મુંબઈ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું કહેવું છે કે મહેન્દ્રસિંહ ધોનીને તેનો હેલિકોપ્ટર શોટ ઘણો પસંદ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ક્રિકેટમાં હેલિકોપ્ટર શોટ ફટકારવાનો શ્રેય ધોનીને જાય છે.
25 વર્ષના હાર્દિકે ગુરુવારે દિલ્હી કેપિટલ્સ સામે 15 બોલમાં 32 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સમાં હાર્દિકે ત્રણ સિક્સર ફટકારી હતી, જેમાં એક સિક્સર હેલિકોપ્ટર દ્વારા ફટકારી હતી. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 40 રને વિજય મેળવ્યો હતો.
મેચ પછી હાર્દિકે કહ્યું હતું કે મેં ક્યારેય વિચાર કર્યો ન હતો કે હું હેલિકોપ્ટર શોટ ફટકારી શકીશ. હું નેટ્સ ઉપર તેની પ્રેક્ટિસ કરું છું. મેચ પછી ધોનીના રુમમાં ગયો હતો અને તેને પુછ્યું હતું કે તેને મારો હેલિકોપ્ટર શોટ પસંદ આવ્યો તો તેણે કહ્યું હતું કે તે સારો હતો.
આ પહેલા હાર્દિકે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે પણ આ પ્રકારનો શોટ રમ્યો હતો. તે સમયે ધોની મેદાનમાં વિકેટકીપિંગ કરી રહ્યો હતો. તે સમયે હાર્દિકે કહ્યું હતું કે તે ઇચ્છતો હતો કે ધોની તેના હેલિકોપ્ટર શોટની પ્રશંસા કરે.
હાર્દિકની વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. હાર્દિક પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમશે. 30 મે થી વર્લ્ડ કપની ઇંગ્લેન્ડમાં શરુઆત થશે. હાર્દિક આઈપીએલ-2019માં શાનદાર ફોર્મમાં છે અને મુંબઈ માટે સતત રન બનાવી રહ્યો છે. પંડ્યાએ આઈપીએલની આ સિઝનમાં 9 મેચમાં 194.90ની સ્ટ્રાઇક રેટથી 218 રન બનાવ્યા છે. તેણે 16 ફોર અને 16 સિક્સર ફટકારી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર