Home /News /sport /IND Vs SL: અર્શદીપના ચોથા નો બોલ પર જબરો ભડક્યો હાર્દિક પંડ્યા, રિએક્શન થઈ રહ્યું છે વાયરલ

IND Vs SL: અર્શદીપના ચોથા નો બોલ પર જબરો ભડક્યો હાર્દિક પંડ્યા, રિએક્શન થઈ રહ્યું છે વાયરલ

અર્શદીપ સિંહે નાખેલા ત્રીજા નો બોલ પર કેપ્ટન હાર્દિક પંડ્યાએ આપેલું રિએક્શન વાયરલ થયું છે.

Hardik Pandya react on NO ball: ભારતે બીજી T20 મેચમાં 7 નો બોલ નાખ્યા હતા. જેમાં અર્શદીપના નો બોલ પર તેણે આપેલું રિએક્શન વાયરલ થઈ રહ્યું છે. અર્શદીપે આ મેચમાં કુલ 5 નો બોલ નાખ્યા હતા. 

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    ભારતે શ્રીલંકા સામેની બીજી T20 મેચ ગુમાવ્યા બાદ તેની ભારે ચર્ચા થઈ રહી છે. આવામાં અર્શદીપના નો બોલની પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જેના પર કેપ્ટન હાર્દિક પંડ્યા ભડક્યો હતો તે વિડીયો પણ હવે સામે આવ્યો છે. જેમાં હાર્દિક પંડ્યા અફસોસ વ્યક્ત કર્યા બાદ ભારે ગુસ્સામાં દેખાઈ રહ્યો છે. શ્રીલંકાએ પહેલી બેટિંગ કરીને 206 રનનો ટાર્ગેટ મૂક્યો હતો અને ભારતે આ મેચ 16 રનથી ગુમાવવી પડી હતી.

    ભારતે આ મેચમાં કુલ 7 નો બોલ નાખ્યા હતા જેમાં 5 બોલ તો એકલા અર્શદીપે જ નાખ્યા હતો. મેચ દરમિયાન એક એવી પળ આવી હતી કે હાર્દિક પંડ્યા ખુશ થઈ ગયો હતો પરંતુ અમ્પાયરનો નો-બોલનો ઈશારો જોઈને તેની ખુશી છીનવાઈ ગઈ હતી. આ પાછળનું કારણ એ હતું કે શ્રીલંકાનો કેપ્ટન દશુન શનાકા શાનદાર બેટિંગ કરી રહ્યો હતો અને 14 બોલમાં તેણે 30 રન કરીને રમી રહ્યો હતો. આવામાં તેનો કેચ થઈ જતા ટીમ ખુશ હતી પરંતુ આ ખુશી વધારે ટકી શકી નહોતી.

    આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યાએ લીધેલા નિર્ણય ટીમ ઈન્ડિયા માટે અઘરા સાબિત થયા

    હાર્દિક પંડ્યા અર્શદીપના આ ચોથા નો બોલથી ઘણો જ નિરાશ થયો હતો. જે અંગે તેણે મેચ પછી પણ ઉલ્લેખ કર્યો હતો. અર્શદીપ તેની બીજી ઓવરમાં જ 3 નો બોલ નાખી ચુક્યો હતો, જે પછી હાર્દિકનું તેના ચોથા નો બોલ પર રિએક્શન આવ્યું હતું. આ મેચમાં દશુન શનાક 22 બોલમાં 56 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.


    અર્શદીપ પર હાર્દિક પંડ્યાએ શું કહ્યું?


    હાર્દિક પંડ્યાએ પોતાની વાત રજૂ કરતા નો બોલ નાખનારા બોલરોને ખંખેરી નાખ્યા હતા. હાર્દિકે કહ્યું પહેલાના દિવસોમાં તેણે પોતે પણ નો બોલ નાખ્યા છે, પરંતુ નો બોલ એક ગુનો છે. ભારતીય ટીમ તરફથી કુલ 7 નો બોલ પડ્યા. હાર્દિકે નો બોલ પર દુઃખ વ્યક્ત કરવાની સાથે સૂર્યકુમાર યાદવે નંબર-4 પર કરેલી બેટિંગના વખાણ પણ કર્યા હતા. સાથે તેણે રાહુલ ત્રિપાઠી વિશે કહ્યું કે ખેલાડી ટીમમાં આવે તો તમે તેમને બે રોલ આપવા માગો છો, જેમાં તેઓ પોતાને સુરક્ષિત કરી શકે છે.

    ભારતે બીજી T20 શ્રીલંકા સામે 16 રનથી ગુમાવી દીધી હતી. આ સાથે જ સીરિઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. શ્રીલંકાએ ભારતને 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે ભારત 190 જ રન કરી શક્યું હતું.
    Published by:Tejas Jingar
    First published:

    Tags: Hardik pandya latest news, IND VS SL, IND vs SL 2nd T20I, હાર્દિક પંડ્યા

    विज्ञापन
    विज्ञापन