Home /News /sport /Hardik Pandya: વધુ એક ટુર્નામેન્ટ ગુમાવશે હાર્દિક પંડ્યા, જાણો શા માટે નહીં બને ટીમનો હિસ્સો

Hardik Pandya: વધુ એક ટુર્નામેન્ટ ગુમાવશે હાર્દિક પંડ્યા, જાણો શા માટે નહીં બને ટીમનો હિસ્સો

Hardik Pandya News : હાર્દિક પંડ્યા વિજય હઝારે ટ્રોફી નહીં રમી શકે

Hardik Pandya News : T-20 વર્લ્ડકપ સમાપ્ત થયા બાદ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટીમમાંથી બહાર છે. મુંબઈએ મેગા ઓક્શન પહેલાં તેને રિટેન નથી કર્યો ત્યારે હવે તેની રમત અંગે નવા અપડેટ આવી રહ્યા છે

Hardik Pandya : ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) વધુ એક ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. હાર્દિક પંડ્યાએ બુધવારથી શરૂ થવા જઈ રહેલી વિજય હઝારે ટ્રોફી (Vijay Hazare Trophy)માં બરોડાની ડોમેસ્ટિક ટીમ (Baroda Domestic Team)માંથી ન રમવાનો નિર્ણય કર્યો છે. હાર્દિક બોલિંગ નથી કરી શકતો અને તેના કારણે તેની ફિટનેસ જવાબદાર હતી. જોકે, તેણે વર્લ્ડ ટી-20માં બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાર્દિક હજુ સંપૂર્ણ પણે ફીટ થયો નથી. હાર્દિક મુંબઈમાં નવી ઈનિંગ માટે તૈયાર થઈ રહ્યો છે.

બરોડા ક્રિકેટ એસોસિએશનના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે બરોડા ક્રિકેટ એસોસિએશ (BCA) એ દ્વારા હાર્દિક વિજય હઝારે ટ્રોફી રમવાની ઉપલબ્ધતા અંગે એક ઈમેલ કરી અને પૂછવામાં આવ્યું હતું. જોકે, તેણે એક લાઇનમાં જવાબ આપ્યો છે કે તે મુંબઈમાં રહેબિલીટેશનમાંથી પસાર થઈ રહ્યો છે.

આ પણ વાંચો : IND vs SA: સાઉથ આફ્રિકાને કોનો લાગ્યો ડર? ભારત સામેની શ્રેણી માટે ટીમમાં લીધા 21 ખેલાડી

શું છે હાર્દિકની ફીટનેસના અપડેટ

બીસીએના અધિકારીને જ્યારે હાર્દિકની ઈજા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે આ અંગે તેમને કોઈ માહિતી નથી પરંતુ તે પોતાની કમરને મજબૂત કરવાની સ્થિતિમાં છે. વર્ષ 2019માં કરવામાં આવેલી સર્જરી બાદ હાર્દિકની કમરમાં થોડી સમસ્યા છે.

કૃણાલ ટીમનો હિસ્સો નથી પરંતુ કેમ્પમાં જોડાશે

દરમિયાન સૂત્રએ જણાવ્યું કે બીસીએએ કૃણાલને જણાવ્યુ છે કે તે ફક્ત ટુર્નામેન્ટ દરમિયાન ટીમનો હિસ્સો બની શકે નહીં, તેણે ટીમની શિબીરમાં પણ ભાગ લેવો પડે, ત્યારબાદ કૃણાલે ટીમના કેમ્પ સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. જો હાર્દિક ડોમેસ્ટિક ટુર્નામેન્ટ ન રમે તો તો લિમીટેડ ઓવરની ક્રિકેટમાં તેનું પૂનરાગમન મુશ્કેલ છે.




હાર્દિકને ટેસ્ટ રમવાની ઈચ્છા નથી?

સૂત્રએ જણાવ્યું કે વર્તમાન સિલેક્શ કમિટીએ ટીમનો હિસ્સો નથી તેવા તમામ ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ હઝારે અને રણજી ટ્રોફી રમવા જવાની સૂચના આપી છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે લાંબીં ઈનિંગ રમવા માટે હાર્દિક હવે ટેસ્ટ ક્રિકેટ નહીં રમે તે મુખ્યત્વે ટી-20 અને વનડે પર જ ધ્યાન આપશે. પરંતુ તેના માટે હાર્દિકે બોલિંગ કરવી આવશ્યક છે.

આ પણ વાંચો : Yuvraj singh : શું IPLમાં પરત ફરશે યુવરાજ સિંઘ? જુઓ Viral Videoમાં શું કહ્યું સિક્સર કિંગે

હાર્દિકે NCAમાં ફિટનેસ સાબિત કરવી પડશે

મુંબઈમાં રિહેબીલિટેશન છતાં પણ હાર્દિકે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)માં ફિટનેસ સાબિત કરવી પડશે. ત્યારબાદ જ આગામી ટુર્નામેન્ટમાં તેનું સિલેક્શન થઈ શકશે. દરમિયાન હાર્દિક હાલમાં તો મુંબઈમાં રિહેબિલીટેશનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.
First published:

Tags: Cricket News in Gujarati, હાર્દિક પંડ્યા