના ડાબા હાથ ઉપર એક સિંહનું ટેટૂ બનાવ્યું
હાર્દિક પોતાની બોલ્ડ અને બિન્દાસ લાઇફસ્ટાઇલ માટે ચર્ચામાં રહે છે. આ વર્ષની શરુઆતમાં એક ટીવી શો માં તે પોતાની પર્સનલ લાઇફ વિશે બતાવીને વિવાદોમાં આવી ગયો હતો. તેણે ‘કોફી વિથ કરણ’શો માં યુવતીઓ વિશે અભદ્ર નિવેદન કર્યું હતું. આ કારણે તેણે માફી માંગી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર