હાર્દિક પંડ્યાએ પહેરી લક્ઝુરિયસ ઘડિયાળ, કિંમત એટલી કે અમદાવાદમાં આવી જાય બે-ત્રણ બંગલા

તસવીર - સોશિયલ મીડિયા

hardik pandy watch Price- આ ઘડિયાળ ચોક્કસ ગ્રાહકોને જ વેચવામાં આવે છે. આ ઘડિયાળ આંતરાષ્ટ્રીય કલાકારો-બિઝનેસમેનની ખાસ પસંદ છે અને તેમાં 32 બેગ્યુએટ-કટ એમરાલ્ડ્સ જોવા મળે છે

  • Share this:
આગામી 19 સપ્ટેમ્બરથી દુબઈમાં IPL શરૂ થવા જઈ રહી છે. તમામ ટીમો તેની તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે હાર્દિક પંડ્યા (Hardik Pandya) પહેલાથી જ દુબઈ પહોંચી ગયો છે અને મોજ મસ્તી કરી રહ્યો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં (Hardik Pandya Instagram) તેના ફોટા પોસ્ટ કર્યા છે. ક્યારેક તે લક્ઝુરિયસ હોટલમાં ભોજન લેતો જોવા મળે છે તો તો ક્યારેક વૈભવી હોટલમાં સેલ્ફી લેતો જોવા મળ્યો હતો. તેની સ્ટાઇલ જોઇને તેના ચાહકોએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ખાસ કરીને તેની ઘડિયાળનો ફોટો (hardik pandy watch)જોયા પછી કોમેન્ટનો વરસાદ થયો છે. તેના કાંડે જોવા મળેલી આ ઘડિયાળની કિંમત (hardik pandy watch Price)જાણીને ભલભલા લોકો ચોંકી જાય તે નક્કી છે.

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ Patek Philippe Nautilus Platinum 5711 ઘડિયાળ ખરીદી છે. જેની કિંમત રૂપિયા 5 કરોડથી વધુ છે! આ ઘડિયાળ ચોક્કસ ગ્રાહકોને જ વેચવામાં આવે છે. આ ઘડિયાળ આંતરાષ્ટ્રીય કલાકારો-બિઝનેસમેનની ખાસ પસંદ છે અને તેમાં 32 બેગ્યુએટ-કટ એમરાલ્ડ્સ જોવા મળે છે. જે ફેક્ટરી સેટ છે. ઘડિયાળનું નિર્માણ પ્લેટિનમથી કરાયું છે. જેમાં 40mm કેસ અને ઇન્ટિગ્રેટેડ બ્રેસલેટ છે. સમય જાણવાના આંકડામાં એમરાલ્ડ્સનો ઉપયોગ થયો છે. તેની ડાર્ક ગ્રે ડાયલ ખૂબ આકર્ષક દેખાય છે.

આ પણ વાંચો - ક્રિકેટર રાશિદ ખાનનો સાથી ખેલાડી તાલિબાનને લઇને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની ઓફિસમાં ઘૂસ્યો, તસવીર વાયરલ!




હાર્દિક પંડ્યાની વોચમાં પણ Nautilusની અન્ય ઘડિયાળની જેમ તારીખ માટેની વિન્ડો 3 વાગ્યાના સ્થાને છે. તેમાં 45 કલાકના પાવર રિઝર્વ સાથે સેલ્ફ-વાઇન્ડિંગ ઓટોમેટિક મૂવમેન્ટ મળે છે. 5711 ખૂબ દુર્લભ મોડેલ છે.

આ પણ વાંચો - 10 દિવસ પહેલા ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર આ ખેલાડીની USA માં ફિફ્ટીથી શરૂઆત, જુઓ VIDEO

ઉલ્લેખનીય છે કે, હાર્દિક અને કુણાલ પંડ્યા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવેલા છે. તેમણે પોતાની મહેનતથી સફળતા મેળવી છે. આ બંને ભાઈઓએ મુંબઈમાં 30 કરોડનો વૈભવી ફ્લેટ ખરીદ્યો છે. હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યાના આ ફ્લેટમાં 8 બેડરૂમ છે. આ ભાઈઓનું આ વૈભવી ઘર 3838 ચોરસ ફૂટમાં બનેલું છે.
Published by:Ashish Goyal
First published: