વોશરૂમમાં અરીસા સામે ધવન અને હાર્દિકનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ

 • Share this:
  ભારતીય ઓપનર શિખર ધવન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મેદાનની બહાર મસ્તી ભર્યા અંદાજ માટે પ્રખ્યાત છે. રવિવારે પણ બંનેનો આવો જ મસ્તીભર્યો અલગ અંદાજ જોવા મળ્યો હતો. હાર્દિકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે અને શિખર ધવન બિન્દાસ બનીને વોશરૂમમાં ડાન્સ કરતા જોવા મળે છે.

  હાર્દિકે વીડિયો શેર કરતા લખ્યું છે કે હું અને જટ્ટા (શિખર ધવન) એક્શનમાં પકડાઈ ગયા. અમને ડાન્સ કરવો અને ગીત ગાવા ઘણા પસંદ છે. હાર્દિકે શેર કરેલ વીડિયોમાં શિખર ધવનને પણ ટેગ કર્યો છે.

   શિખર અને હાર્દિક વીડિયોમાં વોશરૂમમાં એક અરીસા સામે ઉભેલા છે અને પછી અરીસા સામે ડાન્સ કરવા લાગે છે. ટીમનો અન્ય કોઈ સભ્ય આ બંનેનો વીડિયો બનાવી રહ્યો છે. હાર્દિક અને ધવને રવિવારે મેદાનમાં પ્રેક્ટિસ પણ કરી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 જુલાઈથી શ્રેણીનો પ્રારંભ થશે. બંને વચ્ચે 3 ટી-20, 3 વન-ડે અને 5 ટેસ્ટની શ્રેણી રમાશે.
  Published by:Ashish Goyal
  First published: